Not Set/  રેસિપીઃ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રવા ઇડલી

    સામગ્રી 1 કપ સોજી 3 ટે.સ્પૂન દેશી ઘી ½ કપ ખાટું દહીં 2 ટી. સ્પૂન તાજી સમારેલી કોથમીર 2 લીલાં મરચાં ½ ટી.સ્પૂન રાઈ ½ ટી.સ્પૂન જીરું ½ ટી.સ્પૂન મરી પાઉડર 7-8 મીઠાં લીમડાનાં પાન 10-12 કાજુ મીઠું સ્વાદ પ્રમાણે અડધી ચમચી ખાવાનો સોડા   રીત : નોન સ્ટિક પેનમાં 2 ચમચી ઘી ગરમ કરવું. ઘી ગરમ થાય એટલે તેમાં ધીમા તાપે […]

Food
rava idli  રેસિપીઃ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક રવા ઇડલી

 

 

સામગ્રી
1 કપ સોજી
3 ટે.સ્પૂન દેશી ઘી
½ કપ ખાટું દહીં
2 ટી. સ્પૂન તાજી સમારેલી કોથમીર
2 લીલાં મરચાં
½ ટી.સ્પૂન રાઈ
½ ટી.સ્પૂન જીરું
½ ટી.સ્પૂન મરી પાઉડર
7-8 મીઠાં લીમડાનાં પાન
10-12 કાજુ
મીઠું સ્વાદ પ્રમાણે
અડધી ચમચી ખાવાનો સોડા

 

રીત :

નોન સ્ટિક પેનમાં 2 ચમચી ઘી ગરમ કરવું. ઘી ગરમ થાય એટલે તેમાં ધીમા તાપે સોજી શેકી લેવો.
સોજી આછા સોનેરી રંગનો થાય ત્યાં સુધી શેકાવા દેવો.
સોજીને બાઉલમાં ઠંડો થવા દો. સોજી ઠંડો થાય એટલે તેમાં દહીં મિક્સ કરો.
તાજી કોથમીર અને મરચું સમારી લેવા. ત્યાર બાદ એક પેનમાં થોડું ઘી ગરમ કરીને તેમાં રાઇ તતડાવી લેવી. રાઇ તતડે એટલે ગેસ બંધ કરીને તેલમાં કાજું સાતળી લેવાં.
પછી તેમાં મીઠો લીમડો નાખીને વઘાર તૈયાર કરી દેવો.
આ વઘારને ઇડલીના મિશ્રણમાં નાંખી દેવો.
ત્યારબાદ ઇડલીના ખીરામાં જરૂર મુજબનું પાણી,મીઠું અને ખાવાનો સોડા નાંખીને ખીરું બરાબર હલાવી લેવું.
ત્યાર બાદ ઇડલીના સ્ટેન્ડમાં તેલ લગાવીને તેમાં ખીરું પાથરી વરાળથી ઇડલી બફાવા દેવી.
ઇડલી તૈયાર થઈ જાય એટલે સ્ટેન્ડમાંથી કાઢીને  સાંભાર અથવા તો નાળિયેરની ચટણી સાથે સર્વ કરવી