રાજકોટ/ કેનાલ રોડ પર આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ગઠિયાઓ દ્વારા રૂ.1.83 લાખની ચોરી કરાઇ

રાજકોટમાં કેનાલ રોડ પર આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં બેંકનું રૂટિન કામ ચાલુ હતુ ત્યારે બેંકના ઇન્ચાર્જ કેશિયર સંગીતાબેન ચેમ્બરમાં આવી જણાવ્યું કે, પોતે ફ્રેશ થવા ગયા ત્યારે પાછળથી કોઇ કાઉન્ટરના ડ્રોઅરમાંથી કોઇ રોકડ ચોરી ગયા છે

Gujarat Rajkot
Untitled 52 કેનાલ રોડ પર આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં ગઠિયાઓ દ્વારા રૂ.1.83 લાખની ચોરી કરાઇ

રાજકોટ આમ તો રંગીલું  શહેર તરીકે જાણીતું છે . પરંતુ આજ કલ રાજકોટમાં ગુનાખોરીના  કેસો સતત વધતાં જોવા મળી રહ્યા  છે ત્યારે  એવો જ એક કિસ્સો સામે આવ્યો છે  જેમાં   બેન્કમાં થી ચોરી કરી હોય તેવો એક કિસ્સો સામે આવ્યો છે . જે અંતર્ગત જ રાજકોટમાં કેનાલ રોડ પર આવેલી સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયામાં બેંકનું રૂટિન કામ ચાલુ હતુ ત્યારે બેંકના ઇન્ચાર્જ કેશિયર સંગીતાબેન ચેમ્બરમાં આવી જણાવ્યું કે, પોતે ફ્રેશ થવા ગયા ત્યારે પાછળથી કોઇ કાઉન્ટરના ડ્રોઅરમાંથી કોઇ રોકડ ચોરી ગયા છે. જેથી તુરંત બેંકમાં લગાડેલા સીસીટીવી કેમેરા ચેક કર્યા હતા. બેંકમાં સવારે 11.32 ના સમયે માસ્ક પહેરેલા ચાર વ્યક્તિ ગ્રાહકના સ્વરૂપમાં અંદર આવતા દેખાયા હતા.

આ પણ વાંચો ;મોટું નિવેદન / ભાજપ અધ્યક્ષ ચંદ્રકાંત પાટિલે આપ્યું મોટું નિવેદન,ઉદ્વવ ઠાકરે બનાવશે પુત્ર આદિત્યને મુખ્યમંત્રી!

જે પૈકીનો એક શખ્સ કેશિયર કાઉન્ટર પાસે જઇ અન્ય કર્મચારીઓની નજર ચૂકવીને કાઉન્ટરમાંથી રોકડા રૂપિયા તફડાવતો અને 11.36ના સમયે ચારેય વ્યક્તિ બેંક બહાર નીકળી ગયાનું જોવા મળ્યું હતું.બાદમાં કેશિયરે તપાસ કરતા ગ્રાહકના સ્વાંગમાં આવેલા ગઠિયાઓ કાઉન્ટરમાંથી જુદા જુદા દરની ચલણી નોટ મળી કુલ રૂ.1,83,500ની રકમ તફડાવી ગયાનું જાણવા મળ્યું હતું.

આ પણ વાંચો ;જરાતી લોક ગાયક / મંતવ્ય ન્યૂઝ પર દેવ પગલી સાથે ખાસ વાતચીત,  સો. મીડિયા પર ચાંદ વાલા મુખડાએ મચાવી ધૂમ  

મહતવનું છે  કે ડિવિઝન પોલીસને જાણ કરતા પીઆઇ સી. જી. જોષી સહિતનો સ્ટાફ બેંક પર દોડી આવ્યા હતા. અને સીસીટીવી તપાસ્યા હતા. જેમાં ચાર વ્યક્તિ પૈકી બે શખ્સના ચહેરા સ્પષ્ટ દેખાતા વર્ણનના આધારે ગઠિયાઓને પકડવા પોલીસે તપાસ હાથ ધરી છે.