Skip to content
Mantavyanews

Mantavyanews

24×7 News

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Sports
  • NRI News
  • Videos
  • Breaking News

Gujarat News/ હાર્દિક પટેલની ‘દેડકા’ વાળી પોસ્ટથી ગુજરાતના રાજકારણમાં ચર્ચા, કોને કર્યો ઈશારો?

હાર્દિક પટેલે (Hardik Patel) સોશિયલ મીડિયા સ્ટોરીમાં દેડકાનું કાર્ટૂન મૂકી કટાક્ષભરી પોસ્ટ શેર કરતાં ગુજરાતના રાજકારણમાં નવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

May 29, 2026Maya Sindhav
Gujarat Top Stories Others Breaking News
‘દેડકાને સોનાના હિંચકા પર બેસાડો તો પણ...’ Hardik Patelનો કટાક્ષ

Gujarat News: ગુજરાતના રાજકારણમાં ભાજપના ધારાસભ્ય હાર્દિક પટેલ (Hardik Patel) ફરી એકવાર પોતાની સોશિયલ મીડિયા પોસ્ટને લઈને ચર્ચામાં આવ્યા છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે સોશિયલ મીડિયા સ્ટોરીમાં દેડકાનું કાર્ટૂન શેર કરીને એક કટાક્ષભર્યો સંદેશ પોસ્ટ કર્યો હતો, જેના કારણે રાજકીય વર્તુળોમાં અનેક અટકળો શરૂ થઈ ગઈ છે.

Hardik Patelની પોસ્ટથી રાજકારણ ગરમાયું

હાર્દિક પટેલે (Hardik Patel) પોતાની પોસ્ટમાં દેડકાનું ચિત્ર મૂકીને તેના ઉપર લખ્યું હતું કે, “દેડકાને સોનાના હિંચકા પર બેસાડો તો પણ છલાંગ તો ખાડામાં જ મારશે.” આ સાથે તેમણે વધુમાં લખ્યું કે, “ગમે તેવી સલાહ આપશો તો પણ વિરોધીઓ વિરોધ જ કરશે.”

આ પોસ્ટ કોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે તે અંગે હજી સુધી કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ રાજકીય વર્તુળોમાં આ પોસ્ટને લઈને ભારે ચર્ચા શરૂ થઈ ગઈ છે. હાર્દિક પટેલે પોતાના વિરોધીઓને નિશાન બનાવ્યા છે કે પક્ષની અંદરના કોઈ નેતાઓને ઈશારો કર્યો છે તે અંગે અનેક અટકળો ચાલી રહી છે.

હાર્દિક પટેલ (Hardik Patel) તેમના વેધક નિવેદનો અને આંદોલનકારી છબી માટે જાણીતા રહ્યા છે. અગાઉ તેઓ જાહેર મંચ પરથી તીખા પ્રહાર કરતા હતા, પરંતુ હવે તેઓ સોશિયલ મીડિયા મારફતે સંકેતાત્મક અને કટાક્ષભરી પોસ્ટ દ્વારા પોતાની વાત પહોંચાડતા જોવા મળે છે. રાજકારણમાં સક્રિય થયા બાદ હાર્દિક પટેલ વારંવાર સોશિયલ મીડિયા પોસ્ટથી ચર્ચા જગાવતા રહ્યા છે. તેઓ સીધું નામ લીધા વગર કટાક્ષભર્યા શબ્દોનો ઉપયોગ કરીને સંદેશ આપતા હોય છે, જેના કારણે તેમના પોસ્ટ બાદ રાજકીય માહોલ ગરમાઈ જતો હોય છે.

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં ગુજરાત વિધાનસભાની ગૌણ વિધાન સમિતિના પ્રમુખ તરીકે પણ હાર્દિક પટેલની નિમણૂંક કરવામાં આવી છે. આ સમિતિ સરકાર દ્વારા અમલમાં મુકાતા નિયમો અને પ્રક્રિયાઓની સમીક્ષા કરીને તે કાયદાની મર્યાદામાં અને જનહિતમાં છે કે નહીં તેની દેખરેખ રાખે છે. સમિતિમાં કુલ 10 ધારાસભ્યોનો સમાવેશ થાય છે.

હાલ હાર્દિક પટેલની આ પોસ્ટ બાદ સોશિયલ મીડિયા અને રાજકીય વર્તુળોમાં એક જ ચર્ચા ચાલી રહી છે કે આખરે આ ‘દેડકા’ વાળો કટાક્ષ કોના માટે હતો?


આ પણ વાંચો:હાર્દિક પટેલને ગુજરાત વિધાનસભાની ગૌણ વિધાન સમિતિના પ્રમુખપદની જવાબદારી

આ પણ વાંચો:હાર્દિક પટેલને મોટી રાહત, 2018 નિકોલ પોલીસ કેસ પરત ખેંચવાની પ્રક્રિયા તેજ

આ પણ વાંચો:સોશિયલ મીડિયામાં કરાતા આક્ષેપોની પરવા નથી, હું ચૂપ રહેવાનો નથીઃ હાર્દિક પટેલ

Post navigation

ભારત-બાંગ્લાદેશ સરહદ પર હિન્દુઓ આપી રહ્યા છે જમીન દાન
હાઈકોર્ટના સ્ટેથી હજીરા-મુંબઈ પોર્ટ પર ₹250 કરોડનું યાર્ન અટવાયું

More Posts

Breaking News/ ગાંધીનગર પોલીસે નિવૃત IAS અધિકારીની કરી ધરપકડ, ભ્રષ્ટાચારના કેસમાં નિવૃત IAS એસ. કે. લાંગાની ધરપકડ, પોલીસે નિવૃત IAS અધિકારી એસ. કે. લાંગાની ધરપકડ કરી, લાંગાના કાર્યકાળમાં નોંધાઇ હતી ફરિયાદ, ગાંધીનગર કલેક્ટર તરીકે બજાવતા હતા ફરજ, પાંજરાપોળની જમીન બાબતે નોંધાઇ હતી ફરિયાદ  

July 11, 2023khusbu pandya

Rain/ રાજ્યમાં અતિ ભારે વરસાદની આગાહી,તંત્ર એલર્ટ

July 6, 2022mustak malik
Congress Left Mainpuri Election

Election/ કોંગ્રેસ મૈનપુરી પેટાચૂંટણી નહીં લડે, કહ્યું- ‘અમારી પાસે સમય નથી’

November 10, 2022Rahul Rathod

Gujarat/ મોરબી માળીયા ફાટક નજીક અકસ્માત, બાઇકને અજાણ્યા વાહને હડફેટે લીધું, ગમખ્વાર અકસ્માતમાં 4 લોકોના મોત, ચારેય શખ્સો રાજસ્થાનના રહેવાસીઓ, પોલીસે મૃતદેહને પીએમ માટે ખસેડયા

January 28, 2021parth amin

Gandhinagar News/ કુંવરજી બાવળિયાને સીએમ બનાવવાની ઉઠી માંગ

July 8, 2024July 8, 2024jani

Rajkot News/ શું રાજકારણમાં હોય તો કોઈનો જીવલેવાનો તમે હક મળી જાય છે? પાટીદાર દીકરીએ રડતાં રડતાં વ્યક્ત કર્યું દુખ

August 4, 2025August 4, 2025Panara Mansi

World/ વિશ્વમાં કુલ કેસનો આંક 12 કરોડને પાર, બ્રાઝિલમાં કોરોનાનો અજગરભરડો, બ્રાઝિલમાં કોરોનાનાં નવા 70 હજાર કેસ, યુ.એસમાં કોરોનાનાં નવા 48 હજાર કેસ, વિશ્વમાં હાલ 2.08 કરોડ એક્ટિવ કેસ

March 14, 2021parth amin
Physical Test

Ahmedabad News/ આજથી પોલીસ ભરતી માટે 15 સ્થળ પર શારીરિક કસોટીનું આયોજન

January 21, 2026January 21, 2026Panara Mansi

ડમી કાંડ/ ભાવનગર ડમીકાંડમાં વધુ એક આરોપી ઝડપાયો SOGએ ડમીકાંડના વધુ એક આરોપીને દબોચ્યો તળાજાના પીપરલા ગામના ભાવેશ જેઠવાની ધડપકડ પ્રથમ FRIની 36 નામોની યાદીનો 9 નંબરનો આરોપી ઝડપાયો મુખ્ય FIRના 36 પૈકી માત્ર 19 આરોપી પોલીસ ગિરફ્તમાં હજુ પણ 17 આરોપીઓ પોલીસ પકડથી દૂર SIT દ્વારા અત્યાર સુધીમાં 41 આરોપીઓ ઝબ્બે કરાયા મુખ્ય FIR સિવાયના કુલ 22 આરોપીને પણ SITએ દબોચ્યા

May 14, 2023jani

પ્રહાર/ મમતા બેનર્જીએ ભાજપ પર કર્યા આકરા પ્રહાર, વિરોધ પક્ષના ગઠબંધનના લીઘે ડરથી ધ્રુજી રહ્યા છે!

July 19, 2023July 19, 2023garima rao
Mantavyanews

Mantavya News is an urban Gujarati News Channel. Breaking barriers from conventional news scenario, Mantavyas Key Differentiator is web based news division - with leading tie ups like Daily Hunt, Jio News and News Dog.

  • Home
  • Gujarat
  • India
  • World
  • Entertainment
  • Business
  • Tech & Auto
  • Lifestyle
  • Dharma & Bhakti
  • Sports
  • Videos
  • Breaking News

Follow Us

  • Instagram Threads
Copyright © 2026 Mantavya News. All rights reserved. | Design & Developed by: Augmetic Infinite LLP

Privacy Policy