Not Set/ બાંગ્લાદેશી ઘૂસણખોરોને બ્લેકમેઇલ કરી નાણાં પડાવવામાં ઘાતકી હત્યા,રીક્ષા ચાલક સહિત 4ની ધરપકડ

ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પાસે અવાર નવાર પોલીસમાં પકડાઈ દેવાની ધમકીઓ આપી નાણાં પડાવતા બાંગ્લાદેશીથી છુટકારો મેળવવા આ ઘાતકી હત્યાને અંજામ અપાયો હતો.

Top Stories Gujarat
munir બાંગ્લાદેશી ઘૂસણખોરોને બ્લેકમેઇલ કરી નાણાં પડાવવામાં ઘાતકી હત્યા,રીક્ષા ચાલક સહિત 4ની ધરપકડ

મુનિર પઠાન,ભરૂચ@મંતવ્ય ન્યૂઝ

ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશીઓ પાસે અવાર નવાર પોલીસમાં પકડાઈ દેવાની ધમકીઓ આપી નાણાં પડાવતા બાંગ્લાદેશીથી છુટકારો મેળવવા આ ઘાતકી હત્યાને અંજામ અપાયો હતો. તિક્ષ્ણ હથીયારથી હત્યા કરી શારીરિક અંગોને કાપી અલગ અલગ ટુકડા કરી થેલામાં ભરી અવાવરૂ જગ્યાએ નાખી અનડિટેક્ટ ડેડ બોડીનો ગણતરીના કલાકોમાં ઓળખ કરી મર્ડર કરનાર 4 આરોપીઓ પૈકી 3 બાંગ્લાદેશીઓને ખુન કરવા વપરાયેલ રીક્ષા સાથે ઝડપી પાડી ગુનો શોધી કઢાયો છે.

મૃતક અકબરને અંકલેશ્વર ઘરે બોલાવી ઘેનની ગોળીઓ ખવડાવી, ઓશિકા વડે મોઢું ડાબી ત્રણેય બાંગ્લાદેશીઓએ મોતને ઘાટ ઉતાર્યો, તીક્ષ્ણ હથિયાર વડે લાશના ટુકડાઓ કર્યા, રીક્ષા ચાલકને બોલાવી અલગ અલગ સ્થળે કાપેલા ટુકડાઓનો બેગમાં નિકાલ કર્યો.

અંકલેશ્વરના અમરતપુરા અને સારંગપુર રેલવે ટ્રેક પાસેથી 3 ટ્રાવેલ બેગમાં હત્યા બાદ કાપી નાખેલા હાથ-પગ અને ધડ 2 દિવસ પેહલા મળી આવવાના ચકચારી મર્ડર મિસ્ટ્રીનો ભેદ ઉકેલવામાં ભરૂચ LCBને મોટી સફળતા મળી છે. સમગ્ર હત્યાકાંડ પાછળ બાંગ્લાદેશી ઘૂસણખોરી અને તેના પાછળ વારંવાર થતું બ્લેકમેઇલિંગ બહાર આવ્યું છે. પોલીસે હત્યાને અંજામ આપનાર બાંગ્લાદેશી મહિલા સહિત 2 બાંગ્લાદેશીઓ અને રીક્ષા ચાલકની ધરપકડ કરી છે.

ભરૂચ જિલ્લા પોલીસવડા રાજેન્દ્રસિંહ ચુડાસમાએ DySp ચિરાગ દેસાઈ, LCB, SOG, પેરોલ ફર્લો તથા સ્થાનીક પોલીસને ગુનો ડીટેક્ટ કરવા સુચના આપતા અલગ અલગ ટીમો બનાવાઈ હતી

હ્યુમન ઈન્ટેલીજન્ટ અને ટેકનિકલ સર્વેલન્સ તથા CCTV સર્વેલન્સ આધારે એલ.સી.બી ટીમ દ્વારા ગુનામાં વપરાયેલ રીક્ષાની ઓળખ કરી રીક્ષા જે વિસ્તારની હોય ત્યા વોચ કરી 4 આરોપીઓને હસ્તગત કરાયા છે. જેઓ પાસેથી 8 મોબાઈલ હત્યામાં લાશન ટુકડાનો નિકાલ કરાયેલી રીક્ષા કબ્જે કરાઈ છે. ડિટેક્શન LCB પી.આઈ.જે.એન.ઝાલા, PSI પી.એસ. બરંડા, એ.એસ. ચૌહાણ, વાય.જી. ગઢવી અને ટીમે કર્યું છે.

હત્યામાં પકડેલા બાંગ્લાદેશી 3 આરોપી અને મૂળ UP નો રીક્ષા ચાલક

– લેસીના ઝાકીર અબ્દુલ મુલ્લા ઉ.વ. 37 રહે. હાલ- ૧૯૩ મંગલદીપ સોસાયટી મીરાનગર રાજપીપળા રોડ અંક્લેશ્વર

– મુફીસ મોહંમદ મુલ્લા ઉ.વ. 34 રહે. હાલ- બાપુનગર રાજપીપળા રોડ અંક્લેશ્વર

– અજોમ સમસુ શેખ ઉ.વ. 55 રહે.હાલ- લાલબજાર કોઠી વડાપડા રોડ અલ્લારખા ના મકાનમાં ભરૂચ તથા ગોયા બજાર અંક્લેશ્વર, ત્રણેય મૂળ બાંગ્લાદેશી

– નૌસાદ ઇદ્રીશ ખાન ઉ.વ .49 રીક્ષા ડ્રાઇવર હાલ રહેવાસી.અંકલેશ્વર બાપુનગર વોટર પ્લાન્ટ પાસે ભાડેથી તા.અંકલેશ્વર મુળ રહે. જમુઆ, બેલથરારોડ જી.બલીયા U.P

બાંગ્લાદેશીઓને પોલીસમાં પકડાઈ દેવાની ધમકી આપી મૃતક અકબર પડાવતો અવારનવાર નાણાં, લેસીના એ અંકલેશ્વર બોલાવી હત્યાકાંડને આયોજનબદ્ધ અંજામ આપ્યો

ઘૂસણખોરી કરીને આવેલા બાંગ્લાદેશીઓને ભારત ખાતે પકડી તેઓને પરત બાંગ્લાદેશ ખાતે ડિપોર્ટ કરવામાં આવે છે. બાંગ્લાદેશી હત્યારા અજોમ, લેસીના અને મુફીસ ત્રણેય જણા લાંબા સમય થી ગુજરાતના અમદાવાદ , સુરત , ભરૂચ , અંકલેશ્વર જેવા શહેરોમાં ગેરકાયદેસર વસવાટ કરતા હતા.

મૃતક અકબર મુળ બાંગ્લાદેશથી હતો જે અમદાવાદ ચંડોળા તળાવ , ઇશનપુર ખાતે રહેતો હતો અને આ ગુનાના આરોપીઓને વારંવાર ધમકીઓ આપતો હતો કે , તમોને હુ પોલીસમાં પકડાવી ડિપોર્ટ કરાવી દઇશ. જો આમ ન થવા દેવુ હોય તો રૂપીયા આપવા પડશે.

ભોગ બનનારે આરોપી અજોમને આ અગાઉ અમદાવાદ હવેલી પોલીસ સ્ટેશનમાં કોઈ ગુનામાં પકડાવી દીધો હતો. કાયમી થતી હેરાનગતીથી કંટાળી ત્રણેય બાંગ્લાદેશી આરોપીઓએ રીક્ષા ડ્રાઇવર નૌસાદ સાથે કાવતરૂ રચી આયોજન મુજબ આરોપીઓએ ભોગ બનનારને ઘરે બોલાવી, અકબરને ઉંઘની ગોળીઓ પીવડાવી.

બેહોશ કરી દઈ આયોજન મુજબ આરોપીઓ દ્રારા ઓશીકા વડે ભોગ બનનારનું મોઢું દબાવી દઈ તથા તિક્ષ્ણ હથીયારથી બ્લેકમેઇલર અકબરના શરીરનાં અલગ અલગ ટુકડાઓ કરી પોલીથીનની કોથળીઓમાં ભરી તેને બેગમાં મુકી નૌસાદની રીક્ષા મારફતે અંકલેશ્વર શહેર વિસ્તારમાં અવાવરૂ જગ્યાએ બેગ ફેકી દઈ નાશી ગયા હતા. આરોપીઓ દ્રારા હત્યામાં વાપરવામાં આવેલા તિક્ષ્ણ હથીયાર અને બીજા પુરાવા મેળવવા અંકલેશ્વર શહેર પોલીસ તપાસ ચલાવી રહી છે .

sago str 3 બાંગ્લાદેશી ઘૂસણખોરોને બ્લેકમેઇલ કરી નાણાં પડાવવામાં ઘાતકી હત્યા,રીક્ષા ચાલક સહિત 4ની ધરપકડ