Ahmedabad News/ સાણંદ તાલુકાની માણકોલ પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીને મારઝૂડને લઈને વિવાદ

શાળા સંકુલ પાસે ગ્રામજનો દ્વારા હોબાળો

Gujarat Others

Ahmedabad News : સાણંદ તાલુકાની માણકોલ પ્રાથમિક શાળામાં શિક્ષક દ્વારા વિદ્યાર્થીને માર મારવાની ઘટના સામે આવી છે. આ ઘટનાને લઈને વિદ્યાર્થીના વાલીઓ સાથે ગ્રામજનો પણ શાળાએ ઘસી આવ્યા હતા.ત્યારબાદ શાળા સંકુલ પાસે ગ્રામજનો દ્વારા હોબાળો કરવામાં આવતા પરિશ્થિતી વણસી હતી.

આ બનાવની વિહત મુજબ ધો. 8ના 4 વિધાર્થીને વ્યાયામ શિક્ષક દ્વારા ઢોર માર મારવામાં આવ્યો હતો.જેમાં રાકેશ લકુમ નામના શિક્ષકે વિદ્યાર્થીઓને ઢોર માર માર્યો હતો. એટલું જ નહી અગાઉ પણ આ શિક્ષક દ્વારા વિધાર્થીને માર માર્યો હોવાનું સામે આવ્યું છે. બનાવને પગલે શાળાની SMC ટીમ અને સ્થાનિક પોલીસ ઘટનાસ્થળે દોડી આવી હતી. દરમિયાન પ્રિન્સિપાલે સ્વબચાવ કરતા શિક્ષકનો પણ લૂલો બચાવ કર્યો હતો.

બનાવ બાદ સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટરે ગામજનો સાથે બેઠક કરી હતી.બીજીતરફ માર મારનાર શિક્ષક અને આચાર્યની બદલી કરી દેવા લોકોમાં માંગ ઉઠી હતી.જેમાં કેમની બદલી નહીં થાય ત્યાં સુધી વિદ્યાર્થીઓને શાળાએ નહિ મોકલાય એવું નક્કી કરાયું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજકોટના ક્રિસ્ટલ મોલમાં ચોંકાવનારી ઘટના,યુવતી સાથે બે યુવકોની મારપીટનો વીડિયો વાયરલ

આ પણ વાંચો:રાજકોટની સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર જન્નત મીરનો આત્મહત્યાનો પ્રયાસ

આ પણ વાંચો:રાજકોટમાં અસામાજિક તત્વોનો આતંક યથાવત,બસ પર પથ્થરમારો, ડ્રાઇવર ઘાયલ