ક્રાઈમ/ સુરતમાં 1 કિલો કરતાં વધુ અફીણના જથ્થા સાથે 2 ઝડપાયા

સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા પપ્પુસિંગ રાજપૂત નામના વ્યક્તિએ રાજસ્થાનના ઉદયપુરમાં રહેતા ગોપાલ નામના ઈસમ પાસેથી અફીણનો જથ્થો મંગાવ્યો છે.

Gujarat Surat
Mantavyanews 6 7 સુરતમાં 1 કિલો કરતાં વધુ અફીણના જથ્થા સાથે 2 ઝડપાયા

@અમિત રૂપાપરા 

Surat News: સુરતની સારોલી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી અફીણના જથ્થા સાથે બે ઈસમો ઝડપાયા છે. આ બંને પાસેથી પોલીસે 1 કિલો 14 ગ્રામ અફીણનો જથ્થો જપ્ત કર્યો છે. જેની કિંમત 5,07,000 રૂપિયા થવા પામે છે અને પોલીસે આ અફીણનો જથ્થો આપનાર ઉદયપુરના એક ઈસમને તેમજ અફીણ મંગાવનાર ગોડાદરાના એક ઇસમને વોન્ટેડ જાહેર કર્યા છે.

સુરતના સારોલી પોલીસ સ્ટેશનના પોલીસ કર્મચારીઓને બાતમી મળી હતી કે, સુરતના ગોડાદરા વિસ્તારમાં રહેતા પપ્પુસિંગ રાજપૂત નામના વ્યક્તિએ રાજસ્થાનના ઉદયપુરમાં રહેતા ગોપાલ નામના ઈસમ પાસેથી અફીણનો જથ્થો મંગાવ્યો છે. પપ્પુસિંગ રાજપૂત અફીણનો જથ્થો લેવા માટે નિયોલ ચેકપોસ્ટ અંબાબા કોલેજ પાસે આવવાનો છે.

તેથી બાતમીના આધારે પોલીસે અંબાબા કોલેજ પાસે વોચ ગોઠવી હતી અને જ્યારે ગોપાલ પપ્પુસિંગને અફીણનો જથ્થો આપવા આવ્યો તરત જ પોલીસે ગોપાલ અને પપ્પુસિંગની અફીણના જથ્થા સાથે ધરપકડ કરી હતી. પોલીસે 1 કિલો 14 ગ્રામ અફીણનો જથ્થો કે, જેની કિંમત 5,07,000 હજાર રૂપિયા થાય છે તે જપ્ત કર્યો છે  ઉપરાંત અંગજડતીના રોકડા રૂપિયા 15,120, 3 મોબાઈલ, કોલેજ બેગ તેમજ એક મોટરસાયકલ મળીને કુલ 6,17,120નો મુદ્દામાલ જપ્ત કર્યો છે અને આ સમગ્ર મામલે સારોલી પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

પોલીસની તપાસમાં સામે આવ્યું છે કે, અફીણનો મુદ્દામાલ લાવનાર ગોપાલલાલ જનવા કે, જે ખેતી કામ કરે છે અને રાજસ્થાનના ચિત્તોડગઢના બોહેડ ગામનો રહેવાસી છે. પપ્પુસિંહ રાજપુત જે છૂટક ડ્રાઇવિંગ કામ કરે છે અને ગોડાદરા વિસ્તારમાં રહે છે અને મૂળ રાજસ્થાનના સામુજા ગામનો વતની છે. આ બંને ઈસમોની પૂછપરછ માં સામે આવ્યું હતું કે, ગોપાલને આ જથ્થો રાજસ્થાનના ઉદયપુરના નારણપુરા ગામમાં રહેતા શોભાલાલ સુથાર દ્વારા આપવામાં આવ્યો હતો. તેથી પોલીસે શોભાલાલ સુથાર તેમજ જથ્થો મંગાવનારા બીજા આરોપી પપ્પુસિંગના પુત્ર મહેન્દ્રસિંહ રાજપુતને વોન્ટેડ જાહેર કરી તેમને પકડવાના ચક્રોગતિમાન કર્યા છે. જોકે આ બંને છેલ્લા કેટલા સમયથી અફીણના જથ્થાની હેરફેર કરતા હતા તે બાબતે પોલીસ દ્વારા તપાસા ધરવામાં આવી છે. આ સમગ્ર મામલે તપાસ વરાછા પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે.

આ પણ વાંચો:સમરસ હોસ્ટેલમાં હોબાળો, આ કારણે વિદ્યાર્થીઓ કરી રહ્યાં છે વિરોધ

આ પણ વાંચો:ભારે વરસાદને પગલે અમદાવાદથી પસાર થતી ટ્રેનો કરાઈ રદ, ઘરેથી નીકળતા પહેલા જોઈ લો લિસ્ટ

આ પણ વાંચો:ભાવનગર તબીબને બ્લેકમેલ કરી કરોડોની ખંડણી માગનાર ત્રણ ઝડપાય

આ પણ વાંચો:એ..હાલો..ને માનવિયું તરણેતરના મેળે” તરણેતરના મેળાનો આવતીકાલથી પ્રારંભ થશે