Today Special: ભારત દેશ વિવિધ તહેવારોનો દેશ છે અને બિહુ પર્વ આસામ (Assam, India)ના મુખ્ય અને વિખ્યાત તહેવારો પૈકીનો એક છે. આ વર્ષે બોહાગ બિહુ 14 એપ્રિલ 2026 (Bohag Bihu 2026, 14 April)ના રોજ મનાવવામાં આવશે. બોહાગ બિહુ આસામ અને ઉત્તર-પૂર્વ માં રહેનારા લોકો દ્વારા અત્યંત ધૂમધામથી મનાવવામાં આવે છે.

અસમિયા નવ વર્ષનું પ્રતીક બોહાગ બિહુ (Bohag Bihu 2026) ઉત્સવ
આ ખાસ દિવસ અસમિયા નવ વર્ષનું પ્રતીક છે. આમ તો બિહૂ વર્ષમાં ત્રણ વાર મનાવવામાં આવે છે. આ ત્રણેય વિશેષ દિવસના નામ આ મુજબ છે…
1. ભોગલી બિહુ (Bhogli Bihu)
2. બોહાગ બિહુ (Bohag Bihu)
3. કોંગાલી બિહુ (Kongali Bihu)
આ પૈકી આ વર્ષ 2026માં બોહાગ બિહુનો તહેવાર (Festival) મનાવવાની શરુઆત 14 એપ્રિલના રોજ થશે અને એ 20 એપ્રિલ સુધી અર્થાત્ પૂરા 7 દિવસો સુધી ઉજવવામાં આવશે. અસમમાં બોહાગ બિહુને રોંગાલી બિહુ (Rongali Bihu) તરીકે પણ સંબોધવામાં આવે છે.

બોહાગ બિહુ મનાવવાનું મહત્વ
બોહાગ બિહુ નું પર્વ દર વર્ષે ભારતમાં એપ્રિલના મધ્ય ભાગમાં મનાવાય છે. વસંત ઋતુના આગમન અને કૃષિ વર્ષની શરુઆતના પ્રતીક તરીકે આ વિશેષ દિવસની ઉજવણી કરવાની પરંપરા છે. આ ખાસ અવસર પર સારો પાક (Crop) થાય એ માટે લોકો ભગવાનને પ્રાર્થના કરે છે.

સાત દિવસનો બોહાગ બિહુ ઉત્સવ
જે રીતે આપણે નવ દિવસ સુધી નવરાત્રિ મનાવીએ છીએ એ જ રીતે, આ ખાસ તહેવારને પણ જુદા-જુદા સાત ચરણમાં મનાવાય છે જેના નામ છે…છોટ, રાતી, ગોરુ, મનુહ, કુટુમ, મેલા અને ચેરા…
આ સાત નામના સાત દિવસને પૂરા ઉત્સાહથી અસમની સંસ્કૃતિ અનુસાર મનાવાય છે અને દરેક દિવસની ખાસ પરંપરાનું પાલન કરવામાં આવે છે. લોકો આ દિવસ દરમિયાન સંગીત અને લોકકળાનું પ્રદર્શન કરે છે.

બોહાગ બિહૂ પર્વની પરંપરાઓ
આસામમાં અને ઉત્તર-પૂર્વમાં રહેનારા લોકો (North-East People) દ્વારા નવ વર્ષ અને વસંત ઋતુના આગમનને વધાવવા માટે બોહાગ બિહુનો તહેવાર મનાવવામાં આવે છે.
આ તહેવાર પર લોકો સજીધજીને ગીતો ગાય છે, યુવતીઓ પારંપરિક લાલ અને સફેદ પોશાક પહેરે છે અને પારંપરિક બિહુ નૃત્ય (Bihu Dance) કરે છે.
ઉત્સવ દરમિયાન, વિવિધ પકવાન બનાવવામાં આવે છે અને સાથે મળીને એને ગ્રહણ કરવામાં આવે છે. આ મીઠાઈઓમાં નારિયેળ, ચોખા અને ગોળથી બનતા પીઠા અને લાડુ વિશેષ વ્યંજનના રુપમાં ખાવામાં આવે છે.
આ પણ વાંચો: વિશ્વભરમાં આજે મનાવવામાં આવશે ‘ઈસ્ટર સન્ડે’…જાણીએ ગુડ ફ્રાઇડે પછી કેમ આવે છે આ પર્વ..!
આ પણ વાંચો: ‘વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન’ (WHO)નો સ્થાપનાદિન 7 એપ્રિલના રોજ…આજે છે વિશ્વ સ્વાસ્થ્ય દિવસ’…
