Not Set/ સિદ્ધપુરના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસ

છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કરતા લોકોની સંખ્યા ખુબ વધી છે. આ જ પ્રમાણે સિદ્ધપુરનો યુવાન બ્રિજેશભાઈ જગદીશભાઈ જોશી મહેસાણા ખાતે રહી ઇલેક્ટ્રિકના વેપારમાં વ્યવસાય અર્થે લીધેલા પૈસા બાદ વ્યાજના ચક્રમાં ફસાયો હતો.  ત્યારબાદ મહેસાણા ના 12 જેટલા વ્યાજખોરોએ 5 થી 10 ટાકા અને તેનાથી પણ વધારે માસિક વ્યાજ વસૂલી મૂડી […]

Gujarat Others
8a28df4839f3c1783406429ee7135bd4 સિદ્ધપુરના યુવાને વ્યાજખોરોના ત્રાસથી કંટાળી કર્યો આપઘાતનો પ્રયાસ

છેલ્લા કેટલાક વર્ષોથી રાજ્યમાં વ્યાજખોરોના ત્રાસથી કંટાળી આપઘાતનો પ્રયાસ કરતા લોકોની સંખ્યા ખુબ વધી છે. આ જ પ્રમાણે સિદ્ધપુરનો યુવાન બ્રિજેશભાઈ જગદીશભાઈ જોશી મહેસાણા ખાતે રહી ઇલેક્ટ્રિકના વેપારમાં વ્યવસાય અર્થે લીધેલા પૈસા બાદ વ્યાજના ચક્રમાં ફસાયો હતો. 

ત્યારબાદ મહેસાણા ના 12 જેટલા વ્યાજખોરોએ 5 થી 10 ટાકા અને તેનાથી પણ વધારે માસિક વ્યાજ વસૂલી મૂડી કરતા પણ બમણા વ્યાજ આપવા છતાંય વેપારી યુવક પાસે પઠાણી ઉઘરાણી કરી વારંવાર ધાક ધમકીઓ આપતા આખરે ત્રાસી ગયેલ યુવકે 12 પાનની સુસાઇટ નોટ લખી વ્યાજખોરોના ત્રાસથી છૂટવા જીવન ટૂંકાવવા ઝેરી દવા પી લીધી હતી..પરંતુ સિદ્ધપુરની ધારપુર હોસ્પિટલમાં સમયસર સારવાર મળતા 4 દિવસ બાદ યુવક ભાનમાં આવતા મહેસાણા ના 9 જેટલા વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવતા ચકચાર મચી જવા પામી છે.

વ્યાજખોરોના ત્રાસે અંતિમ પગલું ભરી રહેલા બ્રિજેશભાઈના પેન્ટના ખિસ્સામાંથી પોલીસને 12 પાનની સુસાઇટ નોટ મળી આવી હતી, જેમાં પોતે વ્યાજખોરોના ત્રાસે કંટાળી આ છેલ્લું પગલું ભરી રહયા હોવાનું અને મારા મોટ બાદ આ વ્યાજખોરો તેમના પરિવાર પાસે ઉઘરાણી ના કરે તેમ જણાવ્યું હતું અને મારા સંતાન અને પત્ની શાંતિથી જીવન નિર્વાહ કરવા દેવા અપીલ કરી હતી…જયારે પોલીસ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવતા કેટલાક વ્યાજખોરો ભૂગર્ભમાં ઉતરી ગયા હોવાનું જાણવા મળ્યું છે..ત્યારે આ ઘટનાને લઈને સિદ્ધપુર અને મહેસાણામાં ભારે ચકચાર મચી છે…

આ  વ્યાજખોરો સામે નોંધાઈ પોલીસ ફરિયાદ?

01) અરવિંદભાઈ દેસાઈ ( રામોસણા, મહેસાણા )

02) જયેશભાઇ દેસાઈ   ( રામોસણા, મહેસાણા )

03) ગૌરાંગ હસમુખભાઈ પટેલ ( મહેસાણા )

04) જયરામભાઈ રાવલ ( મહેસાણા )

05)  વિષ્ણુભાઈ ફુલજીભાઈ ચૌધરી ( આંબલીયાસન, મહેસાણા )

06) રોહિતભાઈ જાની ( જાની વાડો, મહેસાણા )

07) સુનિલભાઈ ચૌધરી ( બોરીયાવી, મહેસાણા )

08) નરેશભાઈ ચૌધરી ( મહેસાણા )

09) લલિતભાઈ શાહ (મહેસાણા, હાલ અમદાવાદ )

વ્યાજખોરો 5 થી 10 ટકા પઠાણી વ્યાજ પડાવતા હતા

બ્રિજેશભાઈ જોશી એ પોલીસ ફરિયાદમાં અને સુસાઇટ નોટમાં જણાવ્યા પ્રમાણે મહેસાણા ખાતે રહેતા આ 9 જેટલા વ્યાજખોરો પાસેથી અલગ અલગ 70 લાખ રૂપિયા ઉછીના વ્યાજે લીધા હતા અને તેઓને માસિક 5 થી લઈ 10 ટકા સુધીનું વ્યાજ ચુકવતા તેઓને મૂડી કરતા પણ વધુ વ્યાજ ચૂક્યું હતું છતાંય વ્યાજખોરો સતત પઠાણી ઉઘરાણી કરી ધાકધમકીઓ આપી હેરાન પરેશાન કરતા આખરે બ્રિજેશભાઈ જીવનથી કંટાળી પોતાનું જીવન ટૂંકાવવા આ પગલું ભર્યું હતું.

વ્યાજખોરો સામે પોલીસ દ્વારા કડક પગલાં ભરવા જરૂરી

ફરિયાદી બ્રિજેશભાઈ ના જણાવ્યા મુજબ આ વ્યાજખોરોના ત્રાસથી તેઓ જ નહિ પરંતુ તેમનો પૂરો પરિવાર અસહ્ય યાતના ભોગવતો હતો. વ્યાજખોરો મહેસાણા ખાતે ઘરે આવીને પણ પઠાણી ઉઘરાણી કરતા હતા. એક વખત શરૂ થયેલું વ્યાજખોરોનું ચક્ર કદાપિ પૂરું થતું નથી અને આખરે જીવન ટૂંકાવવા સિવાય કોઈ રસ્તો સુજતો નથી જેથી પોલીસે આવા વ્યાજખોરો સામે કડકમાં કડક પગલાં ભરવા જરૂરી છે જેથી અન્ય કોઈ યુવાન પોતાનું જીવન ટૂંકાવવા મજબુર ના બને.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.