Surendranagar News : સુરેન્દ્રનગરના મુળીમાં એક કરૂણ ઘટના સામે આવી છે. જેમાં વીજળી પડવાથી એક માલધારીના 48 ઘેટા-બકરાના મોત નીપજ્યા હતા. આ બનાવની વિગત મુજબ સીમ વિસ્તારમાં પશુઓ ચરી રહ્યા હતા ત્યારે અચાનક વીજળીના કડાકા-ભડાકા સાથે વરસાદ શરૂ થયો હતો. ત્યારે અચાનક વીડળી પડતાં 48 જેટલા ઘેટાં-બકરાંના મોત થયા છે. વીજળી પડવાની આ ઘટનામાં સદનસીબે માનવીય જાનહાનિ થઈ નથી.
આ સમગ્ર ઘટના મામલે પોલીસ સ્ટેશન, મામલતદાર, તલાટી અને ગાંમ સરપંચને જાણ કરવામાં આવી હતી. માલધારી સમાજના એક જ પરિવારના આટલી મોટી સંખ્યામાં પશુઓના મોતથી સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
આ પણ વાંચો:ભાવનગરમાં આખલોલ જકાતનાકા નજીક પિતા-પુત્ર પર જીવલેણ હુમલો, ચાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ
આ પણ વાંચો:ભાવનગરમાં વૃધ્ધ પાટીદાર પર જીવલેણ હુમલાના વિરોધમાં સ્ટેચ્યૂ ઓફ યુનિટી પાસે જાહેરસભા યોજાઈ
