encouragement/ કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને નાના ઉદ્યોગ શરૂ કરવા 40,000ની સહાય

રાજ્ય સરકાર કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને નાના ઉદ્યોગ શરૂ કરવા 40,000 રૂપિયાની મદદ કરશે. વિદ્યાર્થીમાં ઉદ્યોગસાહસિકતાના ગુણ વિકસાવવા માટે રાજ્ય સરકારે આ પગલું ભર્યુ છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2023 11 29T153627.112 કોલેજમાં ભણતા વિદ્યાર્થીઓને નાના ઉદ્યોગ શરૂ કરવા 40,000ની સહાય

ગાંધીનગરઃ રાજ્ય સરકાર કોલેજોમાં ભણતા વિદ્યાર્થીઓને નાના ઉદ્યોગ શરૂ કરવા 40,000 રૂપિયાની મદદ કરશે. વિદ્યાર્થીમાં ઉદ્યોગસાહસિકતાના ગુણ વિકસાવવા માટે રાજ્ય સરકારે આ પગલું ભર્યુ છે. રાજ્ય સરકારની ઉદ્યોગસાહસિકતા પોલિસી અન્વયે તેની ગ્રાન્ટ ન લેતી હોય તેવી આર્ટ્સ, સાયન્સ, કોમર્સ, બી.એડ કોલેજોની સાથે ગ્રામીણ સ્તરે વિદ્યાપીઠમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થી-વિદ્યાર્થીનીઓ ભણવાની સાથે-સાથે ઉદ્યોગસાહસિકતાની ક્ષમતા પણ વિકસાવે તેના માટે આ સહાય આપવામાં આવનારી છે.

રાજય સરકારની ઉદ્યોગસાહસિકતા પોલિસી હેઠળની યોજનામાં પ્રારંભિક તબક્કે 500 જેટલા નોડલ ઓફિસરોની નિમણૂક કરીને કોલેજમાં અભ્યાસ કરતાં 2000થી વધુ વિદ્યાર્થીઓ-વિદ્યાર્થીનીઓને ઉદ્યોગસાહસિકતા કાર્યક્રમ હેઠળ આવરી લેવામાં આવશે.  તેઓને નાના ઉદ્યોગો શરૂ કરવા માટે 40,000 રૂપિયા જેટલી આર્થિક સહાય ચૂકવવાનું નક્કી કરવામાં આવ્યું છે.

આના ફળસ્વરૂપે વિદ્યાર્થીઓને સર્જનાત્મક વિચારોની તક મળશે, તેમના સ્કીલને પ્લેટફોર્મ મળશે અને સમાજમાં ઉદ્યોગસાહસિકોની નવી પેઢી તૈયાર થશે. સરકારની આ નીતિને વેગ આપવા રાજ્યના ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં ગાંધીનગર ખાતે વિદ્યાર્થી ઉદ્યોગ સાહસિકતા પોલિસીની અસરકારક અમલવારી માટે આંત્રપ્રિન્યોરશિપ ડેવલપમેન્ટ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયા (EDII) સાથે સમજૂતીપત્ર પર સહીસિક્કા કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ વિભાગના અગ્રસચિવ મુકેશકુમાર, ઉચ્ચ શિક્ષણ નિયામક પરિમલ પંડ્યા હાજર રહ્યા હતા.


આ પણ વાંચોઃ Duplicate Ghee/ ધોરાજીમાં બનાવટી ઘીનો જથ્થો ઝડપાતા ચકચાર, ચારની ધરપકડ

આ પણ વાંચોઃ Breaking News/ રાહુલ દ્રવિડ ટીમ ઈન્ડિયાના હશે મુખ્ય કોચ, BCCIએ કરી સત્તાવાર જાહેરાત

આ પણ વાંચોઃ Plane Crash In Japan Sea/ અમેરિકાનું ઓસ્પ્રે લશ્કરી વિમાન જાપાનના દરિયાકાંઠે થયું ક્રેશ, તેમાં આઠ લોકો હતા સવાર