Entertainment News: ‘લાગી તુજ સે લગન’ સીરિયલથી પોતાની આગવી ઓળખ બનાવનારી અભિનેત્રી માહી વિજ (Actress Mahi Vij) એક વાર ફરી સુર્ખીઓમાં છવાઇ છે! માહી વિજે એની અફલાતૂન એક્ટિંગથી અનેક લોકોના દિલ જીત્યા છે.

તલાક બાદ ‘સહર હોને કો હૈ’ ધારાવાહિકથી કમબેક
‘લાગી તુજ સે લગન’ સીરિયલ (Lagi Tuj Se Lagan)થી લોકપ્રિયતા હાંસલ કરનારી અભિનેત્રી માહી વિજ એક વાર ફરીથી ચર્ચામાં છે. ઘણી વર્ષોથી માહી સીરિયલથી દૂર હતી પરંતુ, તલાક (Divorce) લીધા બાદ એણે ‘સહર હોને કો હૈ’ ધારાવાહિક (Sahar Hone ko Hai)થી કમબેક કર્યું અને એમાં એણે માતાની ભૂમિકા ભજવી જે લોકોને ઘણી જ પસંદ પડી હતી. પણ હાલ અચાનક એવા સમાચાર સામે આવ્યા છે કે, એણે શો છોડવાનો નિર્ણય લીધો છે. એણે સોશિયલ મીડિયા (Social Media) પર કંઇક એવી પોસ્ટ કરી કે લોકોને અંદાજ આવી ગયો કે એ જલદી જ આ શોનો હિસ્સો નહિં રહે!

‘સહર હોને કો હૈ’ શોમાંથી માહી વિજ (Mahi Vij) બહાર થશે
માહીએ હાલમાં જ સોશિયલ મીડિયા પર કરેલી પોસ્ટ અનુસાર, “કેટલાક લોકો કામ કરીને પોતાને સૌભાગ્યશાળી મહેસૂસ કરે છે, મને અહિં તણાવ મહેસૂસ થાય છે!”
આ પછી એના ફેન્સને અંદાજ આવી ગયો કે એ આ સીરિયલ (Serial)થી બિલકુલ ખુશ નથી. એની સાથેના નિકટવર્તી સૂત્રોના જણાવ્યા મુજબ, આ સીરિયલમાં એક્ટ્રેસને ઘણી જ મોટી વયની સ્ત્રી દર્શાવવામાં આવી છે જેથી એ પોતાની ભૂમિકાથી જરાયે ખુશ નથી! હવે આ ખબરથી ફેન્સ અત્યંત નિરાશ થયા છે.
કેટલાક લોકો આ સમાચાર સાંભળીને ઘણા દુ:ખી છે તો બીજી તરફ કેટલાક લોકો એના આ નિર્ણયને વાજબી ઠેરવી રહ્યાં છે. એમનું માનવું છે કે જ્યાં મન ખુશ ન હોય ત્યાં કામ ન કરવું જોઇએ. આ સાથે જ તમને જણાવી દઇએ કે, હાલ તો આ બાબતની કોઇ અધિકૃત પુષ્ટિ નથી કરવામાં આવી…આ કેવળ અફવા (Rumor) પણ હોઇ શકે!
આ પણ વાંચો: પુરુષોને સ્ટ્રોન્ગ મહિલાઓ પસંદ નથી…નીના ગુપ્તાએ જણાવ્યું કે 95 ટકા મર્દને પસંદ છે લાચાર સ્ત્રીઓ..!!
આ પણ વાંચો: યુવાન વયે વૃદ્ધની ભૂમિકાઓ ભજવી…500 થી વધુ ફિલ્મો…71 ના થવા છતાં આ અભિનેતાની ફિટનેસ બરકરાર…!!
આ પણ વાંચો: ચાર કલાક માટે પતિ નથી જોઇતો! પાકિસ્તાની અભિનેત્રીનો બળાપો…સાસુ-સસરાએ બરબાદ કરી જીંદગી!
