MANTAVYA Vishesh/ 2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં માત્ર 8% મુસ્લિમોએ જ આપ્યો ભાજપને મત : હવે મુસ્લિમો કોને આપશે મત?

2014 અને 2019ની લોકસભાની ચૂંટણીમાં ઘણુ બધું બદલાયું છે. પરંતું મુસ્લિમ મતદારોનો ભાજપ પ્રત્યેનો અભિગમ બદલાયો નથી. બન્ને ચૂંટણીમાં માત્ર 8% મુસ્લિમોએ જ ભાજપને મત આપ્યો હતો. ત્યારે શું આ વખતે મુસ્લિમો મોદીને વોટ આપશે કે નઈ તે એક સવાલ છે.જુઓ અમારો આ વિશેષ અહેવાલ.

Top Stories Mantavya Exclusive Mantavya Vishesh
Mantavya Vishesh
  • 2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ઘણુ બદલાયું
  • મુસ્લિમ મતદારોનો અભિગમ બદલાયો નથી
  • માત્ર 8% મુસ્લિમોએ જ ભાજપને મત આપ્યો
  • શું આ વખતે મુસ્લિમો મોદીને વોટ આપશે ?
  • 15 % ટકા મુસ્લિમો મોદીને ફરી લાવવાં ઈચ્છે છે
  • શું મુસ્લિમોનાં વલણ બદલાઈ રહ્યાં છે?

2014 અને 2019ની લોકસભા ચૂંટણીમાં ઘણું બધું બદલાયું છે, પરંતુ મુસ્લિમ મતદારોનો ભાજપ પ્રત્યેનો અભિગમ બદલાયો નથી. CSDS અનુસાર, 2014 અને 2019ની ચૂંટણીઓમાં માત્ર 8% મુસ્લિમોએ જ ભાજપને મત આપ્યો હતો.તો 2019 પછી યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં પણ આ પેટર્ન ચાલુ રહી છે, અને ભાજપને હરાવવા માટે મુસ્લિમો મુખ્ય વિપક્ષી પાર્ટીને એક થઈને મત આપે છે.ઉદાહરણ તરીકે, 2020 બિહાર વિધાનસભા ચૂંટણીમાં, મહાગઠબંધનને 77% મુસ્લિમ મતો મળ્યા હતા, તો 2021ની પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસને 75% મુસ્લિમ મતો મળ્યા હતા,અને 2022ની યુપી વિધાનસભા ચૂંટણીમાં 79% મુસ્લિમોએ સમાજવાદી પાર્ટીને મત આપ્યો હતો, આ તમામ પક્ષો ભાજપને પડકારી રહ્યા હતા, ત્યારે ભાજપ 2024ની લોકસભા ચૂંટણીમાં મુસ્લિમ મતોની આ પેટર્નને તોડવા માંગે છે.

તો શું મુસ્લિમોનાં વલણ બદલાઈ રહ્યાં છે? આ સવાલ પર એક વરિષ્ઢ પત્રકાર લખે છે કે મુસ્લિમોને એવું લાગવા માંડ્યું છે કે કહેવાતી સેક્યુલર પાર્ટીઓ તેમના માટે કંઈ ખાસ કરી રહી નથી.પાછલા દિવસોમાં બે ઘટનાઓ પણ સામે આવી છે…. જેમાં પ્રથમ કોંગ્રેસના ધારાસભ્ય જીશાન સિદ્દીકીએ 23 ફેબ્રુઆરીએ કહ્યું હતું કે કોંગ્રેસ માત્ર મુસ્લિમો સાથે હોવાનો ઢોંગ કરે છે, પાર્ટીમાં મુસ્લિમો સાથે ભેદભાવ છે… તો જીશાન એ વરિષ્ઠ નેતા બાબા સિદ્દીકીના પુત્ર છે, અને તેઓ 8 ફેબ્રુઆરીનાં રોજ કોંગ્રેસ છોડીને અજિત પવારની NCPમાં જોડાયા હતા… તો બીજી ઘટનાં એ છે કે પૂર્વ સાંસદ સલીમ શેરવાનીએ સમાજવાદી પાર્ટીના મહાસચિવ પદ પરથી રાજીનામું આપ્યું હતું… તેમણે કહ્યું હતું કે સપાના નારામાં મુસ્લિમો છે, પરંતુ પાર્ટી તેમના માટે કોઈ અવાજ ઉઠાવતી નથી, તો અખિલેશ યાદવને લખેલા પત્રમાં તેમણે કડક સ્વરમાં લખ્યું હતું કે સપા અને ભાજપમાં કોઈ તફાવત નથી.

ત્યારે દિલ્હી સ્થિત થિંક ટેન્ક સેન્ટર ફોર સ્ટડી ઓફ ડેવલપિંગ સોસાયટીઝ એટલે કે CSDSના એક પ્રોફેસરનાં જણાવ્યા અનુસાર, એ વાત સાચી છે કે વિરોધ પક્ષો સાથે પણ મુસ્લિમોમાં અસંતોષ છે, પરંતુ મુસ્લિમ મતદારો પાસે કોઈ વિકલ્પ નથી….મુસ્લિમો અખિલેશ, તેજસ્વી, મમતા કે રાહુલને મત આપતા નથી કારણ કે તેમણે તેમના સમુદાય માટે ઘણું કર્યું છે. તેમને ખરાબ કે અત્યંત ખરાબ વચ્ચે નિર્ણય લેવાનો છે, ત્યારે તેઓ ખરાબ તરફ જાય છે, અત્યંત ખરાબ તરફ નહીં.

CSDS એસોસિયેટ પ્રોફેસરના જણાવ્યા અનુસાર, માત્ર ભાજપ જ મુસ્લિમો સુધી પહોંચવાની વાત કરી રહી છે. દક્ષિણના રાજ્યોમાં ટીએમસી અને કોંગ્રેસ સિવાય અન્ય પક્ષોમાં, કોઈ પણ વધુ પ્રયાસ કરી રહ્યું નથી.અન્ય રાજકીય પક્ષો એવી મૂંઝવણમાં છે કે તેમના પર મુસ્લિમ તુષ્ટિકરણનો આરોપ ન લાગે અને તેમને મુસ્લિમોના મત પણ મળવા જોઈએ. ત્યારે વિપક્ષનું વલણ એ છે કે મુસ્લિમો ચોક્કસ અમને મત આપશે, આ કારણે તેમની કોર વોટબેંક લપસી રહી છે.

તો પસમાંદા મુસલમાનોને રિઝવવાની કોશિશ થઈ રહિ છે.પસમાંદા મુસ્લિમોનું તેમના જ ધર્મના લોકો દ્વારા શોષણ કરવામાં આવ્યું છે. આજે પણ પસમાંદાને સમાન અધિકારો મળ્યા નથી. તેઓ નીચી જાતિના અને અસ્પૃશ્ય ગણાય છે, ત્યારે આવી સ્થિતિમાં સ્નેહ યાત્રા દ્વારા પસમાંદાના દરેક મુસ્લિમોના ઘર સુધી પહોંચીને તેમને ભાજપ સાથે જોડવાની પહેલ કરવામાં આવશે.યુપીના ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠકે 16 ઓક્ટોબર 2022 ના રોજ  લખનૌનાં તેમનાં ભાષણમાં કહ્યું હતું કે,’જેમ બિરયાની બનાવ્યા પછી તેને ખાતાં પહેલાં કોઈ તમાલપત્ર કાઢીને ફેંકી દે છે.એ જ રીતે પાર્ટીઓ ચૂંટણી પછી પસમાંદા મુસ્લિમોને હાંસિયામાં ધકેલી દે છે!

આપને જણાવી દઈએ કે પાસમાંદા મુસ્લિમ કોણ છે? તો પાસમાંદા શબ્દ ફારસી ભાષામાંથી લેવામાં આવ્યો છે, અને જેનો અર્થ છે- સમાજમાં પાછળ રહી ગયેલા લોકો.તો ‘ઓલ ઈન્ડિયા પસમાંદા મુસ્લિમ મહાજ’ના સ્થાપક અલી અનવર અંસારી કહે છે કે જે મુસ્લિમ જાતિઓ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત છે તેમને પસમાંદા મુસ્લિમ કહેવામાં આવે છે.આમાં તે જાતિઓનો પણ સમાવેશ થાય છે જે અસ્પૃશ્યતાને પાત્ર છે, પરંતુ હિંદુ દલિતોની જેમ, તેઓ અનુસૂચિત જાતિ એટલે કે SCની સૂચિમાં સમાવિષ્ટ નથી. ભારતીય મુસલમાનોમાં 80% થી વધુ પસમાંદાનો સમાવેશ થાય છે.

ત્યારે ભાજપ દ્વારા યુપીમાં ઉચ્ચ જાતિના મુસ્લિમ મોહસિન રઝાને હટાવીને પસમાંદા દાનિશ અંસારીને મંત્રી બનાવવામાં આવ્યા.તારિક મંસૂરને યુપી વિધાન પરિષદમાં નોમિનેટ કરવામાં આવ્યા અને પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ બનાવાયા.તો પસમાંદા મુસ્લિમો સુધી પહોંચવા માટે ભાજપે સ્નેહ યાત્રા કાઢી હતી.અને લગભગ 25 હજાર મુસ્લિમોને મોદી મિત્ર બનાવાયા, જેઓ તેમના સમુદાયમાં સરકારનો પ્રચાર કરી રહ્યા છે.

તો બીજેપીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ તારિક મન્સૂરના કહેવા પ્રમાણે, 2024માં મુસ્લિમો માટે વિપક્ષની નકારાત્મક રાજનીતિથી આગળ વધીને પ્રગતિ અને રાષ્ટ્રહિતનો માર્ગ પસંદ કરવાની તક છે.તેમણે મુસ્લિમો માટે આ વખતે મોદી તરફ જોવાના 6 કારણો પણ ગણાવ્યા.જેમાં સોશિયલ જસ્ટિસ માટે પસમાંદા મુસ્લિમોનો મુદ્દો ઉઠાવ્યો,  જેન્ડર જસ્ટિસ માટે ટ્રિપલ તલાક નાબૂદ કર્યો.બધા માટે કલ્યાણકારી યોજનાઓ બનાવી. ઈસ્લામિક દેશો સાથે સારા સંબંધો બનાવ્યા તો 2014 પછી કોઈ મોટાં કોમી રમખાણ થયાં નથી અને રાષ્ટ્રહિત તથા દેશની સુરક્ષાને બધાથી ઉપર રાખવામાં આવ્યા છે.

ત્યારે ‘પસમાંદા મુસ્લિમ સમાજ સંગઠન’ના રાષ્ટ્રીય અધ્યક્ષ અનીસ મન્સૂરીનું માનવું છે કે યુપીમાં બસપા અને સપાએ અમને સપના બતાવ્યા અને વોટ લીધા, પરંતુ ચૂંટણી દરમિયાન આપેલા વચનો ભૂલી ગયા.જ્યારે ભાજપ સરકારે જાતિ અને ધર્મને ધ્યાનમાં લીધા વગર દરેકને રાશન, શૌચાલય, પ્રધાનમંત્રી આવાસ યોજના, આયુષ્માન યોજનાનો લાભ આપ્યો.તો એક વરિષ્ઠ પત્રકારના કહેવા પ્રમાણે, ઘણા મુસ્લિમો એમ કહેતા જોવા મળે છે કે મોદીએ કામ કર્યું છે.જો કે, તેઓ ભાગ્યે જ ભાજપને મત આપશે, કારણ કે તે સમુદાય સાથે ગદ્દારી તરીકે જોવામાં આવે છે.

તો ભાજપે દ્વિપક્ષીય વ્યૂહરચનાનું ખૂબ જ ગણતરીપૂર્વકનું પગલું ભર્યું છે. એક તરફ તે પસમાંદા અને મુસ્લિમ મહિલાઓની વાત કરે છે તો બીજી તરફ આડકતરી રીતે સતત મુસ્લિમ વિરોધી પ્રવચન પ્રસ્થાપિત કરી રહ્યું છે. થોડા દિવસોમાં આમાં વધારો થયો છે, પછી ભલે તે આસામ હોય કે હલ્દવાની.

નિષ્ણાંતોનાં મત પ્રમાણે ભાજપને 3 પ્રકારના મત મળે છે. જેમાં એક  કોર વોટર, બીજા પક્ષની સહાનુભૂતિ વાળા અને ત્રીજા ફ્લોટિંગ મતદારયચ. તેના મુખ્ય મતદારોને એક રાખવા માટે, ભાજપ મુસ્લિમ વિરોધી પ્રવચન ચલાવે છે, પરંતુ સહાનુભૂતિ ધરાવતા અને ફ્લોટિંગ મતદારો માટે મુસ્લિમ આઉટરીચ જેવા કાર્યક્રમો પણ ચલાવે છે.

ત્યારે બીજેપીના બે પદાઅધિકારીઓએ એક ન્યૂઝ એજન્સીને જણાવ્યું હતું કે 543 સીટો પર યોજાનારી લોકસભાની ચૂંટણીમાં બીજેપીનું ધ્યાન તે 64 સીટો પર છે જ્યાં મુસ્લિમ વસ્તી 30% થી વધુ છે. હાલમાં અહીં ભાજપની 2 ડઝન બેઠકો છે. જોકે, તેમણે બેઠકોના નામ જાહેર કર્યા નહોતા. તો CSDSના હિલાલ અહેમદના જણાવ્યા અનુસાર, ભાજપે પહેલાં પણ ચૂંટણીમાં મુસ્લિમોનું સમર્થન મેળવવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ આ વખતે તેણે વ્યાપક રીતે રાષ્ટ્રીય અભિયાન ચલાવ્યું છે. જો વિપક્ષ કાઉન્ટર નહીં કરે તો આવનારી ચૂંટણીમાં ભાજપને મુસ્લિમ વોટનો થોડો ફાયદો મળી શકે છે, પરંતુ તે 8% થી વધીને 16% થશે એમ કહેવું અતિશયોક્તિ ગણાશે.

તો CSDSના એક પ્રોફેસર કહે છે કે, ‘ભાજપ ચોક્કસપણે આઉટરીચ પ્રોગ્રામ ચલાવી રહ્યું છે, પરંતુ મને નથી લાગતું કે મુસ્લિમોની વોટિંગ પેટર્નમાં કોઈ ખાસ તફાવત હશે. તે 8% થી ઘટીને 6% થઈ શકે છે અથવા વધીને 10% થઈ શકે છે, પરંતુ તેને કોઈ મોટો ફેરફાર કહેવામાં આવશે નહીં. વધુમાં તેમનું કહેવું છે કે મુસ્લિમો બીજેપી તરફ વોટ ન આપવાના કારણો એકદમ સ્પષ્ટ છે. ઉદાહરણ તરીકે, યુપીમાં તે સપા-કોંગ્રેસ ગઠબંધન સાથે એકીકૃત થશે. તેવી જ રીતે તેઓ પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જી અને દિલ્હીમાં AAP-કોંગ્રેસ સાથે રહેશે. મુસ્લિમ મતદારો માટે ભાજપ સાથે જવા માટે કોઈ કારણ નથી. જે પાર્ટી હંમેશા હિન્દુત્વની વાત કરે છે તે એકપણ મુસ્લિમને ટિકિટ આપતી નથી. તો મુસ્લિમો તેમને મત કેમ આપે?


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:લગ્ન પહેલા પતિએ બળાત્કાર કર્યો હોવાનો પત્નીનો આક્ષેપ

આ પણ વાંચો:ગુજરાત યુનિવર્સિટી ડ્યુઅલ ડિગ્રી માટે વિદ્યાર્થીઓને સુલભતા પ્રદાન કરશે

આ પણ વાંચો:મહેસાણામાં વાળીનાથ મહાદેવ ખાતે સુવર્ણ શિખર પ્રાણ-પ્રતિષ્ઠા મહોત્સવ, જાણો શું કહ્યું PM મોદી

આ પણ વાંચો:આણંદની સમરસ હોસ્ટેલ ખરાબ ભોજનનો આરોપ, વિદ્યાર્થીનીઓનો હોબાળો