Gujarat/ મહેસાણાના ઉનાવા ગામે ખેતરમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ

પોલીસે નકલી દારૂની ૪૯૫ બોટલો સહિતે 2.24 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો

Ahmedabad Gujarat
WhatsApp Image 2021 03 07 at 1.40.37 PM 2 મહેસાણાના ઉનાવા ગામે ખેતરમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ

@પાયલ યાદવ,મંતવ્ય ન્યુઝ- મહેસાણા

મહેસાણા જીલ્લાના ઉનાવામાં કેટલાક શખ્સો નકલી દારૂ બનાવતા હોવાની માહિતી એલ.સી.બી.ને મળતા પોલીસે રેડ કરી નકલી દારૂની ૪૯૫ બોટલ સહિત કુલ રૂપિયા 2.24 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

WhatsApp Image 2021 03 07 at 1.40.37 PM 1 1 મહેસાણાના ઉનાવા ગામે ખેતરમાંથી નકલી દારૂ બનાવવાની ફેક્ટરી ઝડપાઈ

આજના સમયમાં લોકો અનેક વસ્તુઓ નકલી તેમજ ભેળસેળ યુક્ત બનાવવાનો અવનવા કીમિયા અજમાવી રહ્યા છે. ત્યારે હવે નકલી દારૂ બનાવવવાનો નવો કીમિયો અજમાવ્યો છે. મહેસાણા જીલ્લાના ઉનાવા ગામની સીમમાં ખેતરમાં આવેલ ઓરડીમાં કેટલાક શખ્સો નકલી દારૂ બનાવતા હોવાની બાતમી મહેસાણા એલસીબી પોલીસને મળતા પોલીસ નકલી દારૂની ૪૯૫ બોટલો સહિત કુલ રૂપિયા 2.24 લાખનો મુદ્દામાલ કબ્જે કરી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.