Not Set/ વડોદરા/ પોલીસ જવાનો હવે થી લોકડાઉનમાં નહીં વાપરી શકે મોબાઈલ ફોન : પોલીસ કમિશ્નર

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે વડોદરા જીલ્લામાં પણ કોરોના વાઈરસ મઝા મૂકી રહ્યું છે. જીલ્લામાં કોરોના સંક્રમીતોની સંખ્યા ૩૫૦ ને પાર કરી ચુકી છે. કોરોના ના સંક્રમણને નાથવા માટે વડોદરા પોલીસ કમિશનર દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે. વડોદરામાં લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવવા પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોતે મહત્વનો નિર્ણય લીધો […]

Gujarat Vadodara
e4d0c30aa6daea385d91a7a4b4f1e457 વડોદરા/ પોલીસ જવાનો હવે થી લોકડાઉનમાં નહીં વાપરી શકે મોબાઈલ ફોન : પોલીસ કમિશ્નર

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે વડોદરા જીલ્લામાં પણ કોરોના વાઈરસ મઝા મૂકી રહ્યું છે. જીલ્લામાં કોરોના સંક્રમીતોની સંખ્યા ૩૫૦ ને પાર કરી ચુકી છે. કોરોના ના સંક્રમણને નાથવા માટે વડોદરા પોલીસ કમિશનર દ્વારા અગત્યનો નિર્ણય લેવામાં આવ્યો છે.

વડોદરામાં લોકડાઉનનું કડકાઈથી પાલન કરાવવા પોલીસ કમિશ્નર અનુપમ સિંહ ગેહલોતે મહત્વનો નિર્ણય લીધો છે. તો જે તે પોલીસ પોઈન્ટ પર ફરજ બજાવતા પોલીસ જવાનો ફોન નહીં વાપરી શકે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. પોલીસ સિનિયર અધિકારીઓજ ડ્યુટી દરમિયાન ફોનનો ઉપયોગ કરી શકશે ત્યારે બાકીના પોલીસ જવાનોને ફોન સ્વીચ ઓફ કરી પોતાના સિનિયર અધિકારીને જમા કરાવવો પડશે.

પોલીસકર્મીઓ મોબાઇલ ફોન વધારે વાપરતા હોવાથી લોકડાઉનની કામગીરી બરાબર થઇ શકતી નથી. સાથે સાથે વારંવાર મોબાઇલનો ઉપયોગ કરવાથી ચેપ લાગવાની પણ શક્યતા હોય છે. રાજ્ય પોલીસ વડા શિવાનંદ ઝાના આદેશ મુજબ વડોદરા પોલીસ કમિશ્નરે નિર્ણય લીધો છે. તમામ બંદોબસ્તના પોલીસ કર્મીઓને તેમના મોબાઇલ સ્વિચ ઓફ કરીને પોતપોતાના વાહનોમાં મૂકી અને બંદોબસ્તનો સમય પૂર્ણ થયા બાદ તેમનો ફોન ચાલુ કરી શકે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.