Lifestyle: શીખ ધર્મના અનુયાયીઓ જ્યાં પ્રાર્થના અને સત્સંગ કરે છે એ પવિત્ર ઉપાસનાસ્થળ છે ગુરુદ્વારા (Gurudwara)! ત્યાં પ્રસાદરુપે શ્રદ્ધાળુઓને જે હલવાનું વિતરણ કરવામાં આવે છે એને ‘કડા પ્રસાદ’ (Kada Prasad) કહે છે. એનો સ્વાદ એટલો તો સરસ હોય છે કે, જો તમે એને એક વાર ખાધો હોય તો પણ તમને દાઢે વળગી જશે! ઘઉંના લોટમાંથી બનાવવામાં આવતો આ એક સ્વાદિષ્ટ હલવો અથવા શીરો છે જેને દેશી ઘીનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે.

શિયાળા (Winter)માં રાત્રે અને ખાસ કરીને સવાર-સવારમાં મીઠી ઊંઘ આવતી હોય છે અને ઘણી વાર ઑફિસ જવાનું મોડું થતું હોય ત્યારે બ્રેકફાસ્ટ બનાવવાનો સમય પણ નથી રહેતો! આ ઉપરાંત, જ્યારે પણ ઘરે મહેમાન અચાનક આવી જાય ત્યારે નાસ્તામાં શું આપવું એની પણ મૂંઝવણ થતી હોય છે. તો આવા સમયે તમે આ ગરમાગરમ શીરો બનાવીને સર્વ કરી શકો છો. આ મજેદાર વ્યંજનથી ક્ષુધાગ્નિ પણ સંતોષાશે અને સ્વાદ પણ!!
અબાલવૃદ્ધ સૌ ખાઇ શકે એવો કડા પ્રસાદ હલવો
ગાજરનો હલવો, મગદાળનો હલવો કે પછી સોજીનો હલવો (Carrot Halwa, Almond Halwa or Semolina Halwa) પણ આ કડા પ્રસાદ (Kada Prasad) સામે ફીકા લાગે છે. ખાવામાં એ અત્યંત નરમ હોય છે અને મોંમાં જતા વેંત જ ઓગળી જાય છે! એને વિશેષ કરીને બાળકો (Children)ને ખવડાવવાથી એમનું સ્વાસ્થ્ય (Health) મજબૂત રહે છે. દાંત ન હોય એવા વડીલો કે વૃદ્ધ વ્યક્તિઓ પણ એને આસાનીથી ખાઇ શકે છે. આસ્થા, શ્રદ્ધા અને ભક્તિનો પરમ સંગમ આ કડા પ્રસાદના સ્વાદને અનેકગણો વધારે છે. જો તમને પણ ગુરુદ્વારામાં મળતા આ વિશેષ કડા પ્રસાદ (Kada Prasad)નો સ્વાદ પસંદ હોય તો અહિં અમે એની રેસિપી (Recipe) પ્રસ્તુત કરવા જઇ રહ્યાં છીએ…
શી રીતે બનાવશો કડા પ્રસાદ (Kada Prasad)?
કડા પ્રસાદ હલવો બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
1 કપ દેશી ઘી
1 કપ ઘઉંનો લોટ
3-4 લીલી ઈલાયચીનો ભૂકો
1 કપ ખાંડ
પાણી આવશ્યકતા અનુસાર
ડ્રાય ફ્રુટ્સ (વૈકલ્પિક)

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ કડા પ્રસાદ હલવો (Kada Prasad) બનાવવા માટે 1 કપ દેશી ઘી (Desi Ghee) લઇને એક તાવડીમાં ઉમેરીને ગરમ કરવું. તાવડી આયર્નની જાડા તળીયા વાળી લેવી. ન હોય તો નૉન સ્ટિક (Non Stick) પણ ચાલશે પરંતુ, લોખંડની કઢાઇ (Iron Pen) વધારે ઉત્તમ રહેશે.
2. ઘી ગરમ થાય એટલે એમાં 1 કપ ઘઉંનો રેગ્યુલર લોટ (Wheat Flour) લઇ લેવો અને એને સતત હલાવતા રહીને ધીમા તાપે શેકવો. આ સ્ટેપ અત્યંત મહત્વનું છે.
3. હવે જ્યારે લોટ બરાબર શેકાઇ જાય અને સરસ મજાની સોડમ (Nice Smell) આવવા લાગે ત્યારે એ સોનેરી રંગનો થઇ જશે અને ઘી છોડવા લાગશે.
4. આ સ્ટેજ પર એમાં 2 કપ ગરમ પાણી (Warm Water) ઉમેરી દેવું. આ ધીમે-ધીમે મિક્સ કરવું જેથી તમારી પર એના છાંટા ન ઉડે. આ પાણી ઉમેરતી વખતે શીરા (Kada Prasad)ને સતત હલાવતા રહેવું અને એ ધ્યાન રાખવું કે જો તમે એ બંધ કરી દેશો તો એમાં ગઠ્ઠા પડવાની સંભાવના રહેશે અને કડા પ્રસાદ સારો નહિં બને.

5. હવે એમાં 1 કપ અથવા તો તમારે જેટલું ગળપણ જોઇતું હોય એ મુજબ ખાંડ (Sugar) ઉમેરી દો. ઘણા લોકો ખાંડ અને પાણીને એકસાથે અલગથી ઉકાળી લે છે અને પછી લોટમાં મિક્સ કરે છે.
6. હવે આ મિશ્રણને સતત હલાવતા રહો અને જ્યાં સુધી એમાંથી ઘી રિલીઝ ન થાય ત્યાં સુધી એને પકાવવાનો છે.
7. ઘી છૂટે એટલે સમજવું કે કડા પ્રસાદ તૈયાર થવા આવ્યો છે. હવે એમાં બારીક વાટેલી લીલી ઇલાયચી (Green Cardamom) મિક્સ કરી દો.
8. કડા પ્રસાદ (Kada Prasad) કોઇ પણ જાતના સૂકા મેવા (Dry Fruits) વિના પણ ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. પરંતુ જો તમને પસંદ હોય તે તમે એમાં મનપસંદ ડ્રાયફ્રુટ્સની કતરણ પણ ઉમેરી શકો છો.
તો તૈયાર છે તમારો અનોખો કડા પ્રસાદ હલવો…આ રીતે શિયાળાની ઠંડી મોસમમાં અથવા ગમે ત્યારે આ શીરો બનાવીને જરુર ખાવો જોઇએ.
આ પણ વાંચો: શિયાળામાં તલ-ગોળની હૅલ્ધી, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ તલ પાપડી બનાવવાની નવીન રેસિપી..!
આ પણ વાંચો: શિયાળામાં તલ-ગોળની હૅલ્ધી, ક્રિસ્પી અને સ્વાદિષ્ટ તલ પાપડી બનાવવાની નવીન રેસિપી..!
