Not Set/ આણંદ/ ખંભાતમાં એક સાથે 12 પોઝિટિવ કેસ નોંધાતા મચ્યો ખળભળાટ

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે આણંદથી કોરોના મુદ્દે ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. અહીં કોરોનાનાં વધુ નવા 12 કેસ નોંધાયા છે. આ સાથે આણંદ જિલ્લામાં કુલ કેસનો આંક 77 પર પહોંચ્યો છે. આપને જણાવી દઈએ કે આ તમામ 12 કેસ ખંભાતનાં હોવાની જાણકારી મળી રહી છે. ખંભાતમાં નવા નોંધાયેલા કેસોમાં […]

Gujarat Others
46cff2a62a2b00c9054f273b440d7dfc આણંદ/ ખંભાતમાં એક સાથે 12 પોઝિટિવ કેસ નોંધાતા મચ્યો ખળભળાટ

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ સતત વધી રહ્યું છે. ત્યારે આણંદથી કોરોના મુદ્દે ચિંતાજનક સમાચાર મળી રહ્યા છે. અહીં કોરોનાનાં વધુ નવા 12 કેસ નોંધાયા છે. આ સાથે આણંદ જિલ્લામાં કુલ કેસનો આંક 77 પર પહોંચ્યો છે.

આપને જણાવી દઈએ કે આ તમામ 12 કેસ ખંભાતનાં હોવાની જાણકારી મળી રહી છે. ખંભાતમાં નવા નોંધાયેલા કેસોમાં 8 પુરુષ અને 4 મહિલાના રિપોર્ટ પોઝીટીવ આવ્યા છે. ચોંકાવનારી બાબત એ છે કે, ખંભાત શહેરના અલગ અલગ વિસ્તારમાંથી આ કેસ મળી આવ્યા છે.

આ નવા 12 કેસો સાથે આણંદ જિલ્લામાં કોરોનાના દર્દીઓનો કુલ આંક 77 પર પહોંચ્યો છે. આ પૈકી માત્ર ખંભાતમાંથી અત્યાર સુધી 60 કેસ મળી આવ્યા છે. આણંદ જિલ્લાના 75 ટકા કેસો ખંભાતમાંથી જ નોંધાયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.