Not Set/ સ્કેટિંગ શૂઝ પહેરીને ગરબે ઝૂમ્યાં સુરતી યંગસ્ટર્સ

અષાઢી આસો સાથે નવલી નવરાત્રી શરૂ થઇ ગઈ છે. નવરાત્રી ના તાલે ઝૂમવા સૌ કોઈ યુવા હૈયા થનગની રહ્યા છે. દરેક શહેરમાં કોમર્શિયલથી માંડીને શેરી ગરબાની ઝાંખી જોવા મળી રહી છે. જેમાં ખેલૈયાઓ ગરબાના અનેક સ્ટેપ્સ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે સુરત ખાતે સ્કેટિંગ ગરબાએ અનોખું આકર્ષણ જમાવ્યું છે.  નવરાત્રી એટલે પારંપરિક વસ્ત્રો પહેરીને […]

Top Stories Gujarat Surat
sketing સ્કેટિંગ શૂઝ પહેરીને ગરબે ઝૂમ્યાં સુરતી યંગસ્ટર્સ

અષાઢી આસો સાથે નવલી નવરાત્રી શરૂ થઇ ગઈ છે. નવરાત્રી ના તાલે ઝૂમવા સૌ કોઈ યુવા હૈયા થનગની રહ્યા છે. દરેક શહેરમાં કોમર્શિયલથી માંડીને શેરી ગરબાની ઝાંખી જોવા મળી રહી છે. જેમાં ખેલૈયાઓ ગરબાના અનેક સ્ટેપ્સ કરતા જોવા મળી રહ્યા છે. ત્યારે સુરત ખાતે સ્કેટિંગ ગરબાએ અનોખું આકર્ષણ જમાવ્યું છે.

 નવરાત્રી એટલે પારંપરિક વસ્ત્રો પહેરીને ગરબા કે દોઢીયા કરવા. અને આ તહેવારમાં ખેલૈયાઓ કંઈક ને કંઈક અલગ કરવાનો પ્રયત્ન કરતા હોય છે. જેથી લોકો નું ધ્યાન તેમના તરફ ખેંચી શકે.ત્યારે સુરતની કેટલાક યંગ બાળકોએ સ્કેટિંગ  પહેરીને ગરબા કરવાનું અનોખું કરતબ કર્યું છે.

ખેલૈયાઓએ સ્કેટીંગ પહેરીને ગરબા અને દોઢયા ની રમઝટ બોલાવી હતી. સ્કેટિંગ ગરબાએ નોર્મલ ગરબા કરતા ખૂબ જ ડીફિકલટ હોય છે. આ ગરબા શીખતાં મહિનાઓનો સમય લાગી જાય છે. જ્યારે સામાન્ય માણસો માટે સ્કેટિંગ પર ઉભા રહેવાનું પણ મુશ્કેલ હોય છે ત્યારે આ યંગસ્ટર્સ દ્વારા સ્કેટિંગ પહેરીને ગરબા કરવામાં આવ્યા હતા. આ માટે તેઓ એ સ્પેશ્યલ ટ્રેનિંગ લીધી હતી.

અહીંયા એક સાથે 80 જેટલા ખેલૈયાઓ એ સ્કેટિંગ પર ગરબા અને દોઢીયાનાં વિવિધ સ્ટેપ્સ કરીને માતાજી ની આરાધના કરી હતી. આ ગરબામાં હિપહોપ તેમજ રાજસ્થાની નૃત્ય ની પણ અસર જોવા મળી હતી.  સ્કેટિંગ ટીચરનું કહેવું છે કે સ્કેટિંગ ગરબા નોર્મલ લોકો કરી શકતા નથી તેના માટે તાલમેલ હોવો ખૂબ જરૂરી છે. અને તેના માટે સ્પેશ્યલ ટ્રેનિંગ લેવી જરૂરી છે અને આ બાળકો એ તેના માટે 6 મહિના પહેલાથી પ્રેકટીસ શરૂ કરી દીધી હતી. અને સુરતનું આ ગ્રુપ અનોખા ગરબા માટે ઘણા એવોર્ડ પણ મેળવી ચૂક્યું છે.

 રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click    https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.