India Tada Case/ 1993માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો આરોપી અબ્દુલ કરીમ ટુડા, અજમેર કોર્ટે આપ્યો ચુકાદો

રાજસ્થાનની અજમેર કોર્ટે 1993ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટના આરોપીને લઈને મોટો ચુકાદો આપ્યો છે.  અજમેરની ટાડા કોર્ટે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી અબ્દુલ કરીમ ઉર્ફે ટુંડાને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે.

Top Stories India Breaking News
YouTube Thumbnail 2024 02 29T154042.663 1993માં સિરિયલ બોમ્બ બ્લાસ્ટનો આરોપી અબ્દુલ કરીમ ટુડા, અજમેર કોર્ટે આપ્યો ચુકાદો

રાજસ્થાનની અજમેર કોર્ટે 1993ના સિરિયલ બોમ્બ બ્લાસ્ટના આરોપીને લઈને મોટો ચુકાદો આપ્યો છે.  અજમેરની ટાડા કોર્ટે સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસના મુખ્ય આરોપી અબ્દુલ કરીમ ઉર્ફે ટુંડાને પુરાવાના અભાવે નિર્દોષ જાહેર કર્યા છે. જો કે આ કેસમાં નામ આપવામાં આવેલા અન્ય આરોપીઓ સામે કોઈ ચુકાદો આપવામાં આવ્યો નથી. અજમેર ટાડા કોર્ટે પોતાના નિર્ણયમાં કહ્યું કે અબ્દુલ કરીમ ટુડા વિરુદ્ધ કોઈ પ્રત્યક્ષ પુરાવા મળ્યા નથી. મહત્વનું છે કે સીરિયલ બ્લાસ્ટ થયાના લગભગ 31 વર્ષ બાદ દરેક લોકો કોર્ટના ન્યાયની રાહ જોઈ રહ્યા હતા ત્યારે આ ચુકાદો સામે આવ્યો. ટાડા કોર્ટે અબ્દુલ કરીમ ટુડાને નિર્દોષ જાહેર કરતાં અન્ય આરોપીઓ ઈરફાન અને હમીદુદ્દીનને દોષિત જાહેર કર્યા છે. કોર્ટે બંનેને આજીવન કેદની સજા ફટકારી છે.

ટાડા કોર્ટે આપ્યો ચુકાદો

છેલ્લા 30 વર્ષથી કોર્ટમાં ટ્રાયલ ચાલ્યા બાદ ટાડા કોર્ટે ગુરૂવારે આરોપી અબ્દુલ કરીમ ઉર્ફે ટુંડા અને અન્ય આરોપીઓની સુનાવણી પૂર્ણ થયા બાદ પોતાનો ચુકાદો આપ્યો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં કહ્યું હતું કે જ્યાં પણ વિસ્ફોટો થયા હતા ત્યાં ટુંડાની હાજરીના કોઈ પુરાવા મળ્યા નથી.  અજમેરની ટાડા કોર્ટે સીબીઆઈના આરોપોને ફગાવી દીધા અને અબ્દુલ કરીમ ઉર્ફે ટુંડાને નિર્દોષ જાહેર કરવાનો નિર્ણય આપતા અન્ય બે આરોપીઓની આજીવન કેદની સજા ફટકારી છે. કેન્દ્ર સરકાર પાસેથી કાયદાકીય અભિપ્રાય લીધા બાદ સીબીઆઈ સુપ્રીમ કોર્ટનો સંપર્ક કરશે.

વકીલની દલીલ

અબ્દુલ કરીમ ટુંડાના એડવોકેટ અબ્દુલ રશીદ અને વિનીતે કહ્યું કે સીબીઆઈ કોર્ટ દ્વારા કરવામાં આવેલા આરોપોને કોર્ટે સ્વીકાર્યા નથી. તેમણે કહ્યું કે સીબીઆઈએ ટુંડા વિરુદ્ધ કોઈ નક્કર પુરાવા રજૂ કર્યા નથી. આ કેસ સાથે જોડાયેલા અધિકારીઓ પણ આજે કોર્ટમાં હાજર રહ્યા ન હતા. સેંકડો સાક્ષીઓ, પુરાવાઓ, લાંબી તારીખો અને ચર્ચા બાદ અજમેર ટાડા કોર્ટના જજ મહાવીર પ્રસાદ ગુપ્તાએ આ ચુકાદો આપ્યો હતો.

ચાર્જશીટમાં નહોતું નામ

આ કેસમાં સૌથી ચોંકાવનારી વાત એ હતી કે છેલ્લા 30 વર્ષથી ચાલી રહેલી CBIની ચાર્જશીટમાં પણ અબ્દુલ કરીમ ટુંડાનું નામ ન હતું, જેના કારણે ટુંડાને ફાયદો થયો અને જજે તેને નિર્દોષ જાહેર કર્યો. જ્યારે અન્ય બે આરોપી ઈરફાન અને હમીમુદ્દીનને કોર્ટે દોષિત ઠેરવ્યા છે અને તેમને આજીવન કેદની સજા ફટકારી છે. 

સીરિયલ બોમ્બ બ્લાસ્ટ

ઉલ્લેખનીય છે કે 6 ડિસેમ્બર 1993ના રોજ બાબરી મસ્જિદ ધ્વંસની પ્રથમ વરસી પર આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડા પર દેશના અલગ-અલગ શહેરોમાં રાજધાની એક્સપ્રેસ ટ્રેનમાં સીરિયલ બોમ્બ બ્લાસ્ટનો આરોપ હતો.  વર્ષ 1993માં મુંબઈ, કાનપુર, હૈદરાબાદ, સુરત અને લખનઉની કેટલીક ટ્રેનોમાં એક પછી એક બ્લાસ્ટ થયા હતા. આ કેસમાં અબ્દુલ કરીબ ટુંડા, ઈરફાન અને હમીમુદ્દીન પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા હતા. અબ્દુલ કરીમ ટુંડા 2013માં નેપાળ બોર્ડર પરથી ઝડપાયો હતો. તમામ આરોપીઓ સામે ટાડા એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો. આ કેસમાં અત્યાર સુધીમાં 150 થી વધુ લોકોએ જુબાની આપી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Gujarat/ગુજરાતમાં માર્ચના આરંભે ફરી જોવા મળશે ઠંડીની લહેર, અનેક સ્થાનો પર વરસાદની સંભાવના

આ પણ વાંચો: Solar Park-Notice/સોલર પાર્કના ડાયરેક્ટરને ધારીના મામલતદારની નોટિસ

આ પણ વાંચો: Himalayan Region Drought/માત્ર 3 ડિગ્રી વધુ… અને આખો હિમાલય સુકાઈ જશે, વૈજ્ઞાનિકોએ ‘આપત્તિ’ વિશે આપી મોટી ચેતવણી

આ પણ વાંચો:વિદેશી સામાનની વધુ તપાસ ન કરવા લાંચ લેતા કસ્ટમના બે અધિકારી સહિત 3 ઝડપાયા