Not Set/ કેન્સરને હરાવીને ડાબા પગથી 90% દિવ્યાંગ મહિલા આજે 123 અનાથ ભુલકાઓને નિ:શુલ્ક ભણાવે છે

કંચનબેનનો જન્મ અમદાવાદ સ્થિત ગોમતીપુરનાં ઝૂંપડપટ્ટી જેવા નાનકડા વિસ્તાર ખાડાવાળી ચાલીમાં 10×10 જર્જરિત પતરાવાળી ઓરડીમાં થયો હતો

Gujarat Others
Untitled 46 કેન્સરને હરાવીને ડાબા પગથી 90% દિવ્યાંગ મહિલા આજે 123 અનાથ ભુલકાઓને નિ:શુલ્ક ભણાવે છે

મજબૂત મનોબળ વડે કેન્સરને હરાવીને ડાબા પગથી 90% દિવ્યાંગ પણ માનસિક રીતે મજબૂત મનોબળ ધરાવતી અમદાવાદની એક યુવતી (36 વર્ષની ઉંમર) ખારાપાટ રણ વિસ્તારનાં નાનકડા ગામ વડગામ ખાતે સેવાની ધૂણી ધખાવીને 123 અનાથ ભુલકાઓને મફત શિક્ષણ આપી ખારાપાટની મધર ટેરેસા બનીને કામ કરી રહી છે.

કંચનબેનનો જન્મ અમદાવાદ સ્થિત ગોમતીપુરનાં ઝૂંપડપટ્ટી જેવા નાનકડા વિસ્તાર ખાડાવાળી ચાલીમાં 10×10 જર્જરિત પતરાવાળી ઓરડીમાં થયો હતો. કંચનબેનનાં માતા-પિતા ખૂબ જ ગરીબ હતા. કંચનબેન ધોરણ 10માં હતા ત્યારે 1998માં તેમનાં ડાબા પગે ઢીંચણથી થાપા તરફ એક નાનકડી ગાંઠ થઈ હતી. તે ગાંઠે જોત જોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું. ગરીબાઇના કારણે લાચાર માતા-પિતા કંચનબેનને સારવાર માટે સિવિલ હોસ્પિટલ લઈ ગયા. 5થી 7 દિવસ તો વિવિધ રિપોર્ટ કરવામાં ગયા.અંતે રિપોર્ટ આવ્યો કે ‘આ કંચનબેનને બોર્ન (હાડકાનું) કેન્સર છે.’ સાંભળતાની સાથે પરિવાર પર જાણે આભ ફાટી પડ્યું હોય તેવો આઘાત લાગ્યો. પછી ઓપરેશન થયુંને કંચનબેનનો ડાબો પગ અપંગ થઈ ગયો અને 39 દિવસ સતત સિવીલ હોસ્પિટલ,કેન્સર વિભાગમાં દાખલ રહેવું પડયું.

કંચનબેન ડાબા પગે 90 ટકાથી પણ વધુ અપંગ થઈ ગયા પણ ભણવાનું ન છોડ્યું.તેમણે પગનું ઓપરેશન કરાવ્યા બાદ ધોરણ 12 હોમ સાયન્સનાં વિષયોમાં તેમને 75 ટકા આવ્યા. એકવાર તેમનાં મામાનાં દિકરા ડો. પ્રો. ચંદ્રેશભાઈ રાઠોડે કંચનબેનને પાટડી તાલુકાના વડગામના વશરામભાઈ મકવાણા સાથે પરિચય કરાવ્યો. પ્રેમ અને લાગણી હોવા છતાં તેઓ અપંગ હોવાથી વશરામભાઈ સાથે લગ્ન કરવાનો પ્રસ્તાવ મુકવામાં સંકોચ અનુભવતા હતા.પણ બંને વચ્ચે પ્રણયગાથા શરૂ થઈ. બંનેએ પરિવારના વિરોધ વચ્ચે પણ સાદાઇથી લગ્ન કર્યા અને કંચનબેને 2007 થી એટલે કે તેમની 23 વર્ષની નાની ઉંમરથી જ સેવાનો ભેખ ધારણ કરી લીધો. આમ,ક્યારેય ગામડું જોયેલું નહીં અને ગામડાનાં અનાથ બાળકોને જ પોતાનું જીવન સમર્પિત કરનાર એક મેગા સિટીની યુવતી કંચનબેન મકવાણા આજે 123 અનાથ બાળકોને નિ:શુલ્ક ભણાવવાનું ભગીરથ કાર્ય કરી માનવતાની મહેંક પ્રસરાવી રહી છે.

વશરામ મકવાણાના ખાસ પરિચિત એવા શિક્ષણ મંત્રી આનંદીબેન પટેલ દ્વારા કેન્સર વિભાગ, સિવિલ હોસ્પિટલ, અમદાવાદના હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ ડો. પ્રકાશભાઈ શાહને ભલામણ પત્ર આપીને કંચનબેનનાં પગની ખાસ કેસમાં ફરી ઊંડી તપાસ કરાવવાની સૂચના આપી અને ત્યારે ડોક્ટરે બંનેને સલાહ આપી કે, કંચનબેનને બોર્ન કેન્સર છે,તમે લગ્નગ્રંથિથી ન જોડશો,તમે સંતાન પણ ન કરશો.’ તો પણ બંને જણાએ સાદાઇથી લગ્ન કરી લીધા