Arrested/ જૂનાગઢના વિરપુર ગામમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરની એસોજીએ કરી ધરપકડ

જૂનાગઢ એસઓજીએ આજે બાતમીના આધારે વિસાવદરના વિરપુર ગામમાંથી ડિગ્રી વગર તબીબ પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટરને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કરી છે

Top Stories Gujarat
3 59 જૂનાગઢના વિરપુર ગામમાંથી ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા બોગસ ડોક્ટરની એસોજીએ કરી ધરપકડ

વિસાવદર ના વિરપુરમાંથી ઝડપાયો બોગસ તબીબ

આરોગ્ય વિભાગના બદલે એસોજીએ કરી રેડ

એસઓજીનું સફળ ઓપરેશન

જૂનાગઢ એસઓજીએ રેડ કરતા મામલો આવ્યો સામે

સ્ટીરોઇડ, દવાઓ, ઇન્જેક્શન સહિતનો જથ્થો કબજે કરાયો

જૂનાગઢ એસઓજીએ આજે બાતમીના આધારે વિસાવદરના વિરપુર ગામમાંથી ડિગ્રી વગર તબીબ પ્રેક્ટિસ કરતા એક બોગસ ડોક્ટરને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી કરી છે.

ઉલ્લેખનીય છે કે જૂનાગઢ એસઓજીએ બાતમીના આધારે વિસાવદરના વિરપુર ગામેથી દવાખાનું ચલાવતા વિપુલ શ્યારા પાસે ડિગ્રી માંગી હતી. પરંતુ  તેની પાસે હાજરમાં કોઇ જ તબીબી ડીગ્રી ન હતી, તેમ છતાં ડિગ્રી વગર તે દર્દીઓને સ્ટીરોઇડ, દવાઓ, ઇન્જેક્શન આપતો હતો.

તબીબ ડિગ્રી વગર જ દવાખાનું ચલાવતો હોવાનું સામે આવતા એસઓજી પી.આઈ.એ.એમ.ગોહિલ, પીએસઆઇ જે એમ વાળા અને હેડ કોન્સ્ટેબલ મજીદખાન હુશેનખાન પઠાણ સહિતના સ્ટાફે કાર્યવાહી હાથ ધરી હતી. જે સંદર્ભે મોટા કોટડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના ડોક્ટરને જાણ કરી હતી. નોંધનીય છે કે  સ્થળ પરથી પોલીસે ૧૪૫૨૦ ની કીંમતના દવાઓ, ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ કબ્જ કરી વિસાવદર પોલીસમાં ફરિયાદ નોધાવી છે.

મુખ્ય સવાલ એ છે કે છેલ્લા ત્રણ વર્ષથી ડોક્ટરના નામે લોકોની તપાસ કરતો આ બોગસ તબીબ આરોગ્ય વિભાગ ના ધ્યાને કેમ ન આવ્યો. પરંતુ કહેવાય છે કે ખોટુ કરનાર ગમે ત્યારે પકડાય જ છે, અંતે જુનાગઢ એસોજીએ આ સફળ ઓપરેશન કરીને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતા બોગસ તબીબને ઝડપી લઈને આગળની તપાસ હાથ ધરી છે.