સુરત/ કતારગામમાં ફટાકડા ફોડતા 7 વર્ષના બાળક પરથી ચાલી ગઈ કાર અને પછી…

સુરતના કતારગામ વિસ્તારમાં એક બાળક તેના ઘરની બહાર ફટાકડા ફોડી રહ્યું હતું અને તે સમયે સોસાયટીમાંથી એકાએક જ એક કાર પસાર થઈ હતી

Gujarat Surat
YouTube Thumbnail 2023 11 15T142703.354 કતારગામમાં ફટાકડા ફોડતા 7 વર્ષના બાળક પરથી ચાલી ગઈ કાર અને પછી...

@અમિત રૂપાપરા 

Surat News: રામ રાખે તેને કોણ ચાખે, તે કહેવત સુરતમાં સાચી પડી છે. આ કહેવાનું કારણ એવું છે કે એક બાળક પરથી કાર પસાર થઈ પરંતુ બાળકનો આબાદ બચાવ થઈ ગયો અને આ ચમત્કારિક ઘટના થઈ ગઈ સીસીટીવી કેમેરામાં કેદ.

સુરતના કતારગામ વિસ્તારમાં એક બાળક તેના ઘરની બહાર ફટાકડા ફોડી રહ્યું હતું અને તે સમયે સોસાયટીમાંથી એકાએક જ એક કાર પસાર થઈ હતી અને આ કારના ડ્રાઈવરે વળાંક લેતા સમયે ઘોર બેદરકારીના કારણે ફટાકડા ફોડી રહેલા બાળકને અડફેટે લીધું હતું. જોકે સદનશીબે આ ઘટનામાં બાળકનો આબાદ બચાવ થયો હતો અને આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. મહત્વની વાત છે કે, કાળના ડ્રાઇવરની ઘોર બેદરકારીના કારણે આ ઘટના બની હતી પરંતુ સદનશિબે બાળકને કોઈ જીવને જોખમ થયું ન હતું.

જોકે આ ઘટનામાં બાળકને માથાના ભાગે અને મોના ભાગે ઇજા થવા પામી હતી પરંતુ બાળકનું જીવન સુરક્ષિત રહ્યું હતું. તો સોસાયટીના લોકોએ પણ કારના ડ્રાઇવરની ટીકા કરી હતી. તો બીજી તરફ પરિવારના સભ્યોએ બાળકનો જીવ બચ્યો હોવાના કારણે ભગવાનનો આભાર માન્યો હતો.


whatsapp ad White Font big size 2 4 કતારગામમાં ફટાકડા ફોડતા 7 વર્ષના બાળક પરથી ચાલી ગઈ કાર અને પછી...


આ પણ વાંચો:લાલપુરના મોડપર ગામમાં બે સગી બહેનોના અપહરણ, પરિવારની ચિંતામાં વધારો

આ પણ વાંચો:SMCની બેદરકારીથી મહિલાઓને ભારે હાલાકી, જાહેરાત બાદ પણ લાભ ન મળતા ભારે રોષ

આ પણ વાંચો:ડોક્ટર યુવતી સાથે પહેલા દુષ્કર્મ અને પછી વીડિયો વાયલર કરવાની ધમકી આપી કર્યું આવું કામ…

આ પણ વાંચો:સુરતમાં યોજાયો અનોખો દિવાળી સ્નેહમિલન સમારોહ