Lifestyle: શું તમારા વાળ ઘણા ખરે છે અને એના કારણે માથામાં ટાલ જેવું લાગવા લાગ્યું છે? જો હા, તો તમારી જાણ માટે દર્શાવીએ કે હેર ફૉલ ટ્રીટમેન્ટ માટે તમારે વધારે પૈસા ખર્ચ કરવાની આવશ્યકતા નથી! ઘરે બેઠા-બેઠા જ તમે આ સમસ્યાને દૂર કરી શકો છો. ચાલો જાણીએ, પોષક તત્વોથી ભરપૂર એવી એલોવેરા-મધની હેર પેક રેસિપી (Aloe vera-Honey Hair Pack) વિશે…જેને અઠવાડિયે 1-2 વખત લગાવવાથી તમારી હેર ફૉલની સમસ્યા (Hair Fall Problem) ઘણા અંશે દૂર થઇ શકશે. વળી આ હેર પેક બનાવવાનું અત્યંત સરળ છે!

વાળને પોષણ પ્રદાન કરતો હેર પેક (Aloe vera-Honey Hair Pack)
એલોવેરા જેલ તથા મધ….આ બંને પદાર્થો વાળના સ્વાસ્થ્ય માટે એક વરદાનથી કમ નથી! હેર ફૉલ કંટ્રોલ કરવા માટે અવશ્ય એને વાપરવા જોઇએ. એમાં રહેલા પોષક તત્વો તમારા વાળની શુષ્કતાને દૂર કરીને એમને સિલ્કી અને ચમકદાર બનાવશે અને વાળ ખરવાની સમસ્યાથી પણ મુક્તિ અપાવશે.
શી રીતે બનાવશો એલોવેરા જેલ હેર પેક?
હેર પેક બનાવવા માટે તમને આ બે સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
2 ચમચી એલોવેરા જેલ
1 ચમચી મધ
બનાવવાની વિધિ
1. સૌપ્રથમ એક વાડકીમાં 2 ચમચી એલોવેરા જેલ (Aloe vera Gel) લેવી. ઉત્તમ પરિણામો માટે તમે ફ્રેશ એલોવેરા જેલ લો તો વધુ બહેતર રહેશે.
2. આ જ વાડકીમાં તમારે 1 ચમચી મધ (Honey) પણ લેવાનું રહેશે.
3. આ બંને વસ્તુઓને પરસ્પર સરસ રીતે મિક્સ કરી લો અને એક સ્મૂધ પેસ્ટ જેવું બનાવી લો.

વાળમાં શી રીતે લગાવશો?
આ હેર પેકને કેવળ વાળમાં જ નહિં પરંતુ પોતાના માથા પર (સ્કૅલ્પ પર) સારી રીતે લગાવી લેવો. 20 મિનિટ સુધી એને વાળમાં લગાવીને રાખવો અને પછી હેર વોશ કરી લેવા.
આ હેર પેકને નિયમિતપણે વાપરશો તો એક-બે અઠવાડિયામાં તમને એનો ફરક તરત જ ખબર પડી જશે. તમારા વાળ ખરવાનું પ્રમાણ ઘટી જશે એ નિ:શંક છે.
Disclaimer: આ લેખની માહિતી નિષ્ણાત દ્વારા સૂચવેલી કેવળ સામાન્ય જાણકારી છે. સ્વાસ્થ્યને લગતી કોઈ પણ સમસ્યા અંગે તબીબી સલાહ અવશ્ય લેવી.
આ પણ વાંચો: વાળ ખુલ્લા રાખીને સૂવું કે પછી બાંધીને? હેર હૅલ્થ માટે શું છે લાભકારક…જાણો વાળની સંભાળ લેવાની ટિપ્સ..!
આ પણ વાંચો: ઘરેલું હેર પેકથી વાળને મજબૂત, લંબા અને તંદુરસ્ત બનાવવાનો સરળ રીત… જાણો
આ પણ વાંચો: શેવિંગ માટે ક્રીમના સ્થાને કરો કાચા દૂધનો વપરાશ…વાળ થશે સફાચટ…ચહેરા પર છવાશે નિખાર! આ રહી ટિપ્સ…
