ઉજવણી/ સુરેન્દ્રનગર મુળીધામ ખાતે સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરાઇ

મુળીધામ ખાતે નારયણપુરા સ્વામિનારાયણ મંદિર દ્વારા 6 કલાકની અખંડ ધુન કરવામાં આવતા 2000 થી વધુ ભાવિકોએ લાભ લીધો.

Gujarat
swaminarayan સુરેન્દ્રનગર મુળીધામ ખાતે સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ પૂર્ણ થતા ભવ્ય ઉજવણી કરાઇ

સુરેન્દ્રનગર જિલ્લાના મુળી તાલુકામાં મુળીધામ ખાતે સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ પૂર્ણ થતા સ્વામિનારાયણ મંદિરના મહંત સ.ગુ.શા સ્વામી હરીપ્રકાશદાસજી અને ગુરૂ શાસ્ત્રી સ્વામી નારાયણપ્રસાદદાસજી નેજા હેઠળ હરીભકતો દ્વારા સત્સંગ અને નારયણપુરા સ્વામિનારાયણ મંદિર દ્વારા 6 કલાકની અખંડ ધુન બોલાવી સ્વામિનારાયણના ભાવી ભક્તોને સત્સંગના રંગે રંગાવી ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

મુળીધામ સ્વામિનારાયણ મંદિરના મહંત હરી પ્રકાશદાસજી સ્વામીએ વધુ જણાવ્યું હતું કે અમદાવાદ કાલુપુર સ્વામિનારાયણ મંદિરની અંદર પરમ પૂજ્ય બાદ ધરમોધુરંદર 1008 આચાર્ય શ્રી કૃષ્ણેદરપ્રસાદ મહારાજ શ્રીની આજ્ઞાથી પર્વો મહોત્સવના અધ્યક્ષ પરમ પૂજ્ય બાદ 108 ભાવી આચાર્ય શ્રી રૂજેન્દ્રપ્રસાદ મહારાજ શ્રીના રૂડા અધ્યક્ષ સ્થાન ઉપર પર્વો મહોત્સવના ઉપલક્ષની અંદર સ્વામિનારાયણ મંદિરના 200 વર્ષ પૂર્ણ થયાના ભાગરૂપે મુળીધામ ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી.

આ પ્રસંગે અમદાવાદ અને સુરેન્દ્રનગર જિલ્લા સહિત મુળી પંથકના સંતો મહંતો સહિતના અગ્રણી આગેવાનો ખાસ ઉપસ્થિત રહ્યા હતા મુળીધામની અંદર નારયણપુરા સ્વામિનારાયણ મંદિર દ્વારા 6 કલાકની અખંડ ધુન કરવામાં આવી હતી અને જેની અંદર યજમાન પદે વાસુદેવભાઈ રણછોડભાઈ, જયંતિભાઈ, લાલજીભાઈ, સહિતના સમગ્ર પરિવાર સહિત 2000 થી વધુ હરી ભક્તોએ લાભ લીધો હતો સ્વામીનારાયણ મંદીરની ઉજવણીના કાર્યક્રમમાં યજમાન શ્રીનું સન્માનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો અને સંતો મહંતો દ્વારા રૂડા આર્શીવાદ આપવા સાથે સુંદર કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.