Not Set/ નવસારી/ જલાલપોરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વસંત પટેલનું કોરોનાથી મોત

નવસારીમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તો આ સાથે કોરોનાના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાના લીધે વધુ એક મોત નીપજ્યું છે. નવસારીના જલાલપોરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વસંત પટેલનું પૂર્વ ધારાસભ્યનું કોરોનાથી મૃત્યું થયું છે. છેલ્લા કેટલાક દિવસથી કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેઓ 1980 થી […]

Gujarat Others
e7ad3f80294bf2ae4c62d0fe1b473515 નવસારી/ જલાલપોરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વસંત પટેલનું કોરોનાથી મોત

નવસારીમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. તો આ સાથે કોરોનાના કારણે મૃત્યુ પામનાર લોકોની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે કોરોનાના લીધે વધુ એક મોત નીપજ્યું છે. નવસારીના જલાલપોરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય વસંત પટેલનું પૂર્વ ધારાસભ્યનું કોરોનાથી મૃત્યું થયું છે. છેલ્લા કેટલાક દિવસથી કોવિડ 19 હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા. તેઓ 1980 થી 1990 સુધી જલાલપોરના ધારાસભ્ય રહ્યા હતા. 81 વર્ષની વયે કોરોનાના લીધે તેમનું મોત નિપજ્યું છે. 

આપને જણાવી દઈએ કે, નવસારીમાં 24 કલાકમાં કોરોનાના વધુ નવા 11  પોઝિટીવ કેસ સામે આવ્યા હતા. જિલ્લામાં મંગળવારે કુલ 17 કોરોના પોઝિટીવ દર્દીઓ નોંધાયા હતા. કોરોના પોઝિટીવ કેસનો આંકડો 399 પર પહોંચી ગયો છે. તો 232 રિકવર દર્દી, 28 મોત અને 138 એકટીવ કેસ હાલ જિલ્લામાં છે. 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.