Not Set/ રશિયા અને ચીન તાનાશાહ કીમ જોંગ ને છાવરી રહ્યા છેઃ અમેરિકા

ઉત્તર કોરિયા દ્વારા હાલમાં જ કરવામાં આવેલા ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ ટેસ્ટિંગ  પછી અમેરિકાએ યુનાઇટેડ નેશન્સમાં પ્યોંગયાંગ વિરુદ્ધ આકરા પ્રતિબંધ લાદવાની માગણી ઉઠાવી છે. યુનાઇટેડ નેશન્સમાં અમેરિકન રાજદૂત નિક્કી હેલી એ ચીન અને રશિયા પર ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને છાવરવાનો આરોપ લગાવ્યો છે.  ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયા વિરુદ્ધ કડક પ્રતિબંધ લાદવાના અમેરિકાના પ્રસ્તાવની રશિયા […]

Uncategorized
ઉત્તર કોરિયા દ્વારા હાલમાં જ કરવામાં આવેલા ઇન્ટર કોન્ટિનેન્ટલ બેલેસ્ટિક મિસાઇલ ટેસ્ટિંગ  પછી અમેરિકાએ યુનાઇટેડ નેશન્સમાં પ્યોંગયાંગ વિરુદ્ધ આકરા પ્રતિબંધ લાદવાની માગણી ઉઠાવી છે. યુનાઇટેડ નેશન્સમાં અમેરિકન રાજદૂત નિક્કી હેલી એ ચીન અને રશિયા પર ઉત્તર કોરિયાના તાનાશાહ કિમ જોંગ ઉનને છાવરવાનો આરોપ લગાવ્યો છે.  ઉલ્લેખનીય છે કે, ઉત્તર કોરિયા વિરુદ્ધ કડક પ્રતિબંધ લાદવાના અમેરિકાના પ્રસ્તાવની રશિયા અને ચીન વિરોધ કરી રહ્યા છે.  આ વાતનો ઉલ્લેખ કરતાં નિક્કી હેલીએ કહ્યું કે, ઉત્તર કોરિયા પોલિટિકલ સમાધાનની સંભાવનાઓને ધીમે ધીમે ખતમ કરી રહ્યું છે. આથી જરૂર પડશે તો અમેરિકા તેના વિરુદ્ધ સૈન્ય કાર્યવાહી પણ કરી શકે છે.  યુએનમાં પોતાના સંબોધનમાં નિક્કી હેલીએ કહ્યું કે, મંગળવારના બેલેસ્ટિક મિસાઇલ ટેસ્ટિંગે વિશ્વને પહેલા કરતાં પણ વધુ ખતરનાક જગ્યા બનાવી દીધી છે.