MANTAVYA Vishesh/ લગ્ન કાયદામાં સુધારાને લઈને પાટીદાર, રાજપૂત સમાજ પછી કિસાન સંઘ મેદાનમાં

ગુજરાતમાં પ્રેમલગ્નના કાયદાને લઈને પાટીદાર સમાજ, બીજા એનજીઓ પછી હવે ગુજરાત કિસાન સંઘ મેદાને પડ્યો છે. રાજ્યમાં પ્રેમલગ્નના કાયદાને લઈને કિસાન સંઘે આકરું વલણ અપનાવ્યું છે. તેમણે લગ્ન નોંધણી કાયદામાં ફેરફાર કરવાની માંગ કરી છે.

Mantavya Vishesh

દીકરી પોતાની મરજીથી લગ્ન કરી શકે છે, પરંતુ તેના માટે માબાપની મંજૂરી હોવી જોઈએ, આ શબ્દો છે ગુજરાત કિસાન સંઘના વડા જગમાલ આર્યના. આવો તેમના જ મોઢે તેમના લગ્ન નોંધણી કાયદા અંગેના વિચારો સાંભળીએ.

ગુજરાતમાં પ્રેમલગ્નના કાયદાને લઈને પાટીદાર સમાજ, બીજા એનજીઓ પછી હવે ગુજરાત કિસાન સંઘ મેદાને પડ્યો છે. રાજ્યમાં પ્રેમલગ્નના કાયદાને લઈને કિસાન સંઘે આકરું વલણ અપનાવ્યું છે. તેમણે લગ્ન નોંધણી કાયદામાં ફેરફાર કરવાની માંગ કરી છે. તેમનું કહેવું છે કે લગ્ન નોંધણીનો વર્તમાન કાયદો ભારતીય સાંસ્કૃતિક પ્રણાલિ અને ભારતીય લગ્ન પરંપરા માટે નુકસાનકારક છે. તેથી તેમાં ફેરફાર લાવવો જરૂરી છે.

તેમણે જણાવ્યું હતું કે આપણા વેદોમાં 16 સંસ્કારનું મહત્વ છે. જ્યારે વર્તમાન સમયમાં લગ્નને લઈને યુવાનોમાં ગંભીરતા જોવા મળતી નથી. તેઓ પ્રેમાંધ થઈને લગ્ન કરે છે અને મોહ ઉતરતા લગ્ન ખતમ કરી નાખે છે. લગ્ન ખતમ  ન કરે તો લફરા કરવા લાગે છે. આમ લગ્ન નોંધણી કાયદામાં સરકાર ફેરફાર નહીં કરે તો તેને લઈને ગુજરાત કિસાન સંઘ રસ્તા પર ઉતરી શકે છે અને આંદોલન રહી શકે છે.

આશ્ચર્યની વાત એ છે કે પાટીદાર સંસ્થા પણ આ જ વાતને લઈને મેદાનમાં ઉતરી છે. આ ઉપરાંત રાજપૂત સમાજ પણ આવી જ માંગ કરી રહ્યો છે. આ સિવાય અનેક સામાજિક સંસ્થાઓ આ મુદ્દે આંદોલન કરે છે. તેના પછી હવે કિસાન સંઘે પણ આ મામલે ઝંપલાવ્યું છે. તેમનું કહેવું છે કે સરકારને આ અંગે રજૂઆત કરી દેવામાં આવી છે. જો સરકાર આ મુદ્દે નિર્ણય નહીં લે તો અમે રીતસરના રસ્તા પર ઉતરીને સરકાર સામે આંદોલન કરીશુ તેવી પરોક્ષ ચેતવણી તેમણે આપી હતી.

તેમણે જણાવ્યું હતું કે અમે સનાતન ધર્મને માનનારા લોકો છીએ. કિસાન સંઘ ગામડા સાથે જોડાયેલો છે. આપણી સંસ્કૃતિ પણ મહદઅંશે ગ્રામીણ સંસ્કૃતિ છે. ગામડા આપણી સંસ્કૃતિનું પ્રતિનિધિત્વ કરે છે. આજે નાની વયની દીકરીઓ બીજાની વાતમાં આવીને ભરમાઈ જાય છે. તેમની સાથે લગ્નના નામે છેતરપિંડી થાય છે,  તે લવજિહાદનો ભોગ બને છે. પ્રેમલગ્ન બાદ અનેક દીકરીઓનું જીવન દુષ્કર બને છે. તેમની સાથે દુર્વ્યવહાર થાય છે.

 ઉલ્લેખનીય છે કે તાજેતરમાં આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઇટાલિયા પણ સરકાર સમક્ષ આ પ્રકારની રજૂઆત કરીને દીકરીઓની વયમર્યાદામાં વધારો કરવાની માંગ કરી ચૂક્યા છે. તેમનું કહેવું છે કે દીકરીઓની વયમર્યાદાના ઉપયોગ કરીને વિવિધ પ્રકારની દુષ્પ્રવત્તિઓ અને ગુનાઓ આચરવામાં આવે છે. દેહવ્યાપાર થાય છે, લવજેહાદ થાય છે, તેના કારણે છૂટાછેડાના કેસો વધતાં કોર્ટો પર દબાણ આવે છે.

કિસાન સંઘ ઇચ્છતો નથી કે ભારતની ગ્રામીણ સંસ્કૃતિ તૂટે. દીકરીને ઉંમર થાય ત્યારે તેની મરજીથી જ વળાવવાની થાય, પરંતુ તેમા માબાપની સંમતિ જરૂરી છે. માબાપ તેના દુશ્મન નથી. તેઓ દીકરીના હિતનો જ વિચાર કરતાં હોય છે. કયા માબાપની ન ઇચ્છે છે કે દીકરીને સારું સાસરું ન મળે, કયા માબાપ ન ઇચ્છે કે તેમનો જમાઈ તેમની દીકરીને પ્રેમથી રાખે. દીકરી તો પ્રેમમાં અંધ બની જાય, પરંતુ માબાપની આંખો તો ખુલ્લી જ હોય. તેઓ દીકરીના બે-ત્રણ વર્ષ નહીં આખું જીવન સારું જાય તેમ ઇચ્છતા હોય છે. તેથી જ દીકરી પ્રેમલગ્ન કરે, પરંતુ માબાપની મરજીથી લગ્ન કરે તેવો કાયદામાં સુધારો આવે તેવી તેમણે માંગ કરી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: MANTAVYA Vishesh/અલ્પેશ ઠાકોરે ખખડાવ્યા ખાંડા, ઠાકોર સેનાને કરી સક્રિય

આ પણ વાંચો: MANTAVYA Vishesh/ધરપકડનું વોરંટ નીકળતા હાર્દિક પટેલના બદલાયા તેવર

આ પણ વાંચો: MANTAVYA Vishesh/સરદાર યાત્રામાં નરેશ પટેલના પુત્ર શિવરાજના વિવાદાસ્પદ બોલ