કબૂતરબાજી/ મહેસાણા કબૂતરબાજીમાં 62 લાખનો ચૂનો, પોલીસ કર્મચારીની પત્ની સાથે જ છેતરપિંડી

મહેસાણામાં કબૂતરબાજીમાં (Kabootarbaji) ચૂનો (Fraud) ચોપડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કબૂતરબાજીમાં વિદેશ જવા વાંછુકને રીતસરનો 62 લાખ રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 07T153903.296 મહેસાણા કબૂતરબાજીમાં 62 લાખનો ચૂનો, પોલીસ કર્મચારીની પત્ની સાથે જ છેતરપિંડી

મહેસાણાઃ મહેસાણામાં કબૂતરબાજીમાં (Kabootarbaji) ચૂનો (Fraud) ચોપડવાનો વધુ એક કિસ્સો સામે આવ્યો છે. કબૂતરબાજીમાં વિદેશ જવા વાંછુકને રીતસરનો 62 લાખ રૂપિયાનો ચૂનો લગાવવામાં આવ્યો છે. આ વખતે ચૂનો લગાવવા માટે નવી જ વ્યૂહરચના મુજબ આંગડિયા પેઢીમાં 62 લાખ રૂપિયા મૂકવામાં આવ્યા હતા. આ કિસ્સામાં પોલીસ કર્મચારીની પત્ની સાથે જ છેતરપિંડી આચરવામાં આવી હતી. પછી આંગડિયા પેઢી જ બંધ કરી દેવામાં આવી હતી.

ગાંધીનગરની અડાલજ પોલીસ (Adalaj Policeline) લાઇન ખાતે રહેતા પોલીસ કર્મચારીની પત્ની ડીમ્પલબા ધવલસિંહ ગોળ (રાજપૂત) વિઝાની સર્વિસ આપતી પેઢી સાંઇ ઓવરસીઝના સંપર્કમાં આવી હતી. આ ફર્મ આંગડિયા પેઢીની સાથે વિદેશ જવાના કન્સલ્ટન્ટ તરીકે પણ સેવા આપતી હતી. તેઓએ ડિમ્પલબાને ટિકિટની ખાતરી આપતા ઓસ્ટ્રેલિયાના વિઝાની ખાતરી આપી હતી અને તેની ટિકિટ પેટે પોણા બે લાખની રકમ માંગી હતી.આ રૂપિયા સની ઉર્ફે શૈલેષ પટેલને તેમણે આપ્યા હતા. તેમણે ટિકિટ તો ન આપી પણ પેનલ્ટીના બ્હાને બીજા રૂપિયા માંગ્યા. તેના પગલે ડિમ્પલબાએ સની સાથેનો સંપર્ક બંધ કર્યો હતો.

તેના પછી મહિલાના વોટ્સએપ કોલમાં જયેશ રાજપૂત નામની વ્યક્તિનો કોલ આવ્યો હતો. જયેશ રાજપૂતે તેમને જણાવ્યું હતું કે બીજા ગ્રાહકો પણ રૂપિયા લઈ આવી રહ્યા છે તમે પણ મહેસાણામાં એમ.આર. પેઢી ખાતે રૂપિયા ભરવા આવી જાવ. મહિલાએ તે સમયે 42 લાખ અને નાથુજી ઉદાજી નામના બીજા વ્યક્તિએ 20 લાખ રૂપિયા જમા કરાવ્યા હતા. તેના પછી જયેશે મહિલાને બોમ્બેથી મેલબોર્ન જતી ફ્લાઇટની ટિકિટની પીડીએફ મોકલી હતી, તેના પછી ગ્રુપ નાનું હોઈ ટિકિટ રદ કરાવવા જણાવ્યું હતું.

31 જાન્યુઆરીએ ટિકિટ કરી આપવાનું કહીને જયેશે બીજા પાંચ લાખ રૂપિયા મંગાવ્યા હતા. તેના પગલે શંકા જતાં મહિલાએ આંગડિયા પેઢી પર વોચ રખાવી હતી. થોડા જ દિવસોમાં પેઢી બંધ જોવા મળી હતી. જયેશ રાજપૂત પાસે અનેક વખત રૂપિયાની માંગણી કરી હોવા છતાં તેણે રૂપિયા પરત ન આપતા મહિલાએ પોલીસ ફરિયાદ કરી હતી. પોલીસ કર્મચારીની જ પત્ની સાથે આ રીતે છેતરપિંડી થતાં પોલીસ પણ ચોંકી ઉઠી છે અને તેણે તાકીદે તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ

આ પણ વાંચોઃ