બેંગ્લુરુઃ કર્ણાટક હાઇકોર્ટે તાજેતરમાં Karnatak High court મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું છે કે બહેનો કુટુંબનો હિસ્સો હોતી નથી. તેથી ભાઈના મોત પછી તેને નોકરી ન મળે. હાઇકોર્ટે એક સરકારી કર્મચારીના મોત પછી તેની બહેનના નોકરીના દાવાને ફગાવી દેતા આ વાત જણાવી હતી. નિયમો મુજબ જો કોઈ સરકારી નોકરિયાતનું નોકરી પર જ મોત થાય છે તો તેના કુટુંબના કોઈપણ સભ્યને તેના બદલે નોકરી આપવાની જોગવાઈ છે. આ નિયમો હેઠળ બહેને પોતાના ભાઈના મોત પછી કંપનીમાં નોકરીની માંગ કરી હતી.
મહિલાએ તેની અરજીમાં ભાઈના સ્થાને નોકરીની Karnatak High court માંગ કરી હતી, પરંતુ હાઇકોર્ટે મહિલાની તે અપીલને એમ કહીને ફગાવી દીધી કે બહેન ભાઇના કુટુંબની પરિભાષામાં ન આવે. ચીફ જસ્ટિસ પ્રસન્ના બી બરાલે અને જસ્ટિસ કૃષ્ણ એસ દિક્ષિતની બેન્ચે આમ જણાવ્યું હતું.
કંપની એક્ટ 1956 અને અને કંપનીઝ એક્ટ 2013નો હવાલો આપતા કંપનીએ બહેનને આ કાયદા હેઠળ નોકરી આપવાનો ઇન્કાર કર્યો હતો. આ મામલો કર્ણાટકના તુમકુરાનો છે. અહીં બેંગ્લુરુ ઇલેક્ટ્રિસિટી સપ્લાય કંપની Karnatak High court લિમિટેડમાં એક કર્મચારીનું ફરજ પર જ નિધન થયું હતું. તેના પછી તેની બહેને ભાઇના સ્થાને નોકરીની માંગ કરી હતી. પણ કંપનીએ તેની માંગ ફગાવી દીધી હતી. તેના પગલે તે સેશન્સ કોર્ટ ગઈ હતી, જ્યાં સિંગલ જજે તેની અરજી ફગાવી દીધી હતી.
વાસ્તવમાં કર્મચારીની બહેન પલ્લવીએ જણાવ્યું હતું કે તે તેના ભાઈ પર નિર્ભર હતી. તે મારા કુટુંબનો સભ્ય હતો અને હું તેના પરિવારની સભ્ય હોઈ મને નોકરી મળવી જોઈએ. કંપનીએ વળતા જવાબમાં જણાવ્યું હતું કે રહેમરાહે Karnatak High court નોકરી સમાનતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે. જો નિયમને યોગ્ય રીતે માનવામાં આવે તો પણ બહેન પોતાના ભાઈના મોત પછી કોઈપણ પ્રકારની નોકરીની હક્કદાર નથી. નિયમ મુજબ કોઈ સરકારી નોકરિયાતનું ફરજ પર નિધન થાય છે તો તેની નોકરી તેના કુટુંબને ટ્રાન્સફર કરી દેવાય છે.
આ પણ વાંચોઃ Ayushman Scam/ આયુષ્યમાન યોજનાની ‘તબિયત’ બગડતી અટકાવવા ગુજરાત સરકાર ‘ડોક્ટર’ બની
આ પણ વાંચોઃ Accident/ બિહારમાં મોટી દુર્ઘટના, 30 વિદ્યાર્થીઓને લઈ જતી બોટ પલટી
આ પણ વાંચોઃ સન્નાટો/ ભવનાગરના દિહોરમાં એકસાથે સળગી 10 ચિતાઓ, ગામ હિબકે ચઢ્યું
આ પણ વાંચોઃ Ukraine/ યુક્રેને ભારત અને ચીનના લોકોની બુદ્ધિમત્તા પર ઉઠાવ્યો સવાલ
આ પણ વાંચોઃ Reincarnation/ સાત મિનિટનું મૃત્યુ અને પછી પુન:જન્મ, અભિનેતાએ જણાવ્યો પરલોકનો અનુભવ
