Foodlifestyle/ મુંબઈના વડાપાઉં માં સાઉથ ઈન્ડિયન ટિવસ્ટ, જાણો આસાન રેસિપી

મુંબઈના પ્રખ્યાત વડાપાઉંની રેસિપીમાં જો સાઉથ ઈન્ડિયન તડકો લાગી જાય તો વાત જ શું પૂછવી! એ જબરદસ્ત સ્વાદ ઉમેરાઇ જાય છે.

Trending Food Health & Fitness Lifestyle

Food Lifestyle: ભારતના તમામ શહેરોમાં ઘણા પ્રકારના સ્ટ્રીટ ફૂડ ઉપલબ્ધ છે. આવા સ્ટ્રીટ ફૂડ શહેરોની ઓળખાણ બની ચૂક્યાં છે, જેમ કે સુરતનો લોચો, અમદાવાદના ખમણ-ભજીયાં, વડોદરાનું સેવ-ઉસળ, જોધપુરના મિર્ચીવડા અને એ જ રીતે મુંબઇના વડાપાઉંનો ચટાકો પણ લોકોની જીભે વર્ષોથી ચડેલો છે. આમ તો નોર્મલ વડાપાઉં ખૂબ જ સ્વાદિષ્ટ હોય છે પરંતુ, શું તમે ક્યારેય સાઉથ ઈન્ડિયન ટિવસ્ટવાળું વડાપાઉં ખાધું છે? જો તમે એ હજુ સુધી નથી ચાખ્યું તો ફિકર ના કરશો! અહિં, અમે તમને સાઉથ ઈન્ડિયન ટિવસ્ટવાળા વડાપાઉંની વિશિષ્ટ રેસિપી બતાવવા જઇ રહ્યાં છીએ.

એના દરેક બાઇટમાં તમને મુંબઇની ગલીઓની યાદ આવી જશે. આ વડાપાઉં સાથે એક કપ ચા હશે તો ખાવાનો આનંદ બમણો થઇ જશે! તો આવો જાણીએ, શી રીતે બનશે આ સાઉથ સ્ટાઇલ વડાપાઉં?

મુંબઈના પ્રખ્યાત વડાપાઉંની રેસિપીમાં જો સાઉથ ઈન્ડિયન તડકો લાગી જાય તો વાત જ શું પૂછવી! એ જબરદસ્ત સ્વાદ ઉમેરાઇ જાય છે. કેટલીક હાથવગી સામગ્રી વડે તમે ઘરે જ, સ્ટ્રીટ સ્ટાઇલ વડાપાઉં બનાવી શકો છો. તો જાણીશું, આ સાઉથ સ્ટાઇલ વડાપાઉંની રેસિપી-

વડાપાઉં બનાવવાની સામગ્રી-

3 મધ્યમ કદના બટાટા

1 નાની ચમચી સમારેલા લીલા મરચાં

1 નાની ચમચી સમારેલું આદુ

1/2 ચમચી આખુ જીરું

1/4 નાની ચમચી હળદર

1 ચપટી હિંગ

મીઠું સ્વાદાનુસાર

શેકવા માટે અને તળવા માટે તેલ

ઘોળ બનાવવા માટેની સામગ્રી-

1/2 કપ ચણાનો લોટ

1/4 ચમચી હળદર

સ્વાદાનુસાર મીઠું

સ્મૂધ બેટર બનાવવા માટે જરુર મુજબ પાણી

અન્ય સામગ્રી-

જેટલા પ્રમાણમાં સર્વિંગ હોય એટલા પાઉં બન

કોથમીર-મરચાંની લીલી ચટણી

આમલીની ચટણી

તળેલાં લીલા મરચાં (એક્ટ્રા સ્વાદ માટે, વૈકલ્પિક)

બનાવવાની વિધિ

1. બટાટાને બાફીને ઠંડા કરી લો. ત્યારબાદ, મસળીને માવા જેવું મિશ્રણ તૈયાર કરો.

2. એક તાવડીમાં થોડું તેલ ગરમ કરો અને એમાં જીરું, હિંગ, સમારેલું આદુ અને લીલા મરચાં નાખો. સુગંધ આવે ત્યાં સુધી શેકી લો.

3. છૂંદેલા બટાટા, હળદર અને મીઠું નાખીને મિક્સ કરો. સુગંધ આવે ત્યાં સુધી પકાવી લો, ત્યારબાદ આ મિશ્રણને થોડું ઠંડુ થવા દો.

4. મિશ્રણ ઠંડુ થાય ત્યાં સુધી ચણાના લોટનો ઘોળ તૈયાર કરો. તેમાં મીઠું અને હળદર (વૈકલ્પિક છે) નાખીને એક સ્મૂધ પરંતુ, થોડું ઘટ્ટ મિશ્રણ બનાવો જેથી, વ્યવસ્થિત રીતે કોટિંગ થાય.

5. બટાટાના ઠંડા થયેલા મિશ્રણમાંથી નાના, એકસરખા માપના ગોળા બનાવો.

6. એક ઊંડા તળિયાવાળી તાવડીમાં તેલ ગરમ કરો.

7. તેલ બરાબર ગરમ થાય એટલે આ ગોળાઓને ચણાના લોટના મિશ્રણમાં લપેટીને, ક્રિસ્પી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી તળી લો.

વડાપાઉં તૈયાર કરો

1. પાઉં બન ને વચ્ચેથી અડધુ કાપો.

2. બંને તરફ કોથમીર-મરચાંની ચટણી અને આમલીની ચટણી લગાવી દો.

3. પાઉં ઉપર ગરમાગરમ વડું મૂકો અને તેને બંધ કરી દો.

4. જો તમે ઇચ્છો તો, તીખા સ્વાદ માટે તળેલા લીલા મરચાં પણ સાથે મૂકી શકો છો. હવે આ તૈયાર વડાપાઉંને ગરમાગરમ પીરસો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ફેફસાના કેન્સરના પ્રારંભિક લક્ષણોની અવગણના કરવી પડી શકે છે ભારે! સત્વરે પારખીને જીવ બચાવી લો

આ પણ વાંચો:ધમનીઓમાં જામેલા ખરાબમાં ખરાબ કૉલેસ્ટ્રોલને શરીરની બહાર ફેંકી દે છે આ ફળો, હૃદયના સ્વાસ્થમાં લાવે છે સુધાર!