Food Recipe: ઘરમાં અચાનક કોઈ મહેમાન આવી જાય અને કંઇક ગળ્યુ બનાવવાનું મન થાય તો તમે સોજીની ખીર (Suji Kheer) બનાવી શકો છો. દક્ષિણ ભારતમાં સોજીની ખીરને પાયસમ (Payasam) કહે છે.
સોજીની ખીર બનાવવામાં ઘણી ઓછી મહેનત પડે છે અને આ ખીર ઘણી જ ટેસ્ટી બને છે. દક્ષિણ ભારતમાં સોજીની ખીરને પાયસમ કહે છે. એને રવા પાયસમ (Rawa Payasam) પણ કહેવાય છે.બાળકોને આ ખીર ઘણી જ પસંદ પડે છે. તમે એને ઝટપટ તૈયાર કરી શકો છો. કેવળ દૂધ, સોજી, ખાંડ અને કેટલાક સૂકા મેવામાંથી તૈયાર થતી આ ખીરનો સ્વાદ અત્યંત સરસ લાગે છે. તો ચાલો ફટાફટ નોંધી લઇએ સોજીની ખીર બનાવવાની સરળ રેસિપી….
શ્રાદ્ધ (Shraddh)ના દિવસો ચાલી રહ્યાં છે. આ સમય દરમિયાન, સૌ પિતૃઓનું પૂજન કરે છે અને એમના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ, તર્પણ વગેરે કરવામાં આવે છે. આ એવો સમય છે કે જે દરમિયાન, સાત્વિક જીવન જીવવાની તથા સાત્વિક ભોજન કરવાની (Satvik Food) સલાહ આપવામાં આવે છે. ઉપરાંત, એવા ઘણા કાર્યો હોય છે જે કરવાની શાસ્ત્રોક્ત રીતે મનાઇ હોય છે. આ સોળ દિવસો દરમિયાન, લસણ, ડુંગળીના સેવન તથા માંસ-મદ્યપાન વગેરે તામસિક ચીજવસ્તુઓથી દૂર રહેવું જોઇએ તથા દૂધથી બનેલા પદાર્થો (Milk Recipes) નું સેવન કરવું જોઇએ. કેવળ ધાર્મિક જ નહિં પરંતુ, સ્વાસ્થ્ય (Health)ની દ્રષ્ટિએ પણ એમનું સેવન આ ઋતુમાં ઉત્તમ ગણાય છે.
તહેવારો અને ખાસ દિવસોમાં આ મીઠી ખીર (Kheer) કે જેને સંસ્કૃતમાં ક્ષીર કહે છે, તેનું સેવન કરવાની પરંપરા સદીઓ પુરાણી છે. જ્યારે આટલી બધી મિઠાઇઓના વિકલ્પો ન હતા ત્યારે પણ મોટાભાગના ઘરમાં વ્યંજનો (Sweets)માં ખીર તથા હલવો બનાવવામાં આવતો હતો. ચોખા(Rice) અને દૂધ (Milk)થી બનતું આ મધુર પેય વ્યંજન ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. જો તમે શ્રાદ્ધના દિવસોમાં દૂધપાક અથવા ખીર બનાવતા હો તો તમારે એક વખત આ સોજીની સ્પેશિયલ ખીર (Suji Kheer) અવશ્ય બનાવવી જોઇએ.
શી રીતે બનાવશો સોજીની ખીર? (Suji Kheer Recipe)
સોજીની ખીર (Suji Kheer) બનાવવા માટે તમને આટલી સામગ્રી (Ingredients)ની આવશ્યકતા રહેશે.

સામગ્રી
2 ટેબલસ્પૂન ઘી
અડધી વાડકી સમારેલા Dry Fruits -કાજુ, બદામ, પિસ્તા અને કિશમિશ
4 ચમચી સોજી
3 કપ ફૂલ ક્રીમ દૂધ
સ્વાદાનુસાર ખાંડ
1 નાની ચમચી ઈલાયચી
દૂધમાં ઘોળેલું કેસર (વૈકલ્પિક)

બનાવવાની વિધિ
1. સૌપ્રથમ એક પૅનમાં 1 ટેબલ સ્પૂન ઘી ઉમેરીને એમાં તમારા મનપસંદ સૂકા મેવા શેકી લો. તમે એમાં સમારેલા બદામ, કાજુ, પિસ્તા તથા કિશમિશ લઈને આ તમામ સામગ્રીને 3-4 મિનિટ સુધી શેકી લો.
2. હવે સૂકા મેવાને એક પ્લેટમાં કાઢી લો અને પૅનમાં 1 ચમચી ઘી ઉમેરીને 4 ચમચી સોજીને મધ્યમ તાપે થોડી વાર શેકો.
3. સોજીનો રંગ ગોલ્ડન થાય ત્યારે સમજવું કે સોજી શેકાઈ ગઈ છે.
4. હવે એમાં 3 કપ જેટલું ફૂલ ક્રીમ દૂધ (Milk) ઉમેરીને સોજીમાં રસબસ થવા દો.
5. 10 મિનિટ ધીમા તાપે થવા દો પછી એમાં સ્વાદાનુસાર ખાંડ ઉમેરો અને દૂધમાં એ ઓગળે ત્યાં સુધી પકાવી લો.
6. હવે એમાં દળેલી ઈલાયચી 1 નાની ચમચી જેટલી ઉમેરી દો. તમે ખીરને તમારી પસંદ અનુસાર ઘટ્ટ અથવા પાતળી કન્સિસ્ટન્સીની રાખી શકો છો.
7. ખીરમાં શેકેલા સૂકા મેવા મિક્સ કરી દો અને એને સારી રીતે મિક્સ કરીને 5-6 મિનિટ સુધી પકાવો.
તો તૈયાર છે તમારી સોજીની ખીર (Suji Kheer)…જેને તમે ઠંડી કરીને ફ્રીઝમાં રાખીને પછી ખાઈ શકો છો અથવા એ ગરમ-ગરમ પણ સારી લાગે છે. બાળકોને આ સોજીની ખીર ખૂબ પસંદ પડે છે. તમે મહેમાનોને પણ આ સર્વ કરી શકો છો.
તહેવાર નિમિત્તે સોજીની ખીર મીઠાઈનો એક સારો વિકલ્પ છે. નાસ્તામાં પણ તમે સોજીની ખીર બનાવીને ખાઈ શકો છો. જો પિતૃ પક્ષમાં દરરોજ દૂધપાક, બાસુદી અને પરંપરાગત ચોખાની ખીર ખાઇને બોર થયા હો તો આ સોજીની ખીર બનાવીને આરોગી શકો છો. ખીરને વધુ સ્વાદિષ્ટ અને કેસરી રંગની બનાવવા માટે તમે એમાં દૂધમાં ઘોળેલું કેસર (Saffron) પણ ઉમેરી શકો છો. કેટલાક લોકો સોજીને ઓછી શેકે છે તો એનો સ્વાદ એટલો સારો નથી લાગતો…ખીરમાં સોજીને હલવા જેટલી તો અવશ્ય શેકીને મિક્સ કરવી જોઈએ.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
