Entertainment News: આજે ‘ધ કેરાલા સ્ટોરી’ ની સિક્વલ એવી ‘ધ કેરાલા સ્ટોરી 2’ (The Kerala Story 2)નું ટીઝર રિલીઝ થઇ ચૂક્યું છે જે જોઇને આ એક દર્દથી ભરેલી અને ડરામણી કહાણી હોવાનું પ્રતીત થાય છે.
વિપુલ અમૃતલાલ શાહ (Vipul Amritlal Shah)ની ફિલ્મ ‘ધ કેરાલા સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ’ નું જબરદસ્ત ટીઝર (Teaser) થોડી વાર પહેલા જ, આજે રિલીઝ કરવામાં આવ્યું છે. વર્ષ 2023માં રિલીઝ થયેલી સફળ ફિલ્મ ધ કેરાલા સ્ટોરીની સિક્વલ છે. આ ઉપરાંત, આ મૂવીની રિલીઝ ડેટ પરથી પણ સસ્પેન્સ દૂર થઇ ગયું છે!

‘ધ કેરાલા સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ’ (The Kerala Story 2: Goes Beyond)નું ટીઝર રિલીઝ
દર્શકોની આતુરતાનો અંત આણતા આજે ‘ધ કેરાલા સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ’નું ટીઝર રિલીઝ થઇ ચૂક્યું છે. ડર, ગુસ્સા, સાહસ અને સચ્ચાઇથી ભરપૂર આ ટીઝરને જોઇને કોઇના પણ રુંવાડા ઊંચા થઇ જશે! આ મૂવીનું ટીઝર અત્યંત સંવેદનશીલ (Sensitive) છે જેમાં ત્રણ હિન્દુ છોકરીઓ (Hindu Girls)ની દર્દનાક કહાણી છે અને આ ત્રણ યુવતીઓની ભૂમિકા ઉલ્કા ગુપ્તા, ઐશ્વર્યા ઓઝા અને અદિતિ ભાટિયા (Ulka Gupta, Aishwarya Ojha and Aditi Bhatia)એ નિભાવી છે.
‘આંખે’, ‘નમસ્તે લંડન’, ‘સિંઘ ઇઝ કિંગ’, ‘ફોર્સ’, ‘કમાન્ડો: અ વન મેન આર્મી’, ‘હૉલિડે: સોલ્જર ઇઝ નેવર ઑફ ડ્યૂટી’ જેવી અદ્ભૂત બોક્સ ઓફિસ પર સફળ ફિલ્મો બાદ હવે બોલીવુડ (Bollywood)ના સફળતમ નિર્માતા વિપુલ અમૃતલાલ શાહ ‘ધ કેરાલા સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ’ મૂવી લઇને આવ્યા છે.

‘ધ કેરાલા સ્ટોરી 2’માં વિશેષ શું છે?
આ ફિલ્મનું નિર્દેશન નેશનલ એવોર્ડ વિજેતા કમાખ્યા નારાયણ સિંહ દ્વારા કરવામાં આવ્યું છે. આ મૂવીમાં દર્શાવાયું છે કે, ત્રણ હિન્દુ યુવતીઓને મુસ્લિમ યુવકો (Muslim Boys) સાથે પ્રેમ થઇ જાય છે અને પછી એમની જીંદગી કેવો ખોફનાક વળાંક લે છે! આ તબક્કે, એક ખતરનાક સુનિયોજીત પ્લાનનો ઘટસ્ફોટ થાય છે અને આ કહાણી પ્રેમ (Love)ના સ્થાને ફસાઇ ગયા હોવાની એક ડરામણી કથા (Scary story) બનીને રહી જાય છે!

નિર્માતાઓની પોસ્ટ
આજે ફિલ્મ નિર્માતાઓએ સોશિયલ મીડિયા પર ‘ધ કેરાલા સ્ટોરી 2: ગોઝ બિયોન્ડ’નું ટીઝર રિલીઝ કર્યું છે. આ ટીઝરમાં સ્પષ્ટ જણાય છે કે યુવતીઓ હવે કેવળ અંજામ સહન નહિં કરે પણ એનો સણસણતો જવાબ પણ આપશે! આ ટીઝરની સાથે નિર્માતાઓએ લખ્યું છે કે, “અબ સહેંગે નહિં…લડેંગે, આપણી દીકરીઓ પ્રેમમાં નથી પડતી, જાળમાં ફસાઇ જાય છે!”
પોસ્ટમાં જણાવ્યા અનુસાર, આ ફિલ્મ 27 ફેબ્રુઆરી 2026ના રોજ થિયેટર્સમાં રિલીઝ થશે.
આ પણ વાંચો: એક સમયે ‘બોર્ડર’ ફિલ્મની ટીકિટ ખરીદવાના પૈસા નહતા અને આજે ‘બોર્ડર 2’માં દિલજીત દોસાંજ છે હીરો!
આ પણ વાંચો: અભિજીત ભટ્ટાચાર્યના એ આર રહેમાન પર ગંભીર આરોપ…”સાહબને બોલ દિયા, સિર્ફ મૈં કમાઉંગા!”
આ પણ વાંચો: અમિતાભ બચ્ચનના ઘરના દરવાજા 8 વાગ્યા પછી બોલીવુડ ના લોકો માટે બંધ…એક્ટર રાજા બુંદેલા
