દુર્ઘટના/ તારાપુર ખાતે ગરબા રમતા યુવકનું અચાનક મોત

તારાપુરની શિવ શક્તિ સોસાયટીમાં બની ઘટના. યુવક ગરબા રમતા રમતા ઢળી પડ્યો. યુવકને હોસ્પિટલમાં લઈ જતા રસ્તામાં જ મોતને ભેટ્યો.

Gujarat Others
m3 1 3 તારાપુર ખાતે ગરબા રમતા યુવકનું અચાનક મોત
  • તારાપુરમાં ગરબા દરમિયાન યુવકનું મોત
  • આણંદના તારાપુર ખાતે બની ઘટના
  • ગરબા સમયે ઢળી પડયો યુવક
  • તારાપુરની શિવશક્તિ સોસાયટીનો બનાવ
  • હોસ્પિટલ પહોંચે તે પહેલા યુવકનું થયું મોત

રાજ્યના આણંદ જિલ્લાના તારાપુર ખાતે આવેલી શિવ શક્તિ સોસાયટીમાં ગરબા રમતા રમતા યુવક અચાનક ઢળી પડયો હતો. અને હોસ્પિટલ લઈ જતાં તેનું મોત થયું હતું. ચાલુ ગરબે યુવક અચાનક ઢળી પડતાં અને તેનું મોત થતાં સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ ફેલાયો હતો.

પ્રાપ્ત વિગતો અનુસાર તારાપુરની  શિવશક્તિ સોસાયટી નવરાત્રીના પર્વ દરમિયાન ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યાં ગરબા દરમિયાન 21 વર્ષીય વિરેન્દ્રસિંહ રમેશભાઈ રાજપૂત ઉત્સાહ સાથે ગરબા કરી રહ્યા હતા. અને તેમનો મિત્ર તેનો વિડીયો બનાવી રહ્યો હતો. અને અચાનક વિરેન્દ્રસિંહ ઢળી પડ્યો હતો. જેથી સોસાયટીના લોકો તાત્કાલિક તેમને હોસ્પિટલ લઈ ગયા, પરંતુ રસ્તામાં યુવકનું મોત નીપજ્યું.

ફરજ પરના તબીબે  જણાવ્યું હતું કે, યુવકને હાર્ટ એટેક આવ્યો હતો. જેના કારણે યુવકને મોત થયુ છે. જેને લઈને તારાપુરમાં નવરાત્રીનો તહેવાર માતમમાં છવાયો છે. વીડિયોની શરૂઆતમાં વીરેન્દ્ર સિંહ ખૂબ જ અસ્વસ્થ લાગે છે, તેમ છતાં ગરબા રમવાના શોખને કારણે તે ગરબા રમે છે અને અંતે ગરબા રમતા રમતા નીચે પડી જાય છે.