Surendranagar/ પાટડીમાં મીઠાની ફેક્ટરીમાં મધ્યપ્રદેશનાં યુવાને જીવન ટૂંકાવ્યું

મધ્યપ્રદેશથી પાટડીના જરવલા રોડ પર આવેલ મીઠાની ફેક્ટરી (Salt Factory)માં પેટીયું રળવા આવેલ કમલેશભાઈ કિશોરભાઈ (ઉંમર વર્ષ-૨૪ મૂળ રહે. અમરપાટ તાલુકો-રામપુર જિલ્લો:સતના મધ્યપ્રદેશ ) કારખાનાની ઓરડીમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પાટડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે…

Top Stories Gujarat
Beginners guide to 20 1 પાટડીમાં મીઠાની ફેક્ટરીમાં મધ્યપ્રદેશનાં યુવાને જીવન ટૂંકાવ્યું

@Priykant Chavda

Surendranagar News:  સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા (Dasada) તાલુકાના પાટડી (Patdi)નગરના જરવલા રોડ પર આવેલ મીઠા પેકિંગની ફેક્ટરીમા મજૂરી કરતા મધ્યપ્રદેશના ૨૪ વર્ષીય પરિણીત યુવાને ૪ ફેબ્રુઆરીની સમી સાંજે ગળે ફાંસો ખાઈ જીવન ટૂંકાવતા ચકચાર મચી જવા પામ્યો હતો.

WhatsApp Image 2024 02 06 at 12.30.39 PM પાટડીમાં મીઠાની ફેક્ટરીમાં મધ્યપ્રદેશનાં યુવાને જીવન ટૂંકાવ્યું

બનાવની મળતી માહિતી મુજબ મધ્યપ્રદેશથી પાટડીના જરવલા રોડ પર આવેલ મીઠાની ફેક્ટરી (Salt Factory)માં પેટીયું રળવા આવેલ કમલેશભાઈ કિશોરભાઈ (ઉંમર વર્ષ-૨૪ મૂળ રહે. અમરપાટ તાલુકો-રામપુર જિલ્લો:સતના મધ્યપ્રદેશ ) કારખાનાની ઓરડીમાં અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા પાટડી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે મૃત જાહેર કરતા પત્નિ સહિત પરિવારમાં ગમગીની ફેલાઇ હતી.

આ બનાવની પોલીસને જાણ થતા મૃતકને પોસ્ટ મોર્ટમ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પાટડી પોલીસ મથકના પાટડી ટાઉન બીટ જમાદાર રોહિત રાઠોડે આગળની કાર્યવાહી હાથધરી હતી. હજારો કિલોમીટર દૂરથી રોજગાર અર્થે આવેલ ૨૪ વર્ષીય યુવાને મોતને વહાલુ કરતા મીઠાની ફેક્ટરીમાં કામ કરતા મજૂરો તથા પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યુ હતુ.



whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ગૌચર જમીન મુદ્દે પશુપાલકે કર્યો આપઘાતનો પ્રયાસ

આ પણ વાંચો:શહેરની આ હોસ્પિટલમાંથી જીવાત નીકળવાનો વીડિયો વાયરલ

આ પણ વાંચો:ASIની હત્યા, ખાતાકીય તપાસના આદેશ