Pick Up stand-AAP/ જર્જરિત પિક અપ સ્ટેન્ડ ગમે ત્યારે કોઈનું ડેથ વોરંટ બજાવશેઃ આપ

ગોધરાના શહેરા તાલુકાના ધમઇ ગામનું પિક અપ સ્ટેન્ડ જર્જરીત હાલતમાં જોવા મળતા કોઈ જાનહાનિ ના થાય એ માટે પિક અપ સ્ટેન્ડને તોડી નાખવા ‘આપ’ના જિલ્લા પ્રમુખએ રજુઆત કરી હતી.

Gujarat
Pic up Stand 1 જર્જરિત પિક અપ સ્ટેન્ડ ગમે ત્યારે કોઈનું ડેથ વોરંટ બજાવશેઃ આપ

ગોધરાના શહેરા તાલુકાના ધમઇ ગામનું પિક અપ સ્ટેન્ડ જર્જરીત Pick up Stand-AAP હાલતમાં જોવા મળતા કોઈ જાનહાનિ ના થાય એ માટે પિક અપ સ્ટેન્ડને તોડી નાખવા ‘આપ’ના જિલ્લા પ્રમુખએ રજુઆત કરી હતી. આમ આદમી પાર્ટી દ્વારા દર શનિવારે તાલુકાના ગામોમાં તિરંગા સભાનું આયોજન કરવામાં આવી રહ્યું છે આ કાર્યક્રમ કરવા ગઈકાલે પંચમહાલ જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રમુખ તથા અન્ય કાર્યકરો સાથે શહેરા તાલુકામાં ગયા હતા.

તેઓ ધમઈ ગામના બસ સ્ટેન્ડ પાસે ઉભા રહ્યા હતા ત્યારે Pick up Stand-AAP ત્યાંનું પિક અપ સ્ટેન્ડ નજરે પડ્યું હતું આ પિક અપ સ્ટેન્ડ એકદમ જર્જરીત હાલતમાં ઉભું છે ચણતર તુટી ગયું છે, પોપડા ઉખડી ગયા છે અને લોખંડના સળિયા પણ કાટમાળ થઈને બહાર દેખાય છે ગમે ત્યારે તુટી પડે એવી હાલતમાં જોવા મળતાં આપ ના જિલ્લા પ્રમુખ એ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું છે કે, આવી બેદરકારીનો ભોગ નિર્દોષ લોકો બનતા હોય છે અને જીવ ગુમાવે છે.

તાજેતરમાં પાવાગઢમાં નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યો છે જે સૌ Pick up Stand-AAP કોઈ જાણે છે તો પછી આવા જર્જરીત હાલતમાં કોઇ સરકારી સ્ટેન્ડ, શાળા, આંગણવાડી, કચેરી, દવાખાનું, પુલ કે બાંધકામ હોય તો તપાસ કરાવીને તાત્કાલિક તોડી નાખવું જોઈએ અને નિર્દોષ લોકો તેનો ભોગ ના બને તેની તકેદારી રાખવી જોઈએ એમ કહ્યું હતું અને આ ધમઈ ગામમાં રોડ ઉપર જ આટલી ખરાબ હાલતમાં આ પિક અપ સ્ટેન્ડ છે તેના તરફ કેમ કોઇનું ધ્યાન નથી ગયું એ આશ્ચર્ય થાય છે. શું કોઈનો ભોગ લેવાશે તેની રાહ જોવાઇ રહી છે કે કેમ? તેવી ચિંતા વ્યક્ત કરી અને આ જર્જરિત પિક અપ સ્ટેન્ડને તાત્કાલિક તોડી નાંખવા માટે રજુઆત કરવામાં આવનાર છે.

આ પણ વાંચોઃ FIPIC લીડર્સ-પીએમ મોદી લંચ/ FIPIC નેતાઓને મિલેટ યર નિમિત્તે ભારતીય વાનગીઓનો આસ્વાદ કરાવાયો

આ પણ વાંચોઃ ચિદમ્બરમ-નોટબંધી/ 2000ની નોટ પરત લેવી તે બ્લેકના વ્હાઇટ કરવા માટે મળેલી ખુલ્લી છૂટઃ ચિદમ્બરમ

આ પણ વાંચોઃ Baghel-Modi-Demonitisation/ મોદી જ્યારે પણ જાપાન જાય છે ત્યારે નોટબંધી કરે છેઃ બઘેલ