Not Set/ સુરેન્દ્રનગર/ ભ્રગૃપુરના સરપંચ અને તલાટીએ 18 લાખથી વધુનો કર્યો ભ્રષ્ટાચાર, તપાસનો રેલો CM સુધી પહોંચ્યો

@સચીન પીઠવા મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભ્રગૃપુરના સરપંચ અને તલાટીએ ગટર, રસ્તા, કોઝવે અને સ્મશાન ઘાટની દિવાલના કામોમાં 18 લાખથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની વિગતો બહાર આવી છે. જાગૃત નાગરિકે કલેક્ટરથી લઈ મુખ્યમંત્રી સુધી રજુઆત કરી તપાસની માંગ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે. ચુડા રેલવે સ્ટેશન પાસે રહેતા હરદેવસિંહ બચુભા […]

Gujarat Others
9d1de6ebf81394cf9a30d6200f965f90 સુરેન્દ્રનગર/ ભ્રગૃપુરના સરપંચ અને તલાટીએ 18 લાખથી વધુનો કર્યો ભ્રષ્ટાચાર, તપાસનો રેલો CM સુધી પહોંચ્યો

@સચીન પીઠવા મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકાના ભ્રગૃપુરના સરપંચ અને તલાટીએ ગટર, રસ્તા, કોઝવે અને સ્મશાન ઘાટની દિવાલના કામોમાં 18 લાખથી વધુનો ભ્રષ્ટાચાર કર્યો હોવાની વિગતો બહાર આવી છે. જાગૃત નાગરિકે કલેક્ટરથી લઈ મુખ્યમંત્રી સુધી રજુઆત કરી તપાસની માંગ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

ચુડા રેલવે સ્ટેશન પાસે રહેતા હરદેવસિંહ બચુભા ઝાલાએ કલેક્ટર, ડીડીઓ, વિજીલન્સ કમિશનર, મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆતમાં જણાવ્યું હતું કે ભ્રગૃપુર ગામના સરપંચ અને તલાટીએ કબ્રસ્તાન તરફ નદીમાં જતી ભુગર્ભ ગટર બનાવ્યા વગર 1.82 લાખની ઉચાપત, પંચાયત ઓફિસથી સામા કાંઠાના બેઠા કોઝવે 7.50 લાખની ખાયકી કરી છે.

ગ્રામ પંચાયતથી લીંબડી-રાણપુર માર્ગ સુધીના સીસી રોડના કામમાં 4.50 લાખ, જગદીશ માવજીના ગલ્લાથી કલ્યાણ ગોપાલના ઘર સુધી 3 લાખના સીસી રોડ અને સ્મશાન ઘાટની દિવાલ વરંડો તેમજ દરવાજાના 1.50 લાખના કામોમાં બાંધકામ કર્યાં વગર બારોબાર બીલ બનાવી સરકારી નાણાંની ઉચાપત કરી હોવાનો આક્ષેપ કર્યો છે. જાગૃત નાગરિકે ઉચ્ચ સ્તરીય રજૂઆત કરી તપાસની માંગ કરતા ખળભળાટ મચી જવા પામ્યો છે.

મારા ઉપર ખોટા આક્ષેપો કરી મને બદનામ કરે છે. જસમતભાઈ ડાભી. સરપંચ. ભ્રગૃપુર ગટર, રસ્તા સહિતના તમામ કામો મેં ઈમાનદારીથી કર્યાં છે. તેઓ મારા વિરોધીઓની ચડામણીમાં આવી મારા વિરુદ્ધ ખોટી તપાસ મંગાવી મને બદનામ કરવાની કોશિશ કરે છે. થોડા સમય પહેલા મારા વિરુદ્ધ અવિશ્વાસની દરખાસ્ત પણ લાવ્યા હતા. તેમા તેઓ નિષ્ફળ ગયા હતા. એટલે હવે આ ચાલુ કર્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.