Not Set/ પાકિસ્તાનની નફ્ફટાઇ, પોરબંદરની બોટ પર કર્યું ફાયરિંગ, બોટનો ટંડેલ થયો જખમી

નફ્ફટ પાકિસ્તાનને ફરી એક વખત નફ્ફટાઇ કરી હોવાની વિગતો સામે આવી રહી છે. આમ તો પાકિસ્તાન અને પાકિસ્તાન મરીન આવું છાશવારે કરતા આવ્યા છે. પાક મરીન દ્વારા પૂર્વે પણ અનેક વખત લૂંટારુ જેવું વર્તન કરી માછીમારો પર ફાયરિંગ તેને લૂંટી અથવા અપહત કરી લેવામાં આવ્યા છે, પરંતુ આ કિસ્સામાં પાક મરીન(માફિયા) ફાવ્યા નથી. જી હા, વિદિત […]

Gujarat Others

નફ્ફટ પાકિસ્તાનને ફરી એક વખત નફ્ફટાઇ કરી હોવાની વિગતો સામે આવી રહી છે. આમ તો પાકિસ્તાન અને પાકિસ્તાન મરીન આવું છાશવારે કરતા આવ્યા છે. પાક મરીન દ્વારા પૂર્વે પણ અનેક વખત લૂંટારુ જેવું વર્તન કરી માછીમારો પર ફાયરિંગ તેને લૂંટી અથવા અપહત કરી લેવામાં આવ્યા છે, પરંતુ આ કિસ્સામાં પાક મરીન(માફિયા) ફાવ્યા નથી.

જી હા, વિદિત વાત મુજબ નફ્ફટ પાકિસ્તાનને ફરી એક વખત નફ્ફટાઇ કરી ભારતીય માછીમારો પર ફાયરિંગ કર્યુ હતું. આ ફાયરિંગ INBL નજીક પાક મરીન સિક્યુરિટી દ્વારા કરવામાં આવ્યું હતું. જેના પર ફાયરિંગ થયેલ તે દેવલાભ બોટ પોરબંદર આવી પહોંચી છે. બોટના ટંડેલ ધીરુભાઈ બાંભણિયા ઇજાગ્રસ્ત થયા છે. ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાન મરીન દ્વારા દેવલાભ બોટ  પર 4 રાઉન્ડ ફાયરિંગ કરાયું હતું અને તેમાથી એક ગોળી ટંડેલના હાથમાં અને બાકીની 3 ગોળી પાણીમાં ઉતરી ગઇ હતી. પાકિસ્તાનની અવળચંડાઇને કારણે ફરી એક વખત બોટ પર ફાયરિંગ થતા માછીમારોમાં ભયનો માહોલ જોવામાં આવી રહ્યો છે.  

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FaceBook, Twitter, Instagram અને YouTubeપર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “Mantavya News ની નવી મોબાઇલ એપ્લિકેશન….

ક્લિક કરો આ લીંક પર અને તમે પણ જોડાવ દેશને અત્મનિર્ભર કરવાનાં આ અભિયાનમાં #Boycott_China, #Mantavyanews