Gandhinagar News/ વિક્રમ સંવત 2082 ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે મુખ્યમંત્રી પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે…

નૂતન વર્ષ દિવસે બપોરે 11:45 કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ…

Gujarat Gandhinagar

Gandhinagar News: મુખ્યમંત્રી વિક્રમ સંવત 2082 ના નૂતન વર્ષ પ્રારંભ દિવસે ગાંધીનગર-અમદાવાદ (Gandhinagar, Ahmedabad)માં પ્રજાજનો સાથે શુભેચ્છા આપ-લે કરશે

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Patel)ના દિપાવલી-નૂતનવર્ષ (Diwali, New Year) નિમિત્તેના શુભેચ્છા-સ્નેહમિલન કાર્યક્રમો

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વિક્રમ સંવત 2082 ના પ્રારંભ દિવસે તારીખ 22 ઓક્ટોબર, બુધવારે નાગરિકો સાથે નૂતન વર્ષાભિનંદન શુભેચ્છાઓ નું આદાન-પ્રદાન કરશે.

મુખ્યમંત્રી બુધવારે સવારે 7:00 કલાકે ગાંધીનગરમાં પંચદેવ મંદિર (Panchdev Mandir)ના દર્શન કરીને નૂતન વર્ષનો પ્રારંભ કરશે.

તેઓ 7:30 વાગ્યે અડાલજ ખાતે ત્રિમંદિર (Trimandir)માં દર્શન પૂજન માટે જશે.

મુખ્યમંત્રી ત્યાર બાદ નૂતન વર્ષ નિમિત્તે મંત્રીમંડળ નિવાસ સંકુલમાં આવેલા કોમ્યુનીટી સેન્‍ટર ખાતે સવારે 8:00 કલાકે નાગરિકો-પ્રજાજનો સાથે શુભેચ્છાઓની આપ-લે કરશે.

મુખ્યમંત્રી ત્યાર બાદ 8:50 કલાકે રાજ ભવન ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજી ને નૂતન વર્ષની શુભેચ્છાઓ પાઠવવા જશે.

ભૂપેન્દ્ર પટેલ સવારે 10:30 કલાકે અમદાવાદમાં એનેક્ષી સ્ટેટ ગેસ્ટ હાઉસ, શાહીબાગ ખાતે નાગરિકોને નવા વર્ષની શુભેચ્છાઓ માટે મળશે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તે પહેલાં સવારે 10:00 વાગ્યે અમદાવાદમાં ભદ્રકાળી માતાના મંદિરે (Bhadrakali Mandir) દર્શનાર્થે પણ જવાના છે.

નૂતન વર્ષ દિવસે બપોરે 11:45 કલાકે શાહીબાગ ડફનાળા ખાતે પોલીસ ઓફિસર્સ મેસમાં વરિષ્ઠ પોલીસ અફસરો અને તેમના પરિવારોને નૂતનવર્ષની શુભકામનાઓ પાઠવવા માટે આયોજિત સમારોહમાં પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેવાના છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:રાજ્યની ભૂપેન્દ્ર પટેલ સરકારના મંત્રી મંડળના નવા સભ્યોનો પરિચય…

આ પણ વાંચો:નવા મંત્રીઓને કરાઈ ખાતાંની ફાળવણી, જાણો ક્યાં મંત્રીને કયું ખાતું મળ્યું?

આ પણ વાંચો:કેબિનેટ વિસ્તરણઃ પ્રફુલ પાનસેરીયાએ નવા મંત્રીમંડળમાં પણ સ્થાન જાળવ્યું