Not Set/ શૅર બજારમાં ઝોમેટોનું લિસ્ટિંગ ઘણું સારું,કંપનીનો શૅર BSE પર 116 રૂપિયા પર લિસ્ટ,ઇશ્યૂ પ્રાઇઝથી 52.63 ટકા ઉપર

Zomato કંપની એક Online ફૂડ ડિલિવરી અને રેસ્ટોરન્ટ એગ્રીગેટર છે. તેનું કાર્ય રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકોને ખોરાક પહોંચાડવાનું છે. આ કંપની સાથે લાખો ફૂડ ડિલિવરી બોય પણ સંકળાયેલા છે.

Trending Business
zometo શૅર બજારમાં ઝોમેટોનું લિસ્ટિંગ ઘણું સારું,કંપનીનો શૅર BSE પર 116 રૂપિયા પર લિસ્ટ,ઇશ્યૂ પ્રાઇઝથી 52.63 ટકા ઉપર

Zomato કંપની એક Online ફૂડ ડિલિવરી અને રેસ્ટોરન્ટ એગ્રીગેટર છે. તેનું કાર્ય રેસ્ટોરન્ટમાંથી ગ્રાહકોને ખોરાક પહોંચાડવાનું છે. આ કંપની સાથે લાખો ફૂડ ડિલિવરી બોય પણ સંકળાયેલા છે. જે એપ્લિકેશન અને વેબસાઇટ દ્વારા કાર્યરત છે. આ ડિલિવરી બોય ગ્રાહકોને માલ પહોંચાડે છે. કોરોના કાળમાં થયેલી કરોડોની નુકશાની છતાં કંપનીનો ઊંચો IPOએ લોકોને વિચાર કરતા કરી દીધા છે.શૅર બજારમાં ઝોમેટોનું લિસ્ટિંગ (Zomato IPO Listing) અપેક્ષા કરતાં ઘણું સારું રહ્યું છે.નાણાકીય વર્ષ 2018માં કંપનીએ કુલ 487 કરોડની આવક મેળવી હતી. 2020-21માં આવક વધીને 2743 કરોડ થઈ ગઈ છે. પરંતુ, ઓવરઓલ કોરોના કાળને કારણે કંપનીને કુલ રૂ. 2385 કરોડનું નુકસાન થયું છે.

Zomato IPO Grey Market Premium, Allotment Status, Listing Day: Key Details  to Know

ભવિષ્ય ખૂબ જ ઉત્સાહજનક લાગી રહ્યું છે :  દીપિન્દર ગોયલ ( કંપનીના ફાઉન્ડર)

ઝોમેટોના આઇપીઓના લિસ્ટિંગ પહેલા કંપનીના ફાઉન્ડર દીપિન્દર ગોયલે ટ્વીટ કર્યું કે, અમારા લિસ્ટિંગના દિવસે હું અમારા શૅરહોલ્ડર્સની સાથે કંઈક વાત કહેવા માંગું છું. ભવિષ્ય ખૂબ જ ઉત્સાહજનક લાગી રહ્યું છે. હું નથી જાણતો કે આપણે પાસ થઇશું કે ફેઇલ પરંતુ આપણે હંમેશાની જેમ બેસ્ટ આપીશું.

Zomato IPO Share Allotment To Be Finalised Tomorrow: How To Check Status

કંપનીનો શૅર BSE પર 116 રૂપિયા પર લિસ્ટ થયો છે. આ ઇશ્યૂ પ્રાઇઝથી 51.32 ટકા એટલે કે 39 રૂપિયા વધારે છે. જ્યારે NSE પર ઝોમેટોના શૅર (Zomato Share)નું લિસ્ટિંગ 116 રૂપિયા પર થયું છે. તે ઇશ્યૂ પ્રાઇઝથી 52.63 ટકા એટલે કે 40 રૂપિયા ઉપર છે. કંપનીના શૅરનો ઇશ્યૂ પ્રાઇઝ 76 રૂપિયા છે.પહેલા ઝોમેટો આઇપીઓ (Zomato IPO)નું લિસ્ટિંગ 27 જુલાઈના રોજ થવાનું હતું પરંતુ આ પહેલા તેને લિસ્ટ કરાવવાનો નિર્ણય લેવાયો હતો. લિસ્ટિંગ પહેલા ગ્રે માર્કેટમાં ઝોમેટોનો શૅર પ્રીમિયમ વધી ગયું છે.

Zomato IPO: How do Indian food delivery players match up to global peers? |  Business Standard News

આ સપ્તાહની શરૂઆતમાં તે 19 રૂપિયા પ્રીમિયમ પર ટ્રેડ કરી રહ્યો હતો પરંતુ હવે તે વધીને 29 રૂપિયાની નજીક પહોંચી ગયો છે. આ હિસાબથી જોઈએ તો લિસ્ટિંગ તેની આસપાસનું રહ્યું.કંપનીના ઇશ્યૂનો પ્રાઇઝ બેન્ડ 76 રૂપિયા હતો. આજે ઝોમેટોનો શૅર 105 રૂપિયા પર લિસ્ટ થવાની આશા હતી પરંતુ લિસ્ટિંગ 116 રૂપિયા પર થયું છે જે અપેક્ષાથી ઘણું વધારે છે. જોકે, બજારના જાણકારોમાં કંપનીની વેલ્યૂએશનને લઈને ચિંતા ચોક્કસ હતી.

majboor str 9 શૅર બજારમાં ઝોમેટોનું લિસ્ટિંગ ઘણું સારું,કંપનીનો શૅર BSE પર 116 રૂપિયા પર લિસ્ટ,ઇશ્યૂ પ્રાઇઝથી 52.63 ટકા ઉપર