પર્યુષણ પર્વ/ સાબરકાંઠામાં 700 વર્ષ વર્ષ જૂનું જૈન દેરાસર, જાણો શું છે ખાસીયત

હિમતનગરમાં આવેલું વખારિયા વાળનું જીનાલય મોગલોના સમયનું છે જૈન ધર્મ પ્રમાણે દેરાસરને સો વર્ષ પુરા થાય એટલે તેને તીર્થ માનવામાં આવે છે.

Gujarat Others
Mantavyanews 6 1 સાબરકાંઠામાં 700 વર્ષ વર્ષ જૂનું જૈન દેરાસર, જાણો શું છે ખાસીયત
  • સાબરકાંઠા : જૈન સમાજના અનેક મંદિરો આવેલા છે
  • જૈન દેરાસર આશરે 700 થી અધિક વર્ષ પુરાણુ
  • આદિશ્વર ભગવાનની પ્રતિમાઓ બિરાજમાન
  • પર્યુષણ પર્વને લઈ ભક્તોનો ઘસારો

Sabarkantha News: સાબરકાંઠા જીલ્લામાં જૈન સમાજના અનેક મંદિરો આવેલા છે તેમાં હિંમતનગરમાં આવેલુ જૈન દેરાસર આશરે 700 થી અધિક વર્ષ પુરાણુ છે.આ મંદિર મોગલ સામ્રાજ્યમાં બનાવેલુ હોય તેવુ માનવામાં આવે છે અને અહીંયાં ની કોતરણી પરથી સાબિત થાય છે તો આ મંદિર તીર્થ સમાન ગણાય છે જેનું પર્યુષણ ના દિવસોમાં અનોખું મહત્વ છે જાણીએ….

પર્યુષણ માં જૈનો અનેક આરાધના કરતા હોય છે હિમતનગરમાં આવેલું વખારિયા વાળનું જીનાલય મોગલોના સમયનું છે જૈન ધર્મ પ્રમાણે દેરાસરને સો વર્ષ પુરા થાય એટલે તેને તીર્થ માનવામાં આવે છે વખારિયા વાડમાં આવેલું આ દેરાસર 700 થી 900 વર્ષથી પણ અધિક પુરાણુ છે. આ દેરાસરમાં ઉતમ કલાકૃતિ જોવા મળે છે જે ખાસ શિખરો મોગલ શેલીમાં છે જેતે સમયે મોગલોના આક્રમણ થી બચવા આ પ્રકારના મંદિરો બનાવ્યા હોય તેવું માનવામાં આવે છે આ દેરાસરમાં ભગવાન મહાવીર સ્વામી શહિત આદિશ્વર ભગવાનની પ્રતિમાઓ બિરાજમાન કરવામાં આવેલી છે જે 800 વર્ષ જૂની છે આ દેરાસર 800 વર્ષથી પુરાણુ થયેલ હોવાથી આ દેરાસરની પ્રભાવના અલગ જ હોય છે અને તીર્થ સમાન ગણાય છે. તો આ પર્યુષણમાં લોકો અનેક પ્રકારનાં તપ કરે છે વિવિધ પ્રકારના ઉપવાસ કરતા હોય છે જેમાં નાના બાળકો થી માંડીને વડીલો પણ જોડાય છે.

પર્યુષણ પર્વમાં મહાવીર સ્વામીના દર્શન માટે આ દેરાસરમાં રોજ પાંચસો થી વધુ ભક્તો પૂજા પાર્થના અને આરતી માટે આવતાં હોય છે. આ પવિત્ર પર્વ માં ચોવીસ તીર્થંકર અને મહાવીર સ્વામી ના જન્મ સમય અને સ્વપ્નોનું વાચન કરવામાં આવે છે જૈનોની ગીતા ગણાતા પુસ્તક કલ્પસૂત્ર ના વાચનમાં અહિંસા અને જીવ બચાવવા અનેક સુત્રો નું પ્રયાસ માટે ભક્તો સાધના કરતા હોય છે આ પર્વમાં પાચ કર્તવ્ય કરવામાં આવે છે જે પર્યુષણ માં ખાસ મહત્વ હોય છે.

તો અહિસાં પરમો ધર્મનુ પણ મહત્વ ખાસ ગણાય છે અહિ જે પાપો વર્ષ દરમિયાન કર્યા હોય તેને પોતાના પર લઈને તપ કરવામાં આવે છે, જેમાં નાના બાળકો થી માંડી વડિલો પણ તપશ્રર્યા કરે છે.થોડા સમય અગાઉ જ આ મંદિરનો જીણોધ્ધાર કરવામાં આવ્યો છે.પરંતુ મંદિરની કોતરણી અદ્દભુત હોવાથી લોકો અહિ કોતરણી નિહાડવા પણ આવતા હોય છે તો પર્યુષણ પર્વ ને લઈ ભક્તોનો ઘસારો પણ વધુ જોવા મળતો હોય છે.

પર્વાધીન પર્વ પર્યુષણ માં જૈનો અનેક કઠોર આરધના કરતા હોય છે સાથે ભગવાન મહાવીર સ્વામીના ઉપદેશોનું પાલન કરી સમાજમાં અહિંસા પરમોધર્મ પાલન કરી સમાજમાં સંદેશ આપે છે.

આ પણ વાંચો:સુરતના આ એન્જીનિયર PM મોદીને માને છે ભગવાન, હાથ પર બનાવી દીધું PMના ફોટોનું ટેટુ

આ પણ વાંચો:સરકારી શાળાના વિદ્યાર્થીઓએ PM મોદીના જન્મદિવસ નિમિત્તે લખ્યો પત્ર અને વ્યક્ત કરી આ ઈચ્છા

આ પણ વાંચો:કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વિધાનસભામાં OBC અનામત વિધેયક રજૂ કર્યું

આ પણ વાંચો:પોલીસ અને RTOની કડક કાર્યવાહી, લાયસન્સ મેળવવા લોકોની RTOમાં જામી ભીડ