Not Set/ વિજય નેહરા : જાહેરમાં મોઢું અને નાક ઢાંકવુ આવનાર ઘણા મહિના સુધી જરૂરી બનશે

ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે અમદાવાદની હાલત ઘણી નાજુક વર્તાઈ રહી છે. ત્યારે અમદાવાની પરિસ્થિતિ અંગે માહિતી આપતા અમદાવાદ મનપા કમિશ્નર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં  એક્ટિવ કેસના દરમાં ઘટાડો થયો છે પણ હજુ સાવચેતીની જરુરુ છે.  SVP હોસ્પિટલના તમામ બેડ હવે લગભગ ફૂલ થવા આવ્યા છે. અમદાવાદમાં 48 દર્દી વેન્ટિલેટર […]

Ahmedabad Gujarat
afd8cf4604ed95ed34a2415d2c386eee વિજય નેહરા : જાહેરમાં મોઢું અને નાક ઢાંકવુ આવનાર ઘણા મહિના સુધી જરૂરી બનશે
afd8cf4604ed95ed34a2415d2c386eee વિજય નેહરા : જાહેરમાં મોઢું અને નાક ઢાંકવુ આવનાર ઘણા મહિના સુધી જરૂરી બનશે

ગુજરાતમાં કોરોના વાયરસે કાળો કહેર મચાવ્યો છે. ત્યારે અમદાવાદની હાલત ઘણી નાજુક વર્તાઈ રહી છે. ત્યારે અમદાવાની પરિસ્થિતિ અંગે માહિતી આપતા અમદાવાદ મનપા કમિશ્નર વિજય નહેરાએ જણાવ્યું હતું કે, અમદાવાદમાં  એક્ટિવ કેસના દરમાં ઘટાડો થયો છે પણ હજુ સાવચેતીની જરુરુ છે.  SVP હોસ્પિટલના તમામ બેડ હવે લગભગ ફૂલ થવા આવ્યા છે. અમદાવાદમાં 48 દર્દી વેન્ટિલેટર પર છે.

10 ટકા એક્ટિવ કેસમાં વૃદ્ધિ દર હતો જે હવે ઘટ્યો છે. 3જી તારીખ સુધી 5થી 6 ટકા સુધી લઈ જવાનો છે. મે મહિનામાં દુકાનો ખુલશે અને બજારો ખુલશે. લોકડાઉન ખુલે અને તમામ લોકો બજારમાં એક સાથે જશે તો કોરોનાનું સંક્રમણ રોકી નહીં શકાય.

અનેક મહિનાઓ સુધી માસ્કને આપણી આદતો અને ટેવમાં સામેલ કરવી પડશે. વેપારીઓએ પોતાની દુકાન પર સેનેટાઈઝરની વ્યવસ્થા કરવી પડશે. સ્ટોરમાં આવેલી વસ્તુને હાથ અડાડતા હોય તો તેમને સેનેટાઈઝ કરી લેવી. સાબુથી વારંવાર હાથ ધોવા. જાહેરમાં થુંકી નહીં શકાય. ટુવ્હીલર પર જયાં સુધી પરિસ્થિતિ સામાન્ય ન થાય ત્યાં સુધી માત્ર એક જ વ્યક્તિ એસી શકશે. જયારે ફોર વ્હીલર પર પણ ૧ કે બે જ વ્યક્તિ બેસી શકશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને Facebook, Twitter, Instagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.