Vadodara News: ધારાસભ્ય શૈલેષ મહેતાએ જિલ્લાના ડભોઈ (Dabhoi) વિધાનસભા મતવિસ્તાર હેઠળ આવતા ભાયલી વિસ્તારમાં અશાંત વિસ્તાર અધિનિયમ લાગુ કરવા માટે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.
વડોદરામાં ધારાસભ્ય શૈલેષ મહેતા (MLA Shailesh Mehta)એ ભાયલી (Bhayli)માં અશાંત ધારો લાગુ કરવા મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે, જેમાં તેમણે લખ્યું છે કે ભાયલી વિસ્તારનો વિકાસ વધી રહ્યો છે. બધી જાતિ અને ધર્મના લોકો મિલકતો ખરીદી રહ્યા છે. કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અશાંત ધારો (Disturberd Area Act) લાગુ કરવો જોઈએ. તેમણે પત્રમાં જણાવ્યું હતું કે વડોદરા શહેર નજીક ભાયલી વિસ્તારમાં ઘણી સોસાયટીઓ, કોર્પોરેટ હાઉસ, કોમર્શિયલ કોમ્પ્લેક્સ આવેલા છે. અને વધુ બનાવવામાં આવી રહ્યા છે.
ભાયલી વિસ્તારનો વિકાસ ઝડપથી વધી રહ્યો છે. લઘુમતી સમુદાયોની વધતી સંખ્યા સાથે, અન્ય વર્ગોના હિન્દુઓ સ્થળાંતર કરવામાં ખચકાટ અનુભવી રહ્યા છે. ભાયલી વિસ્તાર અને અન્ય સ્થળોએ બનેલી અને નિર્માણ પામી રહેલી નવી સોસાયટીઓ અને આવાસ યોજનાઓમાં લઘુમતી સમુદાયની વસ્તી વધી રહી હોવાથી ધારાસભ્ય શૈલેષ મહેતાએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે.

શું છે અશાંત ધારો..?
અશાંત ધારો એવા સ્થાન પર લગાવાય છે જ્યાં વારંવાર બે કોમ વચ્ચે તણાવ થતો હોય. બે કોમ વચ્ચે વર્ચસ્વ વધારવા માટે મિલકત ખરીદીને સામેની કોમ પર દબાણ ઊભું કરાતું હોય. જેના પગલે આ અશાંત ધારાનો કાયદો લાગુ કરવામાં આવ્યો.
જે વિસ્તારમાં અશાંત ધારો લાગું કરાવમાં આવ્યો હોય તે વિસ્તારમાં મકાન કે દુકાન વેચવી હોય તો નિયંત્રણ લાગે, અને જો મિલકત વેચવી હોય તો કલેક્ટરને જાણ કરવી પડે છે. સાથે મિલકત કોને વેચી રહ્યા છો તેની વિગતો આપવી પડે છે. જિલ્લા કલેક્ટર ખરીદનાર અને વેચનારની સુનાવણી હાથ ધરે છે, અને કલેક્ટરને યોગ્ય લાગે તો જ આ સોદો થયેલો ગણાય છે. અશાંત ધારામાં કલેક્ટરને કેટલીક વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. અશાંત ધારા હેઠળના વિસ્તારોમાં કોઈ મિલકતો ટ્રાન્સફર થઇ હોય તેમાં કલેક્ટરને કોઈ શંકા જાય તો ‘સુઓ મોટો’ ફરિયાદ દાખલ કરી પોતાની રીતે તપાસ કરીને મિલકત ટ્રાન્સફર માટે તૈયાર થયેલા માલિકને એની મિલકત પાછી અપાવી શકે એવી સત્તા અપાવામાં આવે છે.
આ પણ વાંચો:મહેસાણામાં 50થી વધુ આ સોસાયટીઓમાં લાગુ થશે અશાંતધારો
આ પણ વાંચો:રાજકોટમાં પ્રથમવાર રેસકોર્સ રોડ, રૈયા રોડ અને એરપોર્ટ રોડની 28 સોસાયટીમાં અશાંતધારો લાગુ
આ પણ વાંચો:વડોદરા/ આટલા વિસ્તારમાં અશાંત ધારો અમલી, જાણો શું છે અશાંત ધારો…
