Not Set/ બ્રેકીંગ / અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા થયા સેલ્ફ ક્વોરેન્ટાઈન

અમદાવાદમાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવકેસ માં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ્નીજવાબદારી જેના સિરે છે તેવા અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નહેરા કોરોના પોઝિટીવ વ્યકિતના સંપર્કમાં આવતા બે અઠવાડિયા માટે હોમ કવોરેન્ટન થવાનો નિર્ણય કર્યો છે.  વિજય નહેરાની મ્યુનિસીપલ કમિશનર તરીકે ફરજ પરની તેમની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસીપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના […]

Ahmedabad Gujarat
860c01fa4776873c914d47528610ea1c બ્રેકીંગ / અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા થયા સેલ્ફ ક્વોરેન્ટાઈન
860c01fa4776873c914d47528610ea1c બ્રેકીંગ / અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર વિજય નહેરા થયા સેલ્ફ ક્વોરેન્ટાઈન

અમદાવાદમાં દિવસે ને દિવસે કોરોના પોઝિટિવકેસ માં સતત વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે અમદાવાદ્નીજવાબદારી જેના સિરે છે તેવા અમદાવાદ મ્યુ. કમિશનર વિજય નહેરા કોરોના પોઝિટીવ વ્યકિતના સંપર્કમાં આવતા બે અઠવાડિયા માટે હોમ કવોરેન્ટન થવાનો નિર્ણય કર્યો છે.  વિજય નહેરાની મ્યુનિસીપલ કમિશનર તરીકે ફરજ પરની તેમની ગેરહાજરી દરમિયાન અમદાવાદ મ્યુનિસીપલ કમિશનરનો ચાર્જ ગુજરાત મેરીટાઇમ બોર્ડના વાઇસ ચેરમેન અને સી.ઇ.ઓ.  મુકેશકુમારને સોંપવામાં આવ્યો છે

અમદાવાદ શહેરમાં કોવિડ-19ની સમગ્ર કામગીરીના દેખરેખ, સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ માટે વિશેષ અધિકારી તરીકે વન પર્યાવરણના અધિક મુખ્ય સચિવ ડૉ. રાજીવકુમાર ગુપ્તાની નિમણૂંક કરવામાં આવી છે. કોવિડ-19 ની સમગ્ર રાજ્યમાં આરોગ્યને લગતી તમામ કામગીરીનું સંકલન, સુપરવિઝન અને મોનિટરીંગ કરવા માટે વિશેષ અધિકારી તરીકે મહેસૂલના અધિક મુખ્ય સચિવ પંકજકુમારની નિમણૂંક રાજ્ય સરકારે કરી છે. 

વિજય નેહરાએ ટ્વીટ કરી જણાવ્યું છે કે, હું બે લોકોનાં સંપર્કમાં આવ્યો હતો. બે પોઝિટિવ લોકોના સંપર્કમાં આવ્યો હતો. જેથી હું સેલ્ફ ક્વોરેન્ટાઈન થયો છું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.