Not Set/ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સઘન સિક્યુરિટીનો ફિયાસ્કો, કૉંગ્રેસના ધારાસભ્યને મુખ્યમંત્રી તરીકે આમંત્રણ

અમદાવાદઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017 માં આમંત્રણમાં મોટા છબરડા સામે આવ્યા છે. સમિટમાં રાજકોટના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુને મુખ્યમંત્રી તરીકે આમંત્રણ આપવામાં આવતા સઘન સિક્યુરિટીના દાવાનો ફિયાસ્કો થયો છે. વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017 માં ઓનલાઇને રજીસ્ટ્રેશન અને ડિજીટલ કોડવર્ડના આધારે જે આમંત્રિતોને પ્રવેશ મળી શકે તેવી ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેથી કોઇ ચકલુય […]

Uncategorized
Rajkot East Indranil Rajyaguru વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં સઘન સિક્યુરિટીનો ફિયાસ્કો, કૉંગ્રેસના ધારાસભ્યને મુખ્યમંત્રી તરીકે આમંત્રણ

અમદાવાદઃ વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017 માં આમંત્રણમાં મોટા છબરડા સામે આવ્યા છે. સમિટમાં રાજકોટના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુને મુખ્યમંત્રી તરીકે આમંત્રણ આપવામાં આવતા સઘન સિક્યુરિટીના દાવાનો ફિયાસ્કો થયો છે.

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ 2017 માં ઓનલાઇને રજીસ્ટ્રેશન અને ડિજીટલ કોડવર્ડના આધારે જે આમંત્રિતોને પ્રવેશ મળી શકે તેવી ચુસ્ત વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેથી કોઇ ચકલુય નહી ફરકી શકે તેવો રાજ્ય સરકારે દાવો કર્યો હતો.

રાજ્ય સરકારના  આ દાવાનો ફિયાસ્કો થયો હોય તે વાઇબ્રન્ટ સમિટમાં  કોડવર્ડ આધારીત આમંત્રણમાં છબરડા વાળ્યા છે જેથી વાઇબ્રન્ટ સમિટમાં સલામતી સામે જ મોટા સવાલો ઉભા થયા છે. આ આમંત્રણાં રાજકોટ કૉંગ્રેસના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુને ગુજરાતના મુખ્યમંત્રી તરીકે આમંત્રણ આપવામાં આવ્યું છે.

વાઇબ્રન્ટ સમિટમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ગુજરાતમાં ત્રણ દિવસ સુધી રોકાણ કરવાના છે. છેથી સુરક્ષાની દ્રષ્ટીએ મહાત્મા મંદિરમાં  આ વખતે આમંત્રિતોથી માંડિને મુલાકાતીઓ ચુસ્ત સુરક્ષા વચ્ચેથી પસાર થવું પડશે. આમંત્રીતોને કોડવર્ડ આપવામાં આવ્યા છે.

રાજકોટના ધારાસભ્ય ઇન્દ્રનીલ રાજ્યગુરુને S 0177 કોડ નંબર આપીને મુખ્યમંત્રી તરીકે આમંત્રણ આપવામાં આવ્યુઁ છે. તેવી જ રીતે ઠાસરાના કૉંગ્રેસના ધારાસભ્યને લિડર ઓફ ઓપોઝિશન તરીકે આમંત્રણ આપવમાં આવ્યું છે.