ગુજરાત/ સુરતમાં BRTSની રેલિંગથી અથડાતા યુવાનનું મોત

સુરતના કાપોદ્રા વિસ્તારમાં બીઆરટીએસ બસની રેલિંગને અથડાતા 28 વર્ષીય યુવકનું મોત થયું હતું. યુવક રોડ પરથી પસાર થતો હતો

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 2024 01 15T182122.273 સુરતમાં BRTSની રેલિંગથી અથડાતા યુવાનનું મોત
  • સુરત:BRTSની રેલિંગથી અથડાતા યુવાનનું મોત
  • કાપોદ્રા ચીકુવાડી વિસ્તારમાં બની ઘટના
  • 28 વર્ષીય બાઈક સવાર યુવકનું મોત થયું
  • ખુશાલ ખાસિયા નામના યુવાનનું મોત થયુ

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના કાપોદ્રા વિસ્તારમાં બીઆરટીએસ બસની રેલિંગને અથડાતા 28 વર્ષીય યુવકનું મોત થયું હતું. યુવક રોડ પરથી પસાર થતો હતો તે દરમિયાન એક બાળકને બચાવવા જતા રેલિંગ સાથે અથડાયો હતો યુવકને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચતા તાત્કાલિક જ હોસ્પિટલે સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો જે ટૂંકી સારવાર દરમિયાન યુવાનનું મોત થયું હતું.

સુરતમાં કાપોદ્રા વિસ્તારમાં આવેલી ચીકુવાડીમાં રોડ પરથી પસાર થઈ રહેલા એક યુવાનને અકસ્માત નડ્યું હતું. યુવાન બાઈક પર થી પસાર થતો હતો તે દરમિયાન રસ્તો ક્રોસ કરતા માતા પુત્ર ને બચાવવા જતા બાઈક બીઆરટીએસ રેલિંગ સાથે અથડાઈ હતી અકસ્માત થતા યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી.

તાત્કાલીક ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં આ યુવાનનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું નું નામ ખુશાલ ખસિયા હોવાનું સામે આવ્યું હતું 28 વર્ષીય યુવાન ઉતરાણ વિસ્તારમાં આવેલા સુમન સંગીતા આવાસમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું મહત્વનું કહી શકાય કે જે પ્રકારે અકસ્માત સર્જાયો તે દરમિયાન યુવાનને માથાના ભાગે ગંભીર ઈજા પહોંચી હતી આ યુવાને માતા પુત્રને બચાવવા જતા બાઈક રેલિંગ સાથે અથડાવી હતી જેમાં તેનું કમકમાટી ભર્યું મોત થયું હતું.. ઘટના બનતા સમગ્ર મામલે કાપોદ્રા પોલીસે અકસ્માત મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફતેપુરા નગરમા ગંદકીનું સામ્રાજ્ય ઠેર ઠેર કચરા અને કાદવ કીચડના ઢેર

આ પણ વાંચો:વંથલીમાં સિંહના આંટાફેરા, સિંહની ડણકથી સ્થાનિકોમાં ભયનો માહોલ

આ પણ વાંચો:ખંભાતમાં રો-મટીરીયલ મોંઘુ થતા પતંગના ભાવમાં 15 થી 20% નો વધારો

આ પણ વાંચો:અંકલેશ્વરનો યુવાન સુરતમાં કરોડોનું ફુલેકુ ફેરવી ગયો….