અમદાવાદ/ એરપોર્ટ સર્કલ પાસે થયેલ હિટ એન્ડ રનના CCTV આવ્યા સામે, 30 વર્ષીય યુવકનું થયું હતું મોત

અમદાવાદ શહેરના એરપોર્ટ સર્કલ પાસે થોડા દિવસો પહેલા મોડી રાત્રે ટ્રક ચાલક દ્વારા હિટ એન્ડ રનની ઘટનાને આકાર આપવામાં આવ્યો હતો.

Ahmedabad Gujarat
CCTV
  • ટ્રક ડ્રાઈવર મોટરસાયકલ ચાલકને કચડી થયો હતો ફરાર
  • આકાશ શર્મા નરોડા GIDC ની ખાનગી કંપનીમાં કરતો હતો નોકરી
  • G- ડિવિઝન ટ્રાફિક પોલીસે સમગ્ર મામલે તપાસ હાથધરી

અમદાવાદ શહેરના એરપોર્ટ સર્કલ પાસે થોડા દિવસો પહેલા મોડી રાત્રે ટ્રક ચાલક દ્વારા હિટ એન્ડ રનની ઘટનાને આકાર આપવામાં આવ્યો હતો. જેના CCTV ફૂટેજ ટ્રાફિક પોલીસે તપાસ દરમિયાન રિકવર કર્યા છે. જેમાં બાઈક સવારને કડી ટ્રક ડ્રાઈવર ફરાર થઈ ગયો હતો.આ ઘટનાને પગલે તપાસ કરતા ઘાયલ થયેલી યુવાન સરદાર નગરમાં રહેતો હોવાનું સામે આવ્યું હતું.ઘાયલ થયેલા યુવક આકાશ શર્માને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.જેમાં સારવાર દરમિયાન 30 વર્ષીય યુવક આકાશનું મોત થયું હોવાની ખબર સામે આવી છે.

ઘટનાની જાણ થતા G- ડિવિઝન ટ્રાફિક પોલીસે ટ્રક ડ્રાઈવર દ્વારા કરવામાં આવેલ જીતેન્દ્રના CCTV ફૂટેજ રિકવર કર્યા હતા. જેમાં સમગ્ર ઘટનાની હકીકત ખુલીને સામે આવી ગઈ હતી.અકસ્માત કર્યા બાદ ટ્રેલરચાલક ત્યાંથી ફરાર થઈ ગયું CCTV માં સ્પષ્ટ દેખાતું હતું. જેના કારણે હવે ટ્રાફિક પોલીસે હિટ એન્ડ રન ની ઘટના ને આકાર આપનાર ટ્રક ચાલકની શોધખોળ હાથ ધરી છે.

આ પણ વાંચો:પાકિસ્તાની મીડિયાએ ઈમરાન ખાન પર લગાવ્યો પ્રતિબંધ, લીધા આ મોટા પગલા

આ પણ વાંચો:ગામડાની માટીમાંથી નીકળશે મેડલ, ટેલેન્ટ શોધવા અહીંથી શરૂ થશે ગ્રામીણ ઓલિમ્પિક ગેમ્સ

આ પણ વાંચો:હિંમતનગર પોલીસ સ્ટેશનમાં ભાજપની મહિલા મોર્ચાની કાર્યકર્તાઓએ જન્મદિવસની ઉજવણી કરતા વિવાદ