મંતવ્ય વિશેષ/ વિશ્વની 8 પ્રખ્યાત સંસદ, જાણો સંસદની અલગ અલગ બેઠક વ્યવસ્થાઓ

ભારતની સંસદીય પ્રણાલી ભલે બ્રિટનથી પ્રેરિત હોય, પરંતુ અમે ત્યાંની બેઠક પદ્ધતિ અપનાવી નથી. બ્રિટનમાં સાંસદો સામસામે બેસે છે, આપણે અહીં હોર્સ-શુની જેમ બેન્ચ ગોઠવવામાં આવી છે,

Mantavya Exclusive
Untitled 120 5 વિશ્વની 8 પ્રખ્યાત સંસદ, જાણો સંસદની અલગ અલગ બેઠક વ્યવસ્થાઓ
  • ભારતની સંસદીય પ્રણાલી બ્રિટનથી પ્રેરિત
  • પરંતુ ત્યાંની બેઠક પદ્ધતિ અપનાવી નથી
  • બ્રિટનમાં સાંસદો સામસામે બેસે

ભારતની સંસદીય પ્રણાલી ભલે બ્રિટનથી પ્રેરિત હોય, પરંતુ અમે ત્યાંની બેઠક પદ્ધતિ અપનાવી નથી. બ્રિટનમાં સાંસદો સામસામે બેસે છે, આપણે અહીં હોર્સ-શુની જેમ બેન્ચ ગોઠવવામાં આવી છે, જેથી તમામ સાંસદો એકબીજા સાથે નહીં, પરંતુ સ્પીકરની ખુરસીને સંબોધિત કરતાં પોતાની વાત રાખે. આજના વિશેષમાં વિશ્વનાં આવાં 8 પ્રખ્યાત સંસદભવન, એની વિશેષતા અને એમાં છુપાયેલા સંદેશાની સંપૂર્ણની વાત કરીશું

સૌ પ્રથમ જોઈએ સંસદની અલગ અલગ બેઠક વ્યવસ્થાઓની તો…..

અર્ધવર્તુળ

આ પ્રકારની બેઠકમાં સભ્યો એકબીજાને સંબોધવા ને બદલે અધ્યક્ષને સંબોધે છે જેથી એકબીજા વચ્ચે ઝઘડો કરવાને બદલે, સ્તરીય ચર્ચાની પેટન જાળવવામાં મદદ કરે છે આ સિસ્ટમમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે. અમેરિકા ફ્રાંસ જર્મની જેવા તમામ દેશોની સંસદીય ઈમારતોમાં સમાન બેઠકો છે

હોર્સ-શું

આ પણ અર્ધવર્તુળ પેટન જેવી જ ગોઠવણ છે બસ આમાં અમુક અંશે અલગ અલગ પક્ષે બેઠેલા વિરોધી પક્ષના નેતાઓ એકબીજાની સામે હોય છે. ભારત, ઓસ્ટ્રેલિયા, દક્ષિણ આફ્રિકા, ઇજિપ્ત જેવા દેશોમાં આ પ્રકારની પદ્ધતિ છે.

ગોળાકાર

ઘણા દેશોમાં આ પ્રકારની સિસ્ટમ્સનો ઉપયોગ થતો નથી. તેનો ઉપયોગ લિબિયા અને ઉજબેકિસ્તાનમાં થઈ રહ્યો છે. સામે સામે આનુ શ્રેષ્ઠ ઉદાહરણ બ્રિટનમાં છે જ્યાં વેસ્ટ મિનિસ્ટરમાં બેન્ચો એકબીજાની સામે છે. જેમાં શાસક પક્ષ એક તરફ અને વિપક્ષ બીજી તરફ બેસે છે.  અહીં એક બીજા સાથેની ચર્ચા કેન્દ્રમાં થાય છે તે બંધારણને બદલે સંસદની સર્વ પરિતા દર્શાવે છે કેનેડા બોસ્તવાના અને નામીબીયામાં પણ આવી જ બેઠક વ્યવસ્થા છે.

ક્લાસરૂમ

આમાં બધી ખુરશીનું  અથવા બેન્ચોનું મુખ આગળની તરફ હોય છે.એટલે કે દરેકનું ધ્યાન માત્ર એક જ વ્યક્તિ પર કેન્દ્રિત હોય છે. આ સિસ્ટમ સામાન્ય રીતે સામ્યવાદી, એક પક્ષ અથવા નિરંકુશ દેશોમાં મનાવવામાં આવે છે. આ પેટર્ન રશિયા, ચીન અને ઉત્તર કોરિયામાં ચલણમાં છે.

હવે વાત કરીએ અલગ અલગ દેશોની પ્રચલિત સંસદ વિશે…

પેલેસ ઓફ પાર્લામેન્ટ

1984થી 1997ની વચ્ચે અનેક ફેઝમાં તેનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તેની બેઠક વ્યવસ્થા સેમિ સર્કલ છે. આ વિશ્વની સૌથી મોટી વહીવટી ઈમારત માનવામાં આવે છે. જે 4 મીટર ઊંચી 240 મીટર લાંબી  અને 270 મીટર પહોળી છે તેના જમીનની ઉપર 12 માળ બનાવવામાં આવ્યા છે અને  જમીનની નીચે 8 લેવલ બનાવવામાં આવ્યા છે તેનો   સૌથી નીચેનો માળ એટોમિક બંકર છે. આ વિશ્વની સૌથી ભારે ઇમારત પણ માનવામાં આવે છે. તેથી જ તે દર વર્ષે 6 મીમી નીચે સરકી રહી છે.

તેને તાનાશાહ નિકોલાઈ કોસેસ્સુ દ્વારા બનાવવાનું શરૂ કર્યું હતું. શરૂઆતમાં તે તેમનો પેલેસ હતો. પરંતુ 1989માં ડાબેરી શાસન ગયા પછી, તેને સંસદના મહેલમાં બદલવામાં આવ્યો. નિકોલાઈએ ઉત્તર કૌરિયાની રાજધાની યોંગયાંગના મોડલ પર બુકારેસ્ટ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. આટલી મોટી ઈમારત બનાવીને તે પોતાને એક સંપ્રદાયના વ્યક્તિત્વ તરીકે સાબિત કરવા માગતા હતા.

રેક સ્ટાગ  બિલ્ડીંગ

જેને 1984 થી 94 વચ્ચે બનાવવામાં આવી હતી.  અને તેનું રિકન્સ્ટ્રક્શન 2017 માં કરવામાં આવ્યું હતું. તેની બેઠક વ્યવસ્થા સેમી સર્કલ છે.  તેની વિશેષતા એ છે કે તેના ડેબિટ હોલ સુધી સૂર્યનો સીધો પ્રકાશ પહોંચે છે 1997 માં બ્રિટિશ ડિઝાઇનર નોર્મમ ફોસ્ટેરીએ  તેની ડિઝાઇન કરી હતી.  તેનો ગુંબજ હવે પારદર્શક છે.  જેથી સીધો પ્રકાશ ડિબેટ હોલ સુધી પહોંચી શકે છે

રેક સ્ટાગ બિલ્ડીંગએ જર્મનીમાં ઘણા યુગો જોયા છે તે શાહી જર્મની,  વેઇમર રિપબ્લિક, નાઝી જર્મની, પશ્ચિમ જર્મની અને પછી પુનઃ એકીકૃત જર્મનીમાં સંસદીય પ્રવૃત્તિનું કેન્દ્ર રહી હતી.  રૈકસ્ટાગમાં રાજાશાહીના અને પછી નાઝીવાદ દરમિયાન પણ એસેમ્બલી થતી રહી હતી. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન, આ ઐતિહાસિક ઈમારતમાં આવા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા, જેણે માનવતાનું ભવિષ્ય બદલી નાખ્યું હતું. આજે તે જર્મન લોકશાહીનું પ્રતીક બની ગયું છે.

પાર્લામેન્ટ બિલ્ડિંગ બુડા પેસ્ટ

તેનું નિર્માણ 1902 માં કરવામાં આવ્યું હતું. તેની બેઠક વ્યવસ્થા હોર્સ-શું અકોર્ડિંગ છે।  તેની વિશેષતા તેની સીડીઓની લંબાઇ છે જે લગભગ 12 માઈલ જેટલી છે.  આ હંગરીની સૌથી મોટી ઈમારત છે અને વિશ્વની ત્રીજી સૌથી મોટી સંસદ છે.  જેની અંદર 691 રૂમ છે અને તેને બનાવવામાં 17 વર્ષ લાગ્યા હતા બુડાપીસ્ટ સ્થિત ઈમારતની પ્રેરણા બ્રિટનની વેસ્ટ મિનિસ્ટર સંસદમાંથી લેવામાં આવી હતી. લગભગ 121 વર્ષ પહેલાં જ્યારે આ ઈમારત બનાવવામાં આવી હતી ત્યારે તે વેસ્ટ મીનેસ્ટર પાર્લામેન્ટ બિલ્ડીંગ કરતા ઘણી મોટી અને ભવ્ય હતી

અમેરિકા ધી કેપિટલ

જેનું નિર્માણ 1993 થી 1826 વચ્ચે કરવામાં આવ્યું હતું ત્યારે તેના અલગ અલગ ભાગો બનીને તૈયાર થઈ રહ્યા હતા.  હાલનું જે ગુંબજ છે તે 1866માં પૂર્ણ થયો હતો.  તેની બેઠક વ્યવસ્થા સેમી સર્કલ છે અને તે સૌથી જૂની કાર્યરત સંસદ ઈમારત છે 223 વર્ષ પહેલા યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાની રચનાના માત્ર 24 વર્ષની અંદર કેપિટલ બનાવવામાં આવ્યું હતું. પ્રથમ બેઠક 1800 માં થઈ હતી? જો કે તેમાં 1963 સુધી એક્સટેન્શન શરૂ રહ્યું આજે તે સૌથી જૂની સંસદીય ઈમારતો માની એક છે તેની સૌથી ઉપર સ્ટેચ્યુ ઓફ ફ્રીડમ છે અને તેની અંદર 100 થી વધુ મૂર્તિઓ આવેલી છે અહીંથી નીકળતી લહેરી ધીમે ધીમે વિશ્વના તમામ દેશોને આધુનિક લોકશાહી તરફ પ્રેરિત કર્યા હતા.

ફ્રાંસ પેલેસ બોર્બોન

તેની રચના 1728 માં કરવામાં આવી હતી તેની પણ બેઠક વ્યવસ્થા સેમી સર્કલ છે અને તે લગભગ 300 વર્ષ જૂની ઈમારત છે તે શરૂઆતમાં માટે ખાનગી નિવાસસ્થાન તરીકે બનાવવામાં આવ્યું હતું. ત્યારબાદ ફ્રેન્ચ ક્રાંતિ દરમિયાન તેનું રાષ્ટ્રીયકરણ કરવામાં આવ્યું આ બિલ્ડીંગ એ ફ્રાન્સના ઘણા ઉતાર ચઢાવ જોયા છે ડિરેક્ટરીનો શાસનકાળ દરમિયાન એટલે કે 1792 થી 96 નિપજ છે પહેલીવાર તેને સરકારની રચના કરનાર 500 સભ્યોની કાઉન્સિલની બેઠક યોજિ હતી તેની મીટીંગ ચેમ્બરમાં હાલ ફ્રાન્સના નીચલા 1830 થી સંસદ ભવન તરીકે કાર્યરત આ ઇમારતમાં 1796 માં બનેલી ખૂબ જ જૂની લાઈબ્રેરી પણ છે પેલેસ બોર્બોન અન્ય સંસદીય ઈમારતો જેટલી વિશાળ અથવા ભવ્ય નથી પરંતુ તે સૌથી જૂની ઈમારત છે 1728માં બાંધવામાં આવી હતી? જોકે સંસદ 1830 થી કાર્યરત છે જે તેને યુએસ પછી બીજી સૌથી જૂની સંસદીય ઈમારત બનાવે છે.

ઇંગ્લેન્ડ વેસ્ટ મિનિસ્ટરનો મહેલ

વેસ્ટ મિનિસ્ટરની રચના 1870 માં કરવામાં આવી હતી તેની બેઠક વ્યવસ્થા વિપક્ષે બેન્ચ જેવી છે જેમાં સાંસદો સામ સામે બેસે છે મૂળ પેલેસ ઓફ વેસ્ટ મિનિસ્ટરને 1045 માં એડીમાં એડવર્ડ ધ કન્ફેસર દ્વારા બનાવવાની શરૂઆત કરી હતી. ત્યારબાદ અહીં ઘણી વસ્તુઓ બનાવવામાં આવી આજે સંસદ માટે જે ખાસ પેલેસ બનાવવામાં આવ્યો છે તેને 1870 માં બનાવ્યો હતો વેસ્ટ મિનિસ્ટર હોલ નામની ઈમારત 1909 માં બનાવવામાં આવી હતી આ હોલ 1834માં લાગેલી ભયાનક આંખથી ગયો હતો જેમાં પેલેસ ઓફ વેસ્ટ મિનિસ્ટરના બે તૃતીયાંશ ભાગનો નાશ થઈ ગયો હતો તેમાં પણ આ હોલ પછી ગયો જે આજના મહેલનો સૌથી જૂનો ભાગ છે વેસ્ટ મિનિસ્ટરમાં વર્તમાન પેલેસ ભલે 1870 થી બાંધવામાં આવ્યો હોય પરંતુ મૂળ મહેલ આ વિસ્તારમાં રાજાશાહીના શાસન દરમિયાન બાંધવામાં આવ્યો હતો એકબીજાની સામે છે જેમાં એક તરફ શાસક પક્ષ અને બીજી તરફ વિપક્ષ પાસે છે અહીં એકબીજાની સાથેની ચર્ચા કેન્દ્રમાં થાય છે અહીં વિપક્ષના સાંસદો સત્તાધારી પક્ષની બરાબર સામે બેસીને તેમને સીધા સંબોધન કરતા પ્રશ્નો પૂછે છે. આ લોકશાહીની તાકાત અને સરકારની જવાબદારી નો સંદેશ આપે છે.

વ્હાઇટ હાઉસ રશિયા

વ્હાઇટ હાઉસ રશિયા ની રચના 1965 થી 1981 ની વચ્ચે કરવામાં આવી હતી તેની બેઠક વ્યવસ્થા ક્લાસરૂમ આધારિત છે જેમાં બધી જ સીટોનું મુખ સામેની તરફ હોય છે આ બિલ્ડીંગ બનાવવાની પ્રેરણા એરલાઇન્સ બિલ્ડીંગ દ્વારા લેવામાં આવી હતી તેના આર્કિટેક્ટ દિમિત્રી ચેચુલી ને 1934 માં એરલાઇન માટે એરો ફ્લોર બિલ્ડીંગ ની ડિઝાઇન તૈયાર કરી હતી આ બાંધકામનો જ તેમને સંસદના નિર્માણમાં ઉપયોગ કર્યો અગાઉ આ બિલ્ડીંગ હાઉસ ઓફ સોવિયેત્સ તરીકે ઓળખાતું હતું ત્યારબાદ 1991 બોરિસ વેઇન્સનના બળવા દરમિયાન તે પ્રતિકારનું કેન્દ્ર બન્યું હતું. આ સોવિયત પ્રજાસત્તાકના વિઘટન નો સમયગાળો હતો 1993 ની બંધારણીય બંધારણીય કટોકટીમાં તે ખરાબ રીતે ક્ષતિ ગ્રસ્ત થયું હતું. નવી ઇમારતમાં ટૂંક ગાળામાં મોટી રાજકીય ઘટનાઓ જોઈ ચૂકી છે 1991 માં તે માટે સંઘર્ષનું કેન્દ્ર હતું જે પાછળથી રશિયાના રાષ્ટ્રપતિ બન્યા હતા.

ચીન ગ્રેટ હોલ ઓફ ધ પીપલ

જે સપ્ટેમ્બર 1959 માં બનીને તૈયાર થયું હતું. જેની બેઠક વ્યવસ્થા ક્લાસરૂમ આધારિત છે એટલે કે બધી જ સીટો નું મુખ સામેની તરફ હોય છે દુનિયાના સૌથી મોટા ચાર રસ્તા ઐતિહાસિક તિયાનમેન સ્ક્વેર પર સ્થિત માઓત્સે તુંગના સમયમાં તેને બાંધવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ ઈમારતમાં અલગ અલગ રાજ્યોના નામ પર હોલ પણ છે અહીં બધી જ ખુરશીઓ અથવા બેંક એક બાજુ પર હોય છે મતલબ કે દરેકનું ધ્યાન માત્ર એક જ વ્યક્તિ પર કેન્દ્રિત છે સંદેશ એ જાય છે કે સૌથી આગળની વ્યક્તિ કહેશે તેના પર ડિબેટ અને ડિસ્કશન થઈ શકશે નહી.

આ પણ વાંચો:કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી અમેરિકાના સાન ફ્રાન્સિસ્કો પહોંચ્યા,જાણો તેમના કાર્યક્રમ વિશે

આ પણ વાંચો:વડાપ્રધાનના આવાસ પર પાર્ટી કરવી PMના પુત્રને પડી ભારે, મળી આ સજા

આ પણ વાંચો:એર્દોગન ફરી એકવાર તુર્કીના રાષ્ટ્રપતિ બન્યા,સતત 11મી વાર ચૂંટણી જીત્યા

આ પણ વાંચો:હાશ, અમેરિકા ડિફોલ્ટ નહીં થાય બાઇડેન અને રિપબ્લિકન યુએસ ડેટ સેલિંગ વધારવા સંમત