Not Set/ સુરત/ ફરી એક વખત પરપ્રાંતિયો વતન જવા બન્યા હિંસક, પોલીસ પર કર્યો પથ્થરમારો

કોરોના વાઇરસના કહેર વચ્ચે પરપ્રાંતિયોનો મુદ્દે વકરતો જઈ રહ્યો છે. રાજ્ય સરકાર હાલે કહી રહી હોય કે ગુજરાતમાંથી ૧૦૦ થી વધુ ટ્રેન મારફતે પરપ્રાંતિયોને વતન મોકલવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ફરી એકવાર સુરતમાં પરપ્રાંતિયોનો મામલો ગરમાયો છે. સુરતમાં ફરી એક વખત પરપ્રાંતિયોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. મોટી સંખ્યામાં પરપ્રાંતિયો રોડ પર આવી પોલીસ […]

Gujarat Surat
007ec12b90efe42be3b289a3ea3f3fcf સુરત/ ફરી એક વખત પરપ્રાંતિયો વતન જવા બન્યા હિંસક, પોલીસ પર કર્યો પથ્થરમારો

કોરોના વાઇરસના કહેર વચ્ચે પરપ્રાંતિયોનો મુદ્દે વકરતો જઈ રહ્યો છે. રાજ્ય સરકાર હાલે કહી રહી હોય કે ગુજરાતમાંથી ૧૦૦ થી વધુ ટ્રેન મારફતે પરપ્રાંતિયોને વતન મોકલવાની કામગીરી ચાલી રહી છે. ત્યારે ફરી એકવાર સુરતમાં પરપ્રાંતિયોનો મામલો ગરમાયો છે.

સુરતમાં ફરી એક વખત પરપ્રાંતિયોએ પોલીસ પર પથ્થરમારો કર્યો હતો. મોટી સંખ્યામાં પરપ્રાંતિયો રોડ પર આવી પોલીસ સામે આવી ગયા હતા. પોલીસની ગાડીઓને પણ આ પથ્થરમારામાં નુકસાન થયું છે, સુરતમાં સતત પરપ્રાંતિયોનું ઘર્ષણ વધી રહ્યું છે. મોટી સંખ્યામાં પોલીસ કાફલો મોરા ગામ ખાતે પહોંચી ગયો છે અને સ્થિતિમાં કાબૂમાં લીધી હતી. પોલીસે ચાર ટીયરગેસના સેલ છોડ્યા અને 50થી વધુ શ્રમિકોની અટકાયત કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.