Cadila CMD Rajiv Modi/ કેડીલાના રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસમાં વિદેશી યુવતીએ હ્યુમન રાઇટ કાઉન્સિલમાં નોંધાવી ફરિયાદ

કેડીલના CMD રાજીવ મોદીની મુશ્કેલીમાં વધારો. વિદેશી બલ્ગરેરીયન યુવતીએ દુષ્કર્મ કેસમાં રાજીવ મોદી સામે હ્યુમન રાઇટ કાઉન્સિલમાં ફરિયાદ નોંધાવી.

Top Stories Gujarat
Beginners guide to 2024 04 05T135155.963 કેડીલાના રાજીવ મોદી સામે દુષ્કર્મ કેસમાં વિદેશી યુવતીએ હ્યુમન રાઇટ કાઉન્સિલમાં નોંધાવી ફરિયાદ

અમદાવાદ : કેડીલના CMD રાજીવ મોદીની મુશ્કેલીમાં વધારો. વિદેશી બલ્ગરેરીયન યુવતીએ દુષ્કર્મ કેસમાં રાજીવ મોદી સામે હ્યુમન રાઇટ કાઉન્સિલમાં ફરિયાદ નોંધાવી. બલ્ગેરીયન યુવતી સાથે દુષ્કર્મ કેસમાં રાજીવ મોદી સામે હાઈકોર્ટના હુકમ બાદ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. રાજીવ મોદી શહેરના અગ્રણી ઉદ્યોગપતિ હોવાથી જ્યારે વિદેશી યુવતી તેમની સામે ફરિયાદ નોંધાવા ગઈ ત્યારે પોલીસ ફરિયાદ નોંધવા તૈયાર નહોતી. આખરે યુવતીએ ફરિયાદ માટે હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા.

રાજીવ મોદીએ છારોડી ખાતેના ફાર્મહાઉસમાં વિદેશી યુવતી પર દુષ્કર્મ કર્યું હતું. હાઈકોર્ટની ટકોર બાદ રાજીવ મોદી સામે ફરિયાદ નોંધાતા શહેરભરમાં આ મામલાને લઈને ચકચાર મચી હતી. બલ્ગેરિયન યુવતીની હાઈકોર્ટમાં ફરિયાદ બાદ રાજીવ મોદીને બે-બે સમન્સ મોકલવામાં આવ્યા હતા. જેના બાદ 15 ફેબ્રુઆરીએ રાજીવ મોદી સોલા પોલીસ સ્ટેશને હાજર થયા હતા. રાજીવ મોદી સામેના દુષ્કર્મ કેસની તપાસ માટે SIT નિમવામાં આવી હતી. તેમજ એડિશનલ પોલીસ કમિશનર ચિરાગ કોરડિયાના વડપણ હેઠળ SITએ કેસના તમામ સાક્ષીઓના નિવેદન લીધા. જો કે રાજીવ મોદી પોતાની લાગવગના જોરે આ કેસમાં રાહત મેળવવામાં સફળ રહ્યા.

વિદેશી યુવતીએ આરોપ લગાવ્યો કે રાજીવ મોદી સામે ફરિયાદ ના કરવા તેના પર પોલીસ દ્વારા જ દબાણ કરવામાં આવ્યું હતું. આથી જ વિદેશી યુવતી દ્વારા રાજીવ મોદી સામેનો કેસ સુપ્રીમ કોર્ટમાં ફાઈલ કરવા એફિડેવિટ ફાઈલ કરી હતી અને પોતાના કેસની તપાસ કોઈ સેન્ટ્રલ એજન્સીને સોંપવાની માંગ પણ કરી હતી. કેડિલાના સીએમડી રાજીવ મોદી અગ્રણી ઉદ્યોગપતિ હોવાના નાતે દુષ્કર્મ કેસમાં વિદેશી યુવતીને ન્યાય મળવાની આશા નથી. આથી જ બલ્ગેરિયન યુવતીએ દુષ્કર્મ કેસમાં ન્યાય મેળવવા રાજીવ મોદી સામે હ્યુમન રાઇટ કાઉન્સિલમાં ફરિયાદ નોંધાવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: Biritsh News Paper-India/‘ભારત પાકિસ્તાનમાં ઘૂસીને દરેક આતંકવાદીને મારી રહ્યું છે’ બ્રિટિશ અખબારના દાવાને મોદી સરકારે નકારી કાઢ્યો

આ પણ વાંચો: kerala cm pinarayi vijayan/‘ધ કેરલ સ્ટોરી’ લોકસભા ચૂંટણી પહેલા દૂરદર્શન પર ટેલિકાસ્ટ થતા સાંપ્રદાયિક તણાવ વધશે, CM પિનરાઈ વિજયનનો દાવો

આ પણ વાંચો: uttarpradesh news/યોગી સરકારનો મોટો નિર્ણય, રાજ્યના 16 હજાર મદરેસાની માન્યતા કરી નાબૂદ

આ પણ વાંચો: up news/લખનઉમાં ચૌધરી ચરણસિંહ એરપોર્ટ પર 2 દિવસમાં 30 દાણચોરો રફૂચક્કર, કસ્ટમની સમગ્ર ટીમ સસ્પેન્ડ