Not Set/ લોકડાઉન/ અગરીયાઓની પહેલેથી જ ખરાબ હાલત વધુ કફોડી, જીવતા જાવ કોઇ સાંભળશે વ્યથા ??

હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસને લઇ હાહાકાર મચી ગયો છે. ગુજરાતમા પણ લોકડાઉન અમલી છે અને છેલ્લા ચાર મહિનાથી લોકો રોજીરોટી વગર પરેશાન છે. ત્યારે સમગ્ર દેશમાં સૌથી વધુ મીંઠુ કચ્છના નાના રણમાં અગરીયાઓ દ્રારા ઉત્પાદન કરવામાં આવી છે. રણમાં કાળી મંજુરી કરી મીઠું પકવતા અગરીયાઓની હાલત આમ તો અનેક પ્રશ્નો હોવાનાં કારણે પહેલાથી જ હાલ […]

Gujarat Others
df2e2705f9cc699a2dcefd854d8e6fa0 લોકડાઉન/ અગરીયાઓની પહેલેથી જ ખરાબ હાલત વધુ કફોડી, જીવતા જાવ કોઇ સાંભળશે વ્યથા ??

હાલ સમગ્ર દેશમાં કોરોના વાયરસને લઇ હાહાકાર મચી ગયો છે. ગુજરાતમા પણ લોકડાઉન અમલી છે અને છેલ્લા ચાર મહિનાથી લોકો રોજીરોટી વગર પરેશાન છે. ત્યારે સમગ્ર દેશમાં સૌથી વધુ મીંઠુ કચ્છના નાના રણમાં અગરીયાઓ દ્રારા ઉત્પાદન કરવામાં આવી છે. રણમાં કાળી મંજુરી કરી મીઠું પકવતા અગરીયાઓની હાલત આમ તો અનેક પ્રશ્નો હોવાનાં કારણે પહેલાથી જ હાલ ખરાબ હતી, લોકડાઉનમાં તે વધુ કફોડી બની છે, અને અગરીયાઓ હાલ બેકાર બન્યા છે. લાચાર અગિયારાઓ સરકાર પાસે સાહયની માંગ કરી રહયા છે. ત્યારે પ્રશ્નએ છે કે, આ મજબૂર અગિયારાઓની સ્થિતિ મામલે કોઇ ધ્યાન આપશે ? કોઇ સાંભળશે તેમને ? કે પછી બે ચારની આહુતી ચડ્યા પછી જ કોઇ પ્રશ્નને ગંભીર ગણતી સત્તાની દ્રષ્ટીએ હજુ તેમને સાંભળવાની કોઇ જરુર લાગતી નથી. 

સમગ્રતામાં વાત કરવામાં આવે તો, સુરેન્દ્રનગર જીલ્લામાં પાટડી અને ધ્રાંગધ્રા તાલુકાનાં ગામો સહિત ખારાગોઢા, કુંડા, નિમકનગર, કોપરણી ઝીંઝુવાડા, સહિતના ગામોના અગરીયાઓ દ્રારા રણમાં કાળી મંજુરી કરી અને સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ કચ્છના નાના રણમાં મીઠું પકવતા હોઇ છે. આ મીઠું દેશ અને વિદેશમાં પણ મોકલવામાં આવે છે અંદાજે 400 થી વધુ અગરીયા પરિવારો રણમાં મીંઠાનું ઉત્પાદન કરી પોતાનુ ગુજરાન ચલાવતા હોઇ છે.

રણમાં 48 ડીગ્રી તાપમાનમાં પણ તેઓ મીઠું પકવતા હોઇ છે. ઉનાળો હોઇ કે શિયાળો પોતાના શરીરની પરવા કર્યા વગર મીંઠાના અસરમાં કાળી મંજુરી કરી મીઠું પકવતા હોઇ છે. હાલ દેશમાં કોરોના વાયરસને લઇ હાહાકાર મચી ગયો છે અને સમગ્ર દેશમાં લોક ડાઉન ની જાહેરાત કરવામાં આવી હતી જેથી અગરીયાઓ એ મીઠું તો ઉત્પન્ન કરીને રાખ્યુ પરંતુ હાલ લોકડાઉનમાં મીઠું ખરીદનાર કોઇ નથી જેથી અગરીયાઓને પડયા માથે પાટુ જાવો ઘાટ સર્જાયો છે. હાલ પાટડી અને ધ્રાંગધ્રા તાલુકાનાં કુડા કોપરણી ઝીંઝુવાડા નિમકનગર જેવા ગામોના અગરીયા કુંટુબોની હાલત કફોડી બની છે અને હાલ ખાવાના પણ સાંસા પડી રહયા છે.

લોકડાઉન ના લીધે ઉત્પન્ન કરેલ મીઠું પડયુ છે, પણ કોઇ ખરીદનાર નથી જેથી અગરીયાઓની કાળી મંજુરી માથે પડી છે અને હાલ તેઓ સરકાર પાસે અગરીયાઓને સાહય આપે અને તેઓની માટે કોઇ પેકેજ જાહેર કરે અને જેમ સરકાર ટેકાના ભાવે અનાજ કપાસ કઠોળ ખરીદ કરે છે, તેમ મીઠું પણ ખરીદ કરે તો અગરીયાઓની હાલતમાં સુધારો થાય. અને તેઓ આર્થીક રીતે પગભર થઇ શકે જેથી અગરીયાઓની એક જ માંગ છે કે સરકાર અગરીયાઓની વેદના સમજી તાત્કાલિક સહાય જાહેર કરી અગરીયાઓની વાહ રે આવે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews