Not Set/ ગોંડલ/ કાર પુલ પરથી નીચે  ખાબકતા ત્રણ વર્ષની બાળકીનુ મોત, ચારનો બચાવ

રાજકોટના ગોંડલ તાલુકાના મોવિયા ગામના પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમરેલીથી વીરપુર પોતાના ઘરે પરત ફરતાં પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. કારમાંથી ચાર લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જ્યારે 3 વર્ષની માસૂમ બાળકી પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. કલાકોની જહેમત બાદ ફાયરની ટીમને બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.    આપને જણાવી દઈએ કે, […]

Gujarat Others
2e79c9aad33af696c5267b637e850527 ગોંડલ/ કાર પુલ પરથી નીચે  ખાબકતા ત્રણ વર્ષની બાળકીનુ મોત, ચારનો બચાવ

રાજકોટના ગોંડલ તાલુકાના મોવિયા ગામના પાસે એક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અમરેલીથી વીરપુર પોતાના ઘરે પરત ફરતાં પરિવારની કારને અકસ્માત નડ્યો હતો. કારમાંથી ચાર લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જ્યારે 3 વર્ષની માસૂમ બાળકી પાણીના પ્રવાહમાં તણાઈ ગઈ હતી. કલાકોની જહેમત બાદ ફાયરની ટીમને બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.   

આપને જણાવી દઈએ કે, ગોંડલ તાલુકાના મોવિયા ગામના સ્મશાન પાસે સ્મશાન પાસે રાત્રે પુલ પરથી પાંચ મુસાફરો સાથેની કાર નીચે ખાબકી હતી. કારમાંથી 4 લોકો બહાર નીકળવામાં સફળ રહ્યા હતા. જ્યારે 3 વર્ષની બાળકી ન મળતા ફાયરની ટીમ દ્વારા જે.સી.બીની મદદથી કારને બહાર કાઢી હતી. પરંતુ કારમાં બાળકી ના હોવાથી,  ફાયર ટીમના તરવૈયા દ્વારા કલાકોની શોધખોળ બાદ બાળકીનો મૃતદેહ મળી આવ્યો હતો.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.